Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 145
________________ સ. ઘણા લોકો કહે છે કે તિથિની ઝંઝટમાં શા માટે પડો છે ? તેનાથી ક્યાં મોક્ષ મળવાનો છે? આમે યદ્રવ્યચારિત્રથી મોક્ષ નથી મળવાનો, ભાવચારિત્રથી જ મોક્ષ મળવાનો છે તો ચારિત્ર પાળવાની ઝંઝટમાં શા માટે પડવું? અને લોકોને ચારિત્ર લેવાનો ઉપદેશ પણ શા માટે આપવાનો? જે લોકો આવું બોલતા હોય તેમને અમે સમજાવવા તૈયાર છીએ. સ. એ લોકો આવવાની ના પાડે છે. તો પછી એમની વાતમાં પોલ છે – એમ માનવું પડે ને ? અમે અમારી વાત એકાન્તમાં પણ સમજાવવા તૈયાર છીએ, જાહેરમાં પણ સમજાવવા તૈયાર છીએ, લખી આપવા પણ તૈયાર છીએ. કારણ કે અમારે આમારા ઘરનું કશું કહેવાનું નથી. જેઓ ના પાડે છે તેઓ બોદા છે - એમ જ માનવું રહયું ને? જેનો ઢોલ ટેલો હોય તે જ ઢોલ વગાડવાની ના પાડે ને ? અસલમાં એ લોકોનો ઉદ્દેશ અત્યારે એકતા કરવાનો છે, મોક્ષનો નહિ. આ એકતા કોઈ કાળે થવાની નથી. જેના ઉદ્દેશમાં ફરક હોય, જેની પ્રતિક્રમણાદિ ક્રિયામાં ફરક હોય, તેવાની સાથે એકતા કઈ રીતે થાય. જેની સાથે માન્યતાભેદ હોય તેની સાથે એકતા કરવી એનો અર્થ જ એ છે કે આપણી શાસ્ત્રીય માન્યતા મૂકી દેવી. આવી એકતા કરવાના બદલે આપણને જે શુદ્ધ માર્ગ મળ્યો છે તેની આરાધના કરી આત્મકલ્યાણ સાધીને જતા રહેવું છે. આ બીજા અધ્યયનના અને એના અર્થનું સમાપન કરતાં જણાવે છે : एवं करंति संबुद्धा पंडिया पवियक्खणा । विणियटति भोगेसु जहा से पुरिसुत्तमो तिबेमि॥२-११॥ જેઓ સંબંધ, પંડિત અને પ્રવિચક્ષણ છે તેઓ એ પ્રમાણે કરે છે કે જેમ પુરુષોમાં ઉત્તમ એવા શ્રી રહનેમિ ભોગોથી પાછા ફર્યા તેમ તેઓ પણ ભોગોથી પાછા ફરે છે. આ પ્રમાણે તને હું કહું છું : આ અગિયારમી ગાથાનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેઓ સંબુદ્ધ છે એટલે કે સમ્યગ્દર્શનને પામેલા છે, જેઓ પંડિત અર્થ સમ્યજ્ઞાની છે અને પ્રવિચક્ષણ એટલે કે ચારિત્રના પરિણામવાળા જેઓ છે તેઓ વિષયોના ઉપભોગથી વિરામ પામનારા હોય છે. આથી સ્પષ્ટ છે કે જેઓ વિષયભોગથી વિનિવૃત્ત બને છે તેઓ જ ખરી રીતે સંબુદ્ધ, પંડિત અને (૧૪૨)

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162