Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર
13
= સહજ એવું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ - આ ચારેય તત્ત્વ અનાદિકાળથી છે. ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ પરાકાષ્ઠાનો છે. તે પરિણામ ઈન્દ્રિય દ્વારા આવેલ નથી. કારણ કે ઈન્દ્રિયને ઘણી બધી મર્યાદા છે. ઈન્દ્રિયપ્રણાલિકા વિના ઉત્પન્ન થતા જ્ઞાનાદિપરિણામો અપરિમિત છે. તેથી ઈશ્વરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થાય છે. કપિલ વગેરે મહર્ષિના પરમગુરુ ઈશ્વર છે. તે સર્વશક્તિસંપન્ન ઈશ્વરની ઈચ્છાનુસાર આખું જગત કર્મ મુજબ પ્રવર્તે છે. (ગા.૧ થી ૪)
ગ્રંથકારશ્રી પાતંજલમતની સમાલોચન કરતા જણાવે છે કે ‘‘ઈશ્વરના અનુગ્રહથી જ યોગ ઉત્પન્ન થાય છે” આવી પાતંજલોની વાત બરાબર નથી. કારણ કે (૧) જે જીવમાં યોગ્યતા ન હોય તેવા જીવમાં ઈશ્વર યોગને ઉત્પન્ન કરી ન શકે. જેમ જડ એવા અણુને ઈશ્વર ક્યારે પણ જીવ બનાવી શકતો નથી. (૨) વળી ‘ઈશાનુગ્રહથી પુરુષને યોગસિદ્ધિ મળે છે.' એમ માનવાથી આત્મા ફૂટસ્થ નિત્ય = અપરિણામી – એક જ સ્વભાવવાળો માનવાની વાત પણ અસંગત બને છે. કારણ કે પુરુષમાં પૂર્વ યોગ ન હતો અને પછી યોગની ઉત્પત્તિ થાય છે. માટે આત્માને પરિણામી જ માનવો પડે. (૩) જો ઈશ્વરમાં અનુગ્રહ કરવાનો સ્વભાવ એક સરખો હોય તો બધા જીવોને યોગસિદ્ધિ, મુક્તિ વગેરે ફળ એક સાથે જ મળી જાય. પણ તેવું ન બનવાને લીધે ઈશ્વરના અનુગ્રાહક સ્વભાવમાં વિવિધતા માનવી જરૂરી બની જાય છે કે જે પાતંજલોને માન્ય નથી. (ગા.૫-૬)
–
-
જંગલમાં ભૂલા પડેલાને રસ્તો બતાવનાર ભોમિયા જેવા પરમાત્માની આજ્ઞાને / સૂચનાને પાળીને ભવાટવીનો પાર પામનારા જીવો ઈશ્વરનો અનુગ્રહ માને છે. આ રીતે ઈશ્વરનો અનુગ્રહ જૈનોને માન્ય છે, પણ આદેશ કરીને જીવોને સ્વર્ગે મોકલવા રૂપે નહિ. ગ્રંથકારશ્રી પોતાની મધ્યસ્થતાને જણાવતા કહે છે કે પતંજલિએ જે કહેલ છે કે ‘પ્રણવ દ્વારા ઈશ્વરનો જાપ કરવાથી વિઘ્નનાશ થાય છે.'
આ વાત તો વ્યાજબી જ છે, જૈનદર્શનને માન્ય જ છે.- એવું હૃદયંગમ રીતે મહોપાધ્યાયજી મહારાજે પ્રતિપાદન કરેલ છે. (ગા.૭-૮) કહેવાનો આશય એ છે કે યમ્માધવેનોò તંત્ર આવી નીતિ ગ્રંથકારશ્રીએ અપનાવેલ નથી. પરંતુ અન્ય દર્શનની પણ સાચી વાતનો યોગ્ય દૃષ્ટિકોણથી સ્વીકાર કરવાની ઉદારતા અને મધ્યસ્થતા શ્રીમદ્ભુજીએ આત્મસાત્ કરેલ છે.
ઈશ્વરના જાપથી વિઘ્નોચ્છેદ થાય છે. વિઘ્ન નવ પ્રકારે છે. - વ્યાધિ, સ્થાન, પ્રમાદ, આળસ, વિભ્રમ, સંદેહ, અવિરતિ, ભૂમિઅલાભ, અનવસ્થાન. (૧) ધાતુની (વાત-પિત્ત-કફની) વિષમતાથી જ ઉત્પન્ન થાય તે વ્યાધિ કહેવાય. (૨) કામ શરૂ જ ન કરવું તે સ્યાન = અકર્મનિષ્ઠતા. (૩) શરૂ કરેલ કામને આગળ ધપાવવાનો પ્રયત્ન મૂકી દેવો તે પ્રમાદ. (૪) સમાધિના સ્થાનમાં ઉદાસીનતા તે આળસ. (૫) શરીરમાં આત્મબુદ્ધિ તે વિભ્રમ (૬) ‘આ યોગસાધના થશે કે નહિ ?' આવી ડામાડોળ દશા તે સંદેહ (૭) આકર્ષણના કારણે બાહ્ય વિષયોથી ન અટકવું તે અવિરતિ. (૮) સમાધિની ભૂમિકા ન મળવી તે ભૂમિઅલાભ. અને (૯) સમાધિની ભૂમિકા મળે પણ તેમાં મન સ્થિર ન થવું તે અનવસ્થા. (ગા.૯ થી ૧૨)
જાપના લીધે સોપક્રમ વિઘ્નો નાશ પામે છે અને નિરુપક્રમ વિઘ્નોની અનુબંધશક્તિ ભાંગે છે. જાપથી મનોવૃત્તિ બહાર દોડતી નથી. આથી જ્ઞાન અંતર્મુખ થઈ સતત નિર્મળ બને છે. આમ જાપના પ્રણિધાનથી વિઘ્નનાશ અને પ્રત્યક્ ચૈતન્ય અંતર્મુખતારૂપ લાભ થાય છે. પૂજા કરતાં સ્તોત્ર ક્રોડ ગણું ફળ આપે. સ્તોત્ર કરતા જાપ, જાપ કરતા ધ્યાન અને ધ્યાન કરતા લય ક્રોડગણું ફળ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=