Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 143
________________ સાંકળનો પ્રહાર કર્યો. ત્યારે તેને રાણીએ કહયું કે - મારી ઉપર ગુસ્સો ન કર ! અન્તઃ પુરનો રક્ષક નવો આવ્યો છે તે ઊંઘતો જ નથી. તે જોતો હતો એટલે મોડું થયું. આ સાંભળીને મહાવતનો ગુસ્સો શાંત થયો... આ બધું જોઇને પેલો અંતઃપુરનો રક્ષક વિચારે છે કે આટલું કડક રીતે ધ્યાન રાખવા છતાં આવી રાણીઓ પણ જો આ રીતે વર્તે છે તો બીજાને શું કહેવું ?... આમ વિચારી તે ઊંઘી ગયો. ઘણા દિવસથી સૂતો ન હોવાથી એવો ઊંઘ્યો કે સવારે ઊઠ્યો જ નહિ. લોકો ભેગા થયા, તેને જગાડવા માટે પ્રયત્ન કરે છે પણ તે તો ઊઠતો જ નથી. એટલે રાજાએ પણ કહ્યું કે – તેને ઊંઘવા દો ! ઘણી વારે એની મેળે જ્યારે તે જાગ્યો ત્યારે રાજાએ એ અંગે તેને પૂછ્યું. આથી તેણે અત્યાર સુધી કેમ ઊંઘતો ન હતો અને આજે કેમ ઊંઘ આવી – એ બધી વાત શરૂઆતથી માંડીને છેક સુધી કરી. અન્તે કહ્યું કે – કોઇ એક રાણી દુઃશીલ છે, કોણ છે તે હું જાણતો નથી. – આથી રાજાએ દુરાચારિણી રાણીને ઓળખી લેવા માટે એક વાર એક માટીનો હાથી બનાવરાવ્યો. એની પૂજા કરીને બધી રાણીઓને તે હાથીને ઓળંગી જવા જણાવ્યું. બધી રાણીઓએ રાજાના કહેવા પ્રમાણે કર્યું. પરન્તુ એક રાણીએ કહ્યું કે મને ડર લાગે છે. એટલે રાજાએ તેણીને કમલથી પ્રહાર કર્યો. તેથી તે મૂર્છા પામી. એનાં ઉપરથી રાજાને ખાતરી થઇ ગઇ કે આ જ રાણી દુરાચારિણી છે. રાજાએ તેણીને કયું કે મદોન્મત્ત હાથી ઉપર ચઢે છે અને માટીના હાથીથી ડરે છે ? સાંકળથી પ્રહાર કરાયો છતાં મૂર્છા ન પામી અને કમલથી પ્રહાર કર્યો, તો મૂર્છા પામી ? આ પ્રમાણે કહીને તેણીના શરીર ઉપરના સાંકળના પ્રહારનાં ચિહ્નો જોઇને ચોક્કસ નિર્ણય કર્યો, ત્યારે રાણીના દુરાચારથી ગુસ્સે થયેલા રાજાએ હાથી, મહાવત અને રાણી ત્રણેને મોતની સજા કરવાના ઇરાદે પર્વતની ખીણની ધાર ઉપર ચડાવ્યા અને મહાવતને કહ્યું કે હાથીને ત્યાંથી ખીણમાં પાડ. હાથીએ એક પગ ઊંચો કર્યો. એટલે લોકોએ કહયું કે- ‘હાથી તો તિર્યંચ છે, એ શું જાણે ? એનો વાંક નથી, વાંક તો આ બેનો છે. આથી રાણી અને મહાવતને જ મારવા જોઇએ...' આ પ્રમાણે સાંભળવા છતાં રાજા રોષને છોડતો નથી. ક્રમે કરીને હાથીએ ત્રણ પગ ઊંચા કર્યાં અને એક પગ ઉપર સ્થિર રહયો. ત્યારે લોકોએ આક્રન્દ સાથે કહયું કે આવા રત્નસ્વરૂપ હાથીનો નાશ ન કરો, ન કરો. આથી રાજાએ મહાવતને કહ્યું કે આ હાથીને તું પાછો ઉતારી શકીશ ? મહાવતે કહ્યું કે ચોક્કસ ઉતારી શકીશ પણ એક શરતે; અમને બંનેને અભય આપો તો ! રાજાએ કહ્યું કે તમને અભય આપ્યું. ત્યાર પછી મહાવતે (૧૪૦)

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162