Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 160
________________ પુસ્તકનો પણ પરિગ્રહ ગણાતો હોય તો બીજી વસ્તુ માટે શું કહેવું ? આ જ અધ્યયનમાં અંતે સાધુભગવંન્તનું વિશેષણ આપ્યું છે - “લહુભૂયવિહારિણો’. લઘુભૂત થઈને વિહાર કોણ કરી શકે? જે પરિગ્રહ વગરના હોય તે જ ને ? આજે સાધુસાધ્વીનો સામાન જોઈને ગૃહસ્થને ત્રાસ ઊપજે તો નવાઈ નહિ. આ વિષમ દશમાંથી બહાર નીકળવું હશે તો મમત્વ માર્યા વિના અને બિનજરૂરી સમાન ઘટાડ્યા વિના નહિ ચાલે. નિર્ઝન્થ તે જ બની શકે કે જે મહેષી હોય. આથી છેલ્લું વિશેષણ ‘મહૈષી’ આપ્યું છે. મહૈષી એટલે મહાનને ઈચ્છવાના સ્વભાવવાળા. મહાન શું છે? સંસારનું સુખ કે મોક્ષ? અહીં ટીકામાં મહાન તત્ત્વ તરીકે મોક્ષ બતાવ્યો છે. ઊંચામાં ઊંચું દ્રવ્ય કહો, ઊંચામાં ઊંચો ગુણ કહો કે ઊંચામાં ઊંચો પર્યાય કહો, તે એક આ મોક્ષ જ છે. જેને મોક્ષની ઈચ્છા હોય તે જ પરિગ્રહ વગરના બને. જેને મોક્ષની ઈચ્છા ન હોય તે નિર્ચન્થ ન હોય. જે નિર્ગસ્થ ન હોય તે સ્વપરત્રાતા ન હોય. જે સ્વપરત્રાતા ન હોય તે વિપ્રમુક્ત ન હોય અને જે વિપ્રમુક્ત ન હોય તે સંયમમાં સુસ્થિત ન હોય. હવે મૂળ પકડાયું ને? સંયમમાં અરતિ થતી હોય તો તેનું મૂળ કારણ એક જ છે કે મોક્ષની ઈચ્છા નાશ પામી છે. “સંયમમાં અરતિ થાય છે તેનું કારણ મોક્ષેચ્છાનો અભાવ છે... આ નિદાન વરસો પહેલાં શ્રી શય્યભવસૂરિ મહારાજે કરેલું છે. આમ છતાં આજે સાધુસાધ્વીને જો કહીએ તો માનવા તૈયાર થાય ખરા ? આજે તો તરત દલીલ કરે કે – “જો મોક્ષની ઈચ્છા ન હતી તો અહીં આવ્યા શા માટે ? આ તો દુઃખ સહન થતું નથી માટે અરતિ થાય છે. ગુરુભગવન્ત કે સહવર્તી તેમનો સ્વભાવ સુધારે તો અમે પણ રહેવા તૈયાર છીએ'. આ બધો જ પાંગળો બચાવ છે. મુખ્ય કારણ એક જ છે, મોક્ષમાં જવું નથી. અહીં મહેફી પદનો અર્થ કરતી વખતે જણાવ્યું છે કે મહાષિતું શીયસ્થ - અહીં શીલાર્થક રૂનું પ્રત્યય કર્યો હોવાથી “મોક્ષને ઈચ્છવાનો સ્વભાવ છે જેનો' – એવો અર્થ થાય છે. એકાદ વાર મોક્ષની ઈચ્છા થાય એટલાથી નિસ્તાર ન થાય. એ ઈચ્છા સ્વભાવભૂત બની જવી જોઈએ. એક વાર મોક્ષે જવાનો ભાવ આવ્યા પછી તેને ટકાવવો પડે. તે માટે સંસાર છોડવો પડે, સુખ ઉપરથી નજર હઠાવવી પડે, વિષયકષાયની પરિણતિ મારવી પડે, ગુરુની-ભગવાનની આજ્ઞા માનવી પડે તો પછી મોક્ષેચ્છા ટકે અને સ્વભાવગત બની જાય. આવા ગુણોથી યુક્ત સાધુભગવન્તો જ અનાચારનું વર્જન કરી આચારના પાલન દ્વારા મોક્ષની સાધના કરવા માટે સમર્થ બને છે. (૧૫૭)

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162