________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] વર્ષા વરસાવી છે જેથી ભદ્ર જીવો અનાદિના સંસ્કારવશ મંદકષાય આદિ વ્યવહારમાર્ગમાં અટકી ન જતાં નિશ્ચયમોક્ષમાર્ગને યથાર્થ સમજીને, તેનું જ ગ્રહણ કરીન, આ ભવ સફળ કરવા સ્વાનુભૂતિનો સત્ પુરુષાર્થ અપનાવે.
પૂજ્ય ગુરુદેવશ્રીએ અધ્યાત્મયુગનું સર્જન કર્યું જ છે પણ વધુ સ્પષ્ટ કરીએ તો ખરેખર તો તેઓ દ્રવ્યદષ્ટિપ્રધાન-અધ્યાત્મયુગના સર્જક છે. કેમ કે જે દ્રવ્યદૃષ્ટિપ્રધાનનિશ્ચયના બોધથી જીવો નિશ્ચયાભાસના ડરથી ડરતાં હતા તેના બદલે તેઓશ્રીના પ્રતાપે ભવ્ય જીવો દિવસરાત એ નિશ્ચયનું ઘોલન-ચિંતન ને શ્રવણ કરવામાં જ જીવનની ધન્યતા અનુભવે છે. જોકે આ પુસ્તક વિશેષ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં વધુ રહેલાં અધ્યાત્મપિપાસુઓને માર્ગદર્શન પૂરું પાડે તેવા લક્ષપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. અલ્પ-પરિચિત મુમુક્ષુઓને જોકે આ પુસ્તકનો મર્મ સમજવામાં વિશેષ સત્સંગ માગી લશે, તેમ છતાં પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપલબ્ધ ૮૫00 ટેપપ્રવચનોના કારણે મર્મ સમજવો દુષ્કર પણ નહીં બને.
અમારા પૂજ્ય પિતાશ્રીને કે જેઓએ અમને ભૌતિકતાથી બચાવીને અધ્યાત્મના સંસ્કારનું સીંચન કરીને અમારા ઉપર અપાર ઉપકાર કર્યો છે તેઓને પૂજ્ય ગુરુદેવશ્રીના દષ્ટિપ્રધાન ઉપદેશનું ખૂબ જ ઘોલન-મનન ને વાંચન-શ્રવણ રહ્યું હતું અને બધા ભવ્યાત્માઓ પણ આ પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનનો ખૂબ લાભ લે તેવી તેઓની ભાવના રહેતી તેથી તેમની ભાવનાની સ્મૃતિરૂપે આ પુસ્તક પ્રકાશિત કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ.
અમારા પૂજ્ય પિતાશ્રીના આધ્યાત્મિક જીવનમાં પૂજ્ય ગુરુદેવશ્રી ઉપરાંત જે જ્ઞાની સતપુરુષોનો વિશેષ ઉપકાર વર્તતો હતો તે જ્ઞાની પુરુષો શ્રીમદ્ રાજચંદ્રજી, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન તેમ જ પૂજ્ય ન્યાલચંદભાઈ સોગાનીજીને આ પ્રસંગ ઉપકૃતભાવે સ્મરીને તે સર્વેને શ્રદ્ધા-ભક્તિપૂર્વક વંદન કરીએ છીએ.
અંતમાં, પૂજ્ય ગુરુદેવશ્રી ૯૧ વર્ષની ઉંમરે પણ દેશ-વિદેશમાં જે દ્રવ્યદૃષ્ટિની પ્રરૂપણા કરતાં અંદરથી ઉછળી પડતાં હતા તે દ્રવ્યદષ્ટિપ્રધાન ઉપદેશને ગ્રહણ કરીને આપણે સૌ અનંતકાળ પર્યત તેઓશ્રીનું સાન્નિધ્ય પામીએ એવી ભાવના સહુ
-પ્રકાશક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com