Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 154
________________ સ. એમનો થોડો પણ ધર્મ ભાવધર્મ હતો, અમારો તો દ્રવ્યધર્મ છે. માત્ર દ્રવ્યધર્મ છે – એમ બોલીને ચાલશે? દ્રવ્યથી વિસ્તાર થવાનો? દ્રવ્ય ભોજન ચાલે? રોટલીના બદલે લોટ પીરસે, ભાતના બદલે ચોખા પીરસે તો ચાલે ને ? દ્રવ્યથી પણ ધર્મ હોય તો તેને ભાવધર્મ સુધી પહોંચાડવો છે. શ્રી શ્રેણિક મહારાજાનું દુઃખ ન ટળ્યું છતાં સિદ્ધિ બરાબર મેળવી લીધી. અજ્ઞાન ટાળ્યું, મિથ્યાત્વ ટાળ્યું, વિરતિને નજીક લઈ આવ્યા. સગા દીકરાના સો સો ફટકા રોજ ખાવા છતાં આર્તધ્યાન ન થાય તેવી સમાધિ કેળવી લીધી હતી. જાણે નરકનાં દુઃખો ભોગવવાની શરૂઆત અહીંથી જ કરી લીધી હતી. જેને સંયમમાં સુસ્થ થવું હશે તેણે દુઃખ વેઠવાની તૈયારી કરી લેવી પડશે. અપરાધની સામે ન જુએ અને ભગવાનની આજ્ઞા સામે જોયા કરે તે દુઃખ મજેથી વેઠી શકે. ક્યા ગુનાની સજા છે – એમ કોઈને પૂછવું નહિ અને સામાનો કયો ગુનો છે-એ પણ જેવું નથી. આજે તો ગુરુમહારાજ બોલે તો ય પૂછે કે આમાં મારો શો વાંક છે? કદાચ વ્યાખ્યાન-વાચનામાં મોઘમ કહ્યું હોય તો ઊડ્યા પછી કહેવા આવે કે મારા માટે વાત કરતા હો તો આપની ગેરસમજ થાય છે. આપણે કહેવું પડે કે તમારા માટેની વાત નથી, આ તો શાસ્ત્રકારોની વાત હતી એટલી સમજાવી. સ. વગર વાંકે દંડે તો ચાલે? એ ય વેઠી લેવાનું. ગુરુભગવન્ત જે કહે તે પ્રમાણ માની લેવાનું. સ. ગુરુનું ન માનવાનો ભાવ ન હોય પણ કારણ તો સમજવું જોઈએ ને ? * આપણે એક જ ભાવ રાખવાનો. ભગવાનની આજ્ઞા પાળવી છે અને જે દુઃખ પડે તે ભોગવી લેવું છે. કારણનો ખુલાસો ગુરુની પાસે માંગવાની જરૂર નથી. ભૂતકાળમાં, ગયા ભવોમાં પાપ આપણે કરેલું જ છે. આપણને જે દુઃખ આવે તે આપણી ભૂલના કારણે જ આવે ને ? બીજાની ભૂલના કારણે ન આવે ને ? સ. ન આવે. કોઈકની ગાડી નીચે આવી જાઓ તો વાંક કોનો ? આપણો કે ગાડી ચલાવનારનો ? (૧૫૧)

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162