________________
સ. આતાપનાથી કોમળતા જાય ?
તડકામાં મજૂરી વગેરે કરનારાના હાથ-પગ જોયા છે ? કેવા કઠોર સ્પર્શવાળા હોય છે ? આપણા હાથ-પગ દબાવે તો છોલાઇ જાય એવા હોય. એક વાર આવા જ એક ભાઇએ રાત્રે અડધા કલાક સુધી આચાર્યભગવન્તના પગ દબાવ્યા. સવારે ઉપાધ્યાયજી મહારાજે જોયું તો સાહેબના પગ છોલાઇ ગયા હતા. આચાર્યભગવન્ત પગ દબાવવાનું પણ ન કહે અને પગ છોલાય એ રીતે દબાવતા હોય તો ના પણ ન પાડે.
સ. એ મહાપુરુષ હતા ને?
ન
તમારે જલસા કરવા છે માટે તેમને મહાપુરુષ કહેવા છે ને ? આપણા જલસા જળવાતા હોય તો બીજાને મહાપુરુષ કહેવા તૈયાર થવું અને આપણા જલસા જતા હોય તો મહાપુરુષને ગાળ આપવી - આ નીતિ સારી નથી. ગુણ નથી ગમતા અને સુખ જ ગમે છે, એનો આ પ્રતાપ છે. આચાર્યભગવન્ત ન બોલતા હોય તો આપણે કઇ રીતે બોલાય – એવું વિચારવાના બદલે એ તો મહાપુરુષ હતા માટે ન કહે આપણે તો કહેવું પડે.... એવું વિચારે તો સુધારો ક્યાંથી થાય ? આજે અમારાં સાધુસાધ્વી તો ચાલાક છે. સારા પગ દબાવનાર મળે તો તેને વાતે વળગાડે. તેને રસ પડે તે માટે તેના અંગત જીવન અંગે પૂછે. કારણ કે વાતે વળગે તો પગે વળગે ને ? આવી સુખની લાલસાવાળા સાધુપણું કઇ રીતે પાળી શકે ? આજના ધર્માત્માનું આ લક્ષણ છે કે ઇચ્છા થયા પછી તેને મારવા કે હઠાવવા માટે પ્રયત્ન ન કરે, તેને પરિપૂર્ણ કરવા મહેનત કરે.
સ. શ્રાવક પોતાના મોભા પ્રમાણે રૂપરંગ રાખે ને ?
વિષયની આસક્તિ થાય કે વધે એવા રૂપરંગ શ્રાવક ન રાખે. કારણ કે શ્રાવકને સાધુ થવું છે. અહીં તમે શેના માટે આવ્યા છો ? સાધુ થવા માટે જ ને ?
જ
સ. કંઇક પામવા માટે.
કંઇક પામવા માટે કે બધું જ પામવા માટે ? અમે પણ તમને દેશના સંભળાવીએ તે કંઇક પમાડવા માટે નહિ, સાધુ બનાવી મોક્ષે પહોંચાડવા માટે સંભળાવીએ છીએ. વેપારી દુકાન ખોલે તો બધું વેચવા માટે કે થોડું ? દુકાનદાર આવેલા ગ્રાહકને પણ સૌથી કીમતી વસ્તુ પહેલાં બતાવે ને ? પછી એ પોસાય એવી ન હોય તો બીજી
(૧૦૮)