Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 153
________________ સ. થોડી હળવાશ મળે તો સારું ? હળવાશ શેના માટે ? સંસારમાંથી નીકળવું છે ને ? જો નીકળવું હશે તો ઢીલાશ કર્યો નહિ ચાલે. કડકાઈ કરવી જ પડશે. સ. સંસારમાં રહ્યા છીએ ત્યાં સુધી જોઈએ ને ? સંસારમાં રહ્યા છો તો જલસા કરવા રહ્યા છો કે નીકળવા માટે ? સ. અનિચ્છાએ રહ્યા છીએ. અનિચ્છાએ રહ્યા છો - એ વાત સાચી પણ મોક્ષની અનિચ્છાએ રહ્યા છો કે સંસારની ? જેને મોક્ષની ઈચ્છા જ ન હોય તે કઈ રીતે કહી શકે કે સંસારમાં અનિચ્છાએ રહ્યા છીએ ? સ. મોક્ષની ઈચ્છા મંદ છે. મંદ હોય તો વાંધો નહિ. મંદ ઈચ્છા હોય તો કોઈકના કહેવાથી પણ નીકળો : ને? ધીમે ધીમે પણ પગલાં માંડો ને ? શ્રી શાલિભદ્રજીની ઈચ્છા મંદ હતી અને શ્રી ધન્નાજીની ઉત્કટ હતી આથી શ્રી ધન્નાઈ એક જ ઝાટકે છોડીને ચાલ્યા ગયા. તમારી ઈચ્છા મંદ હોય તો ધીરે ધીરે એક એક વસ્તુ પણ શ્રી શાલિભદ્રજીની જેમ છોડવી છે? સ. શ્રી શાલિભદ્રજીની ઈચ્છા મંદ હોય તો અમારી તો તેમના કરતાં મંદતર મંદતર જ નહિ, મંદતમ કહેશો તો ય માની લઈશ પણ તમે માત્ર બનાવટ ન કરશો. બાકી તો મંદ ઈચ્છા છે – એવું બોલતાં દુઃખ ન થતું હોય તો માનવું પડે ને કે બનાવટ કરો છો ? જો મોક્ષની મંદ પણ ઈચ્છા હોય તો કોઈ દિવસ સાધુભગવાને જઈને પૂછયું છે કે – “તમે સંસાર કેવી રીતે છોડ્યો ? મારાથી કેમ છૂટતો નથી ?' શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી અનાથી મુનિને એ રીતે પૂછ્યું કે જેથી પોતે સમ્યક્ત તો પામ્યા તથા એક ભવના આંતરે તીર્થંકરપદ નિકાચિત કરવા દ્વારા સિદ્ધિ નિશ્ચિત કરી લીધી. એમની સાધના કેવી અને સિદ્ધિ કેવી ? (૧૫૦)

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162