Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના વર્ષો પહેલાં વિનેબાએ એક પત્રમાં લખેલું –“સર્વધર્મોની ઉપાસના જેવી વાત રામકૃષ્ણ પરમહંસે કરેલી ખરી, પણ “એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય” એ સાચું નથી ?” ત્યારે મેં એવું કંઈક જણાવ્યાનું યાદ છે કે : “ખરી રીતે તો એક અને સર્વ વચ્ચે કશે ભેદ જ નથી. જેમ જે એકને સાધે છે, તે સર્વને સાધી શકે છે. તેમ જે સર્વને સાધે છે, તે જ એકને પૂરી રીતે સાધી શકે છે.” આજે તો હવે સર્વધર્મ સેવાવ્રત જગવલ્લભ બનતું જાય છે. ગાંધીજીએ સર્વધર્મ સમાનત્વની રીતે આ માર્ગે પહેલ કરેલી હવે સર્વધર્મ સેવારૂપે એ સર્વમાન્ય થતું જાય છે. જૈનધર્મ જે રૂપે ખેડાયો છે, તે રૂપે આ વ્યવહાર ન નથી. અલબત્ત બધા ધર્મોને પિતાના ગણવા જતાં કયા ધર્મને કેટલું વજન આપવું? અથવા બધા ધર્મોનાં ચુનંદા માણસેના નિત્ય સંપર્કમાં રહેવા છતાં પિતાના મૂળ ધમને પાયાના મૂળરૂપે વળગી રહેવું અને પાછું કોઈને પ્રભાવમાં અંજાઈ ફંટાઈ ન જવું એ કામ ઘણું વિકટ છે. ખુદ ભગવાન મહાવીરના ગૃહસ્થાશ્રમ પક્ષના જમાઈ અને પછી મહાવીર સંઘના સાધુ બનેલા જમાલિ પણ આ માર્ગમાં ટકી નહોતા શક્યા. છતાં અંબડ સંન્યાસી જેવાથી જયંતી જેવી શ્રાવિકા પણ નહોતી અંજાઈ તે વાત પણ તેટલી જ સાચી છે. ટૂંકમાં જોખમ તે બન્ને માર્ગે છે. ચુસ્તપણે એક ધર્મને વળગી રહેવામાં સાંપ્રદાયિક સંકુચિતતાનું જોખમ છે. તે બધા ધર્મોને વળગવા જતાં ક્યાંક ફંટાઈ જવાનું જોખમ છે. આ બને જોખમમાં પહેલાં કરતાં બીજુ જોખમ ખાસ ખેડવા જેવું છે. કેમકે ફંટાઈ પડવા છતાં જિજ્ઞાસા જાગ્રત રહે, તે મૂળ માર્ગે પાછું આવી શકાય છે. ઉપરાંત જગતના વિશાળ અનુભવના લાભથી વંચિત રહેવાતું નથી. ભ. મહાવીરનાં, પુત્રી સાધ્વી પિતાના પૂર્વાશ્રમના પતિ અને દીક્ષા પછીના દીક્ષા ગુરને તજીને પણ પુનઃ એ જ મહાવીરના જૈન સંઘમાં સ્થિર થયાં હતાં. એ આ વાતનું પ્રબળ પ્રમાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 280