Book Title: Dashvaikalik Sutra Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 19
________________ येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥ જેઓના જન્માભિષેકકર્મને કરીને હર્ષના સમુદાયથી મસ્ત બનેલા દેવેન્દ્રો પોતાના સ્વર્ગને તણખલાજેવું પણ ગણતા નથી તે શ્રી જિનેશ્વર દેવો કલ્યાણ-મોક્ષ માટે થાઓ. ત્યાં ગયેલા દેવો પણ જો પોતાના સુખને ઘાસથી તુચ્છ માને તો આપણે મૂરખ છીએ કે ત્યાં જવા માટે પ્રયત્ન કરીએ ? ‘ચારિત્ર વગર મુકૃતિ નહિ’ કે ‘ચારિત્ર વગર દેવલોક નહિ' ? દેવલોક એ સાધુપણાની સાધનાનું ફળ નથી, સાધનાની અપૂર્ણતાનું સૂચક છે. સાધુભગવન્ત દેવલોકમાં જાય તો સમજી લેવું કે આરાધના અધૂરી રહી માટે દેવલોકમાં ગયા. આરાધના પૂરી થઈ હોત તો મોક્ષમાં જ જાત. એક વાર અમદાવાદ જ્ઞાનમંદિરમાં આચાર્યભગવન્ત બિરાજમાન હતા ત્યારે આ લોક કે પરલોકના સુખના આશયથી ધર્મ ન કરવાની વાત વ્યાખ્યાનમાં ચાલતી હતી. તે વખતે એક ભાઈએ પૂછ્યું કે - સાધુભગવન્તો પણ સાધુપણું પાળીને દેવલોકમાં જાય છે ને ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું હતું કે–સાધુપણું પાળતાં ન આવડે તો દેવલોકમાં જાય, બાકી પાળતાં આવડે તો સાધુભગવન્ત મોક્ષમાં જ જતા રહે. લોકમાં પણ, જેઓ કામ અધૂરું મૂકે તેને કરતાં ન આવડયું - એમ કહેવાય છે ને ? તેમ સાધુભગવન્તની પણ આરાધના અધૂરી રહી જાય તો માનવું પડે ને કે તેમાં ખામી રહી છે ? દેવલોકમાં જવા માટે સાધુપણાની જરૂર નથી. સમ્યક્ત્વમાત્રથી પણ દેવલોકમાં જઈ શકાય છે. આગળ વધીને મિથ્યાત્વની હાજરીમાં પણ દેવલોકમાં જઈ શકાય છે. તેથી સર્વવિરતિનો ઉપદેશ દેવલોકમાં જવા માટે નથી આપ્યો. આ પાંચમા આરામાં આ ક્ષેત્રમાંથી સીધા મોક્ષે તો જઈ શકાવાનું નથી અને દેવલોકમાં તો સમ્યક્ત્વમાત્રથી પણ જઈ શકાય છે છતાં પાંચમા આરાના જીવોને સાધુ થવાનો ઉપદેશ ભગવાને શા માટે આપ્યો – એનો વિચાર કર્યો છે ? પાંચમા આરામાં પણ સાધુપણું મોક્ષે જવા માટે જ પાળવાનું છે. મોક્ષ ભલે ન મળે પણ મોક્ષને નિકટ બનાવવાનું કામ, એક-બે ભવમાં મોક્ષને નિશ્ચિત કરવાનું કામ આ સાધુપણું જ કરે છે. સર્વવિરતિથી સર્વકર્મથી રહિત બનાય છે - એ યાદ રાખવું. સ. મનુષ્યપણું પણ દુર્ગતિ ? શાસ્ત્રમાં મનુષ્યજન્મ વખાણ્યો છે ને ? એ તો સાધુપણું અપાવે છે માટે વખાણ્યો છે, મેળવવાજેવો છે માટે નથી વખાણ્યો. મેળવવાજેવો મોક્ષ કે મનુષ્યપણું ? મનુષ્યપણું દુર્લભ છે – એ પ્રમાણે (૧૬)Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162