________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન તીર્થંકરદેવનો જન્મ જગતના કલ્યાણ માટે થતો હોય છે. તેમ અનંત અનંત ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો જન્મ, આ નિકૃષ્ટકાળે અહીં જન્મેલા અને ભવિષ્યમાં પણ અહીં જન્મ લેનારા અલ્પસંસારી જીવોને ભાગ્યશાળી બનાવવા માટે, તેઓને સંસારસમુદ્રથી પાર ઉતારવા માટે થયો હતો. છેલ્લા સેંકડો વર્ષોનો જૈન ઇતિહાસ કહે છે કે ભવ્ય જીવોના તારણહાર આવા મહાન સંત જો કોઈ થયા હોયતો તેમાં કૃપાસિંધુ પૂજ્ય ગુરુદેવશ્રી જ પ્રધાન પુરુષ છે. તેઓશ્રીએ આ ભૌતિકયુગને અધ્યાત્મયુગમાં પરિવર્તીત કરીને પંચમ આરાના અંત સુધી ટકી રહે તેવો અધ્યાત્મયુગ સર્યો છે.
આવા અધ્યાત્મયુગઋષ્ટા, અધ્યાત્મક્રાંતિવીર પૂજ્ય ગુરુદેવશ્રીની ૪૫-૪૫ વર્ષ વહેલી અધ્યાત્મગંગાનું અમૃતપાન કરનાર મહા ભાગ્યશાળી ભવ્ય મુમુક્ષુઓને તો તેઓશ્રી દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડ આજે પણ પૂજ્ય ગુરુદેવશ્રી સાક્ષારૂપે અનુભવાઈ રહ્યા છે, પરંતુ તેઓશ્રીના દર્શન-શ્રવણ કે સત્સંગનો જેઓને સાક્ષાત્ લાભ મળ્યો નથી તેવા ભવ્ય જીવોને, આ મહાપુરુષે જે દ્રવ્યદૃષ્ટિપ્રધાન દિવ્ય દેશનાનો ધોધ વહેવડાવેલો તેનો સાક્ષાવત્ લાભ મળે તે આ દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર” પ્રકાશનનો પ્રધાનહેતુ છે.
આ જીવ અનંતવાર નવમી રૈવેયક જઈ આત્યો, અનંતવાર નગ્ન દિગંબર દ્રવ્યલિંગ ધારણ કર્યા, અનંતવાર સમવસરણમાં જઈ આવ્યો છતાં કોરો રહી ગયો તેનું મુખ્ય કારણ જો કોઈ હોય તો આ એક જ કે દ્રવ્યદૃષ્ટિપ્રધાન દેશનાને આ જીવે કદી ગ્રહણ ન કરી. –એમ પૂજ્ય ગુરુદેવશ્રી કરુણાથી વારંવાર કહેતાં અને તેથી જ તે દ્રવ્યદૃષ્ટિપ્રધાન દેશનાનો તેઓશ્રીએ જીવનપર્યત ધોધ વહેવડાવ્યો છે. પૂજ્ય બહેનશ્રી પણ કહેતા કે “જાણે કોઈ મોટા આચાર્ય ઉપદેશ આપતા હોય તેમ દષ્ટિના વિષયનો અપૂર્વ ખૂલાસો થતો... “દષ્ટિનો વિષય આવે ત્યારે ઊછળી જતાં” જોકે તેઓશ્રીની સર્વાગી ઉપદેશગંગામાં ઓછી-વધતી યોગ્યતાવાળા સર્વ જીવોને આત્મલાભ થાય તેવો નિશ્ચય-વ્યવહારનો સઘળોય ઉપદેશધોધ વહ્યો છે. મુમુક્ષુની પાત્રતા કેવી હોય, સંસાર-ભોગથી વિરક્તી કેવી હોય, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ કેવી હોય, અશુભથી બચવા શુભમાં જોડાણ કેવું હોય, ઈત્યાદિ ઉપદેશ આપવા છતાં કયાંય કોઈને મુખ્યતા ન થઈ જાય તેમ તેમાં જોર આપ્યા વિના તે વ્યવહારમાર્ગ પ્રકાશન સાથે મુખ્યપણે તો, દ્રવ્યદૃષ્ટિમાર્ગપ્રકાશક નિશ્ચયની જ ધોધમાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com