________________
બની શકે. દુઃખ ભોગવવું પડે તો ભોગવી લઈશ પણ બીજાને દુઃખ નથી આપવું અને સુખ જતું કરવું છે પણ બીજાનું સુખ ઝૂટવી લેવું નથી : આ રીતે પરનો વિચાર કરવામાં જ સ્વનું કલ્યાણ સમાયું છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ તેની બીજા પર શું અસર પડે છે તેનો વિચાર કરવાના સ્વભાવવાળો સ્વપરવાતા બની શકે. જે પરિગ્રહ રાખે તે બીજાને દુઃખી બનાવ્યા વગર ન રહે તેથી સ્વપરત્રાતા પછી નિગ્રંથ વિશેષણ આપ્યું છે. જે નિર્ઝન્થ હોય તે સ્વપરત્રાતા બને. જે ગ્રન્થિ એટલે પરિગ્રહવાળો હોય. તે બીજાના અને પોતાના અકલ્યાણનું કારણ બન્યા વિના ન રહે.
જેને સ્વપરત્રાતા બનવું હોય તેણે બીજાના દુ:ખનો વિચાર કરવો પડશે અને તે માટે નિર્ચન્થ બનવું પડશે. આપણો પરિગ્રહ બીજાને દુઃખી બનાવ્યા વિના ન રહે. તમારી ભાષામાં કહીએ તો જેની પાસે સામાન વધારે હોય તેને મજૂરની જરૂર પડે. આજે સિદ્ધગિરિની યાત્રાએ જનારા સામાન ઊંચકવા માટે કે નાના છોકરાને ઊંચકીને લઈ જવા માટે રાખેલ છોકરીનો ય કસ કાઢી લે ને ? થેલી પણ આપે, છોકરું પણ ઊંચકાવે અને પૈસા એકના આપે. પાછા બોલે કે તારે એ તીર્થ. આવાને તીર્થ કઈ રીતે તારે ? જેને તરતાં આવડે તેને તીર્થ તારે. બાકી તો એ જ તીર્થ ડુબાવનાર બને! તરવું હશે તો ઉદારતા કેળવવી પડશે. જેટલા નંગ હોય એસ્સા ઉપાડનારા કરવાના અને મોંમાંગ્યા દામ આપવાના, તો યાત્રા ફળે. જેની પાસે લોભનો પરિગ્રહ હોય તે બીજાને દુભવ્યા વિના ન રહે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. ત્રણ વેદ, હાસ્યાદિ કર્ક, મિથ્યાત્વ અને ચાર કષાય એમ ચૌદ પ્રકારનો અભ્યન્તર પરિગ્રહ છે. આ બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહ વગરના હોય તેને નિર્ચન્થ કહેવાય. આજે સાધુપણામાં પણ આ પરિગ્રહ વધતો ગયો છે. દીક્ષા લેતી વખતે ઉપધિ છાબમાં સમાઈ જતી હતી, હવે તો ખોખામાં પણ સમાતી નથી. જેની પાસે વસ્તુ વધારે હોય તેને મમત્વ નડ્યા વગર ન રહે. સાધુપણામાં પણ બિનજરૂરી વસ્તુઓનો પરિગ્રહ વધતો ચાલ્યો છે. પહેલાં અમારે ત્યાં નવા સાધુને ભણવા માટે એક પુસ્તક અપાતું. એ આખું ભણાઈ જાય, કંઠસ્થ થઈ જાય એટલે તે પાછું આપીને બીજું લેવાનું. આજે તો નાના સાધુ-સાધ્વી પણ પુસ્તકના થોથા રાખતા થઈ ગયા. જેની પાસે પુસ્તક વધારે તે વધુ વિદ્વાન : એવું લોકો માનતા થઈ ગયા અને અસલમાં ‘ઠોઠ વિદ્યાર્થીને ઝાઝાં વાનાં જેવી હાલત છે. અમારા પંડિતજી જ્યારે ભણાવતા ત્યારે અમે પંડિતજીની સામે જોવાને બદલે પુસ્તકમાં જોઈએ તોપણ પંડિતજી ગુસ્સે થતા. “કિતાબ મેં ક્યા દેખતે હો, હમ કહ રહે હૈ ઉસ પર ધ્યાન રખો...' એમ ટકોર કરતા. આજે પુસ્તકોના આધારે ભણવાના કારણે જ્ઞાન પુસ્તકમાં રહ્યું અને મગજ તો ખાલીને ખાલી રહ્યાં.
(૧૫૬)