Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
18
• ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका છે. માટે પૂર્વાચાર્યોએ જાપને ધ્યાનની વિશ્રામભૂમિકા કહેલ છે. (ગા.૧૩-૧૫)
કાલાતીત' નામના યોગાચાર્યના મતે દેવ વગેરેની ઉપાસનાનો માર્ગ સર્વ ધર્મોમાં એક સરખો જ છે, તે તે સંપ્રદાયમાં દેવના નામ ભલે અલગ અલગ હોય. તે દેવો આધ્યાત્મિક ઐશ્વર્યયુક્ત જ છે. માટે વિવિધ ધર્મમાં દેવના વિશેષ ગુણધર્મોની કલ્પના અર્થહીન છે. તે એટલા માટે કે વર્તમાનના અસર્વજ્ઞ જીવોને અરિહંત, બુદ્ધ વગેરેમાં ભેદભાવનું પૂર્ણજ્ઞાન પ્રત્યક્ષ રીતે થતું નથી અને ભેદભાવ માટે રજૂ કરાતી વિવિધ પ્રકારની યુક્તિઓ પણ પરસ્પર વિરુદ્ધ હોય છે. અને ઈશ્વરની ભક્તિના મુખ્ય ફળ સ્વરૂપે ક્લેશhય તો બધા દર્શનમાં સમાનરૂપે જ બતાવેલ છે. માટે ઈશ્વરમાં નામભેદ માત્રથી અર્થસંબંધી ભેદભાવની કલ્પના નિમ્પ્રયોજન છે. (ગા.૧૬-૨૦) તથા સંસારના કારણને કર્મ કહો, અવિદ્યા કહો કે ક્લેશ કહો - અર્થતઃ બધું એક જ છે. માત્ર નામથી ભેદ છે. માટે ઈશ્વર કર્મની ચર્ચામાં ઊંડા ઉતરવાના બદલે સંસારના કારણભૂત કર્મને દૂર કરવા ગુણવાનું વિશિષ્ટ પુરુષ એવા પરમાત્માની આરાધના કરવી જોઈએ-એમ કાલાતીત માને છે. વિશેષ રીતે ઊંડાણથી ઊહાપોહ કરવાની જેની ક્ષમતા નથી તેવા જીવો માટે આ મત કલ્યાણકારી હોવાની દષ્ટિએ પ્રસ્તુત કાલાતીત મતને જૈનો પણ સ્વીકારે છે. પણ તટસ્થ પ્રાજ્ઞ વ્યક્તિ વિચાર-વિમર્શ કરી અમુક (યથાર્થી ભગવાનની આરાધના કરે તો તેના માટે તે આરાધના વિશિષ્ટ નિર્જરા કરાવનારી બને. તેવી આરાધના તત્ત્વજ્ઞાન ગર્ભિત વૈરાગ્ય અપાવે. માટે ઈશ્વર વિશે વિચારણા સર્વથા નિષ્ફળ ન માનવી. “કદાગ્રહ છોડાવવાના સમયે કાલાતીતની વાત યોગ્ય છે.” એમ શ્રીહરિભદ્રસૂરિજીએ પણ સ્વીકારેલ છે. – એમ મહોપાધ્યાયજી જણાવે છે. (ગા.૨૧ થી ૨૪) ખરેખર મધ્યસ્થતા, ઉદારતા, સત્યનિષ્ઠતા અને વિવેકદષ્ટિની પરાકાષ્ઠા જૈન દર્શનના પાયામાં રહેલી છે.
જેમ રૂપ એ અંધ વ્યક્તિનો વિષય નથી, તેમ આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થો પણ છદ્મસ્થા જીવનો પ્રત્યક્ષ વિષય બની ન શકે. આથી આ વિશે શાસ્ત્ર મુજબ મધ્યસ્થ ભાવથી ઊહાપોહપૂર્વક ન્યાયસંગત રીતે વિચારણા કરવી જરૂરી છે. બાકી તેમાં એકલો તર્ક આંધળો છે અને એકલા શાસ્ત્રો પાંગળા છે. કારણ કે શાસ્ત્રમાં પણ જુદા જુદા દષ્ટિકોણથી જુદી જુદી વાતો કહેલી જોવા મળે છે. તેથી યુક્તિ અને શાસ્ત્ર-બન્નેનો સમન્વય કરવો પડે. માટે તાત્પર્યતઃ શાસ્ત્ર-અવિરોધી યુક્તિથી જે ધર્મોપદેશને પકડે છે તે જ ધર્મજ્ઞ બની શકે. પરમાર્થથી શાસ્ત્રના આધારે સ્યાદ્વાદન્યાયથી સંગત એવું આચરણ કરવું એ જ ઈશ્વરઅનુગ્રહ છે, નહિ કે ભગવાન ઊંચકીને કે આદેશ કરીને કોઈને દેવલોકમાં મૂકી દે – એવો અનુગ્રહ. વળી, આપવા લાયક એવો દર્શન-જ્ઞાન-ચારિત્રમય મોક્ષમાર્ગ તો જિનેશ્વરોએ આપેલા જ છે. આ જ તેમનો અનુગ્રહ છે. માટે વર્તમાનમાં અનુકૂળ સંયોગમાં પણ શક્તિ મુજબ જિનેશ્વરનો ધર્મ ન આચરતા અને આવતા ભવમાં ચારિત્રાદિ ધર્મને સીમંધરસ્વામી વગેરે પાસેથી મેળવવાની ભાવના રાખતો જીવ ધર્મને કેવી રીતે મેળવે ? એ તો માત્ર શેખચલ્લીના તરંગ કે મુલ્લા નસરુદ્દીનના સપના જ કહી શકાય. માટે ભગવાનનો અનુગ્રહ માનતા સાધકોએ પ્રભુના ગુણોના રાગપૂર્વક પરમાનંદથી પરિપ્લાવિત હૃદયે સાધના કરવી જોઈએ. - આવો ઉપદેશ આપીને ગ્રંથકારશ્રીએ ૧૬મી બત્રીસી પૂર્ણ કરેલ છે. (ગા. ૨૫ થી ૩૨)
૧૭. દેવપુરુષારદ્વાચિંશિક : ટૂંક્યાર નસીબ બળવાન કે પુરુષાર્થ બળવાન? આ સમસ્યાનું સચોટ સમાધાન મેળવવા માટે સદીઓથી લાખો – કરોડો લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર આસ્તિક જ નહિ, નાસ્તિક લોકોના મનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org