Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 158
________________ ભાવ છે એ વિચારવાને બદલે આપણા માટે ગુરુની આજ્ઞા કઈ છે તે જોવાનું કામ કરે તે સાધુપણું સારામાં સારું પાળી શકે. આપણે ગુરુના ભાવથી નહિ, ગુરુની આજ્ઞાથી તરવાનું છે. ગુરુભગવન્ત હિતમાં પ્રવૃત્તિ કરાવે, અહિતમાંથી નિવૃત્તિ કરાવે, આપણી પ્રત્યે મમત્વભાવ ન રાખે, આપણી ભૂલો ચલાવી લેવાને બદલે સુધારવા પ્રયત્ન કરે એ જ એમની લાગણી છે – એમ સમજી લેવું. સંયમના પાલન માટે આનાથી વધુ બીજી કઈ લાગણી જોઇએ ? વિષય અને કષાયથી વિપ્રમુક્ત થયા વિના સંયમમાં સ્વસ્થ અને સુસ્થિત નહિ બનાય. સંયમમાં અસ્થિરતા કે અસ્વસ્થતા આવતી હોય તો તે વિષયની આસક્તિના કારણે અને કષાયની આધીનતાના કારણે. ગમે તેટલો ભણેલો હોય, અક્કલવાળો હોય કે નિપુણ હોય પણ જો તેને વિષયથી નિવૃત્ત થતાં ન આવડે તો તેની પાસે અક્કલનો છાંટો નથી, નિપુણતાનો લેશ નથી અને બુદ્ધિનો અંશ નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયો ભોગવવાદેવા નથી-એવું જે માને તેને જ સાધુપણું સમજાયું છે. જેઓ ત્યાગ કરતાં હોય પણ તેમનું મન ભોગમાં હોય તેવા સાધુપણું પાળી ન શકે. સ. અભ્યન્તર પરિણતિનો ખ્યાલ અમને ક્યાંથી આવે ? ને પોતાના માટે સારામાં સારી રસોઈ બનાવી છે એવું જાણવા છતાં કારણ વગર વહોરી જાય તો સાધુપણામાં ખામી છે – એમ માનવું પડે ને? ભગતને રાજી રાખવા માટે તેના આગ્રહ ખાતર આધાકર્માદિ દોષથી દૂષિત આહારાદિ લે તેની અભ્યન્તર પરિણતિ સારી ક્યાંથી હોય? જીર્ણ શેઠ રોજ વિનંતિ કરવા છતાં ભગવાન પારણે ભિક્ષા લેવા તેમને ત્યાં ન ગયા. તે ભગવાનના સાધુ ભગતને રાજી રાખવા માટે આધાકર્માદિ દોષથી દૂષિત આહારાદિ વહોરે - તે ચાલે? જે ભોગથી વિરામ પામે તે જ સંયમમાં સુસ્થિત બની શકે. ભોગમાં આસક્ત અને પ્રવૃત્ત સંયમમાં અધીરો બન્યા વિના ન રહે. સાધુપણામાં રસનેન્દ્રિયનો વિષય સૌથી વધારે નડે છે. આથી જ રસનેન્દ્રિયના નિગ્રહથી શરૂઆત કરવી છે. સંયમમાં સુસ્થિત અને વિપ્રમુક્ત પછી ત્રીજું વિશેષણ આપ્યું છે-“સ્વપરત્રાતા'. જે સ્વપરનો ત્રાતા બને તે જ વિમુક્ત બને. જે સ્વપરના ત્રાતા એટલે કે રક્ષક ન હોય તેઓ છ જવનિકાયની હત્યામાં પ્રવૃત્ત હોવાથી વિપ્રમુક્ત બની શકતા નથી. અનુકૂળતા છોડી સુખનો રાગ મારી દુઃખ ભોગવવા તત્પર બને તે જ સ્વપરત્રાતા (૧૫૫)

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162