________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨] . પ્રથમ ગાથામાં મંગલાચરણરૂપે ‘વંવિસુ સવ્વ સિદ્ધ' પાઠ મૂક્યો પરંતુ તેમના પછી એક હજાર વર્ષે થઈ ગયેલાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે તે પાઠમાંથી ગજબના ભાવો કાઢયા; તેમ પૂજ્ય ગુરુદેવશ્રીને પણ શ્રુતની લબ્ધિ હોવાથી, શાસ્ત્રોના શબ્દોમાં-પાઠમાં ન દેખાય તેવા ભાવોને, જેવા કે- ક્રમબદ્ધપર્યાયના સ્વીકારમાં અનંતો પુરુષાર્થ, પર્યાયના પારકો વડે પર્યાયનું સ્વતંત્ર પરિણમન, ઉત્પાદ-વ્યય રહિત પરમાર્થ આત્મા તે દષ્ટિનો વિષય, ઈત્યાદિ મૂળભૂત ગૂઢ રહસ્યો કે જે પાઠના શબ્દોમાં આપણને ન દેખાય પરંતુ આચાર્યદેવના હાર્દમાં ભરેલાં હોય તે બધા ભાવોને, કયાંય પણ ભાષા અને ભાવની ભૂલભૂલામણી ઊભી ન થાય તે રીતે ૪૫-૪૫ વર્ષ સુધી ડંકાની ચોટે જગત સમક્ષ જે રીતે તેઓશ્રીએ પ્રસિદ્ધ કર્યાં છે તે જો તેઓશ્રી મહાવિદેહથી અહીં ન પધાર્યા હોત તો મુમુક્ષુઓને દ્રવ્યદષ્ટિનો માર્ગ કોણ સમજાવત? દર્શનસારમાં જેમ કહ્યું છે કે “શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?” -તેમ પૂજ્ય ગુરુદેવશ્રી માટે મુમુક્ષુજીવોને અનુભવાઈ રહ્યું છે કે “જો પૂજ્ય ગુરુદેવશ્રી અહીં પધાર્યા ન હોત તો આપણને સ્વાનુભૂતિ માટે દ્રવ્યદષ્ટિનો માર્ગ કોણ સમજાવત?”
પૂજ્ય ન્યાલભાઈ સોગાનીજી કહી ગયા છે તેમ, પંચમ આરાના અંત સુધી ભવ્ય જીવોને દ્રવ્યદષ્ટિપ્રધાન ઉપદેશનો સિંહનાદ સાંભળવા મળતો રહે તેવું અદ્ભુત કાર્ય, પૂજ્ય બહેનશ્રીની પ્રેરણા, પ્રસન્નતા અને પ્રબળ અનુમોદના-તળે, દીર્ઘદષ્ટા સ્વ. શ્રી નવનીતભાઈ ઝવેરીના પ્રમુખપણા નીચે શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, પૂજ્ય ગુરુદેવશ્રીના રોજેરોજ બે વખત થતાં પ્રવચનોને ટેઈપમાં સંગ્રહી લીધા છે તે ૮૫૦૦ પ્રવચનો સતત સચવાતા રહે તેવી ઉમદા ભાવના જેમને વર્તતી હતી તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ, (સાયન-મુંબઈ) ની સ્મૃતિ નિમિત્તે તેમના પરિવારે આ દિવ્યદેશનાને આધુનિક ટેકનોલોજી મુજબ કોમ્પષ્ટ કીસ્કમાં સંગ્રહિત કરવાનું ભવ્ય આયોજન હીંથ ધર્યું છે, તે ૮૫OO પ્રવચનો ઉપરાંત રાત્રિચર્ચામાં, નિવૃત્તિકાળે, હરતાં-ફરતાં કે કોઈ પ્રસંગોપાત્ત જ્યારે જ્યારે તેઓશ્રીની અધ્યાત્મની અસ્તિની મસ્તીની ખુમારીભર્યા સહજ ઉદ્ગારો સરી પડેલાં તે સહજ ઉદ્દગારો જિજ્ઞાસુ ભવ્ય જીવોને મુંઝવણમાંથી માર્ગ સૂઝાડ તેમ જ દ્રવ્યદૃષ્ટિનો પુરુષાર્થ સહજપણે ઉપડે તેવી ભાવનાથી આ “દ્રવ્યદષ્ટિ જિનેશ્વર” પુસ્તક સ્વ. શ્રી શાંતિભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
કુપાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રીના સાક્ષાત્ સમાગમમાં આવેલાં મુમુક્ષુઓને દષ્ટિના વિષયનો પુષાર્થ ઉગ્ર બની રહે તથા તેઓશ્રીની ઉપદેશની પ્રધાનશૈલી દષ્ટિના વિષયને હસ્ત-આંબળાવત્ સ્પષ્ટ પ્રકાશનારી હતી તેનો ખ્યાલ ભાવિ પેઢીને આવી શકે અને સૌ એ દ્રવ્યદૃષ્ટિના માર્ગને પામીને આત્મકલ્યાણ સાધી શકે તેવી ભાવનાથી તૈયાર કરવામાં આવેલા આ સંકલનમાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે માત્ર અમારો જ દોષ ગણીને, સુધારીને, ગુરુદેવશ્રીનાં પ્રથમ બોલને-મંગલ આશીષને-સૌ સાર્થક કરીએ એવી ભાવના સહુ
–સંકલનકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com