Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 147
________________ આ ત્રણે છે ને? એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ? અવિરતિથી બચવા માટે કે અવિરતિના બચાવ માટે ? જે શ્રદ્ધાવાળો હોય તે પોતાની અવિરતિનો બચાવ ન કરે, અવિરતિથી બચવા માટે મહેનત કરે. કોઈ પૂછે કે દીક્ષા કેમ નથી લેતા, તો માથે હાથ દેવાનો અને કહેવાનું કે સારું થયું યાદ કરાવ્યું. મને તો યાદ પણ નથી આવતું. અવિરતિનો બચાવ કરે તે સમકિતી નહિ, અવિરતિ માટે રોયા કરે તેનું નામ સમકિતી. જ્ઞાની તે કે જે પોતાના દોષનો બચાવ ન કરે. દોષ સેવે એ બને, દોષની ખાણ હોય એ ય બને પણ બચાવ તો ન જ કરે. કોઈ દોષ બતાવે તો ય ગુસ્સો ન આવે. આપણને તાવ આવ્યો હોય અને કોઈ કહે તો ગુસ્સો આવે ? તેમ અવિરતિ વગેરે દોષો આપણામાં પડ્યા હોય ને કોઈ બતાવે તો ગુસ્સો ન આવે ને ? જ્ઞાની અને શ્રદ્ધા- સંપન્ન ક્યારે ય પોતાના દોષનો બચાવન કરી શકે. મળેલા જ્ઞાનનો ઉપયોગ છડું શોધવા માટે નથી કરવો, છિદ્રોને પૂરવા માટે કરવો છે. યુદ્ધમાં ગયેલો છડું શોધે તો યુદ્ધનો બોધ નથી- એમ માનવું પડે ને? યુદ્ધમાં હણાવું નહિ અને સામાને હણવું - એવો પરિણામ તે બોધ. યુદ્ધમાં ઘા લાગે નહિ અને અચૂક ઘા કેવી રીતે કરવા તેનું જ્ઞાન મેળવીને જવું તે પંડિતાઈ અને સલામત અંતરે રહીને કુશળતાપૂર્વક સામાના ઘાને નિષ્ફળ બનાવી અચૂક ઘા કરીને જય મેળવવો તે પ્રવિચક્ષણતા. જે દીક્ષા લે તેને એટલી તો ખબર હોય ને કે સાધુપણામાં જલસા નથી કરવાના, બાવીસ પરિષહ વેઠવાના છે. સાધુપણામાં જલસા ટાળીને પરિષહ વેઠવાના છે- એવું માનવું તે બોધ. કઈ રીતે જલસા ટાળવા અને પરીષહ વેઠવા શું શું કરવું જોઈએ તે જાણવું તે જ્ઞાન અને કોઈ પણ રીતે પરિષહને જીત્યા વગર ન રહેવું તે પ્રવિચક્ષણતા. જે પાંચે વિષયોમાં મગ્ન હોય તેને બોધ પણ નથી, જ્ઞાન પણ નથી ને નિપુણતા પણ નથી. આ ત્રણ ગુણો હોય તો વિષયોનો ત્યાગ હોય જ અને વિષયોનો ભોગવટો ન હોય તો આ ત્રણ ગુણો છે – એમ સમજવું. જેનામાં આ ત્રણ ગુણો ન હોય અને ભોગવટાનો ત્યાગ દેખાતો હોય તો તે ત્યાગ નથી- એમ સમજી લેવું. બહારગામ જતી વખતે પેટીમાં સમાતો ન હોવાથી જે સામાન પડી રહ્યો હોય તેનો ત્યાગ કર્યો કહેવાય કે ન છૂટકે મૂકી રાખ્યો કહેવાય? ભોગવવું નથી માટે ન ભોગવે તે ત્યાગ કહેવાય, ભોગવાય એવું નથી માટે ન ભોગવે તે ત્યાગ નહિ. આપણે ક્યાં ઊભા છીએ - એ વિચારી લેવું. આપણે ત્યાગ કરીએ ખરા ? કરીએ તો કેટલો કરીએ ? અને તે પણ ભોગવવું નથી માટે ત્યાગ કરીએ? કે ભોગવાય એવું નથી માટે કરીએ ? આપણા દોષોનું નિદાન આપણે જાતે જ કરવું પડશે. જે પોતાના દોષનો બચાવ કરે (૧૪૪)

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162