Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 148
________________ તે ધર્મ કરવા માટે લાયક નથી. દોષોનો સ્વીકાર કરવો છે, તે પણ પ્રામાણિકપણે કરવો છે. કોઈનું મોઢું બંધ કરવા માટે દોષો સ્વીકારવાના નથી. કોઇકને તોડી પાડવા માટે જે એકરાર કરાય તે એકરાર કર્યો ન કહેવાય. દોષોનો એકરાર શા માટે કરવો છે? પેલો બતાવતો અટકે માટે ? કે આપણા દોષો છૂટી જાય માટે ? મિચ્છામિ દુક્કડ પણ આપણા અપરાધની શુદ્ધિ માટે આપવાનું છે, સામાના અપરાધને અટકાવવા માટે નહિ. જેઓ પોતાના અપરાધની શુદ્ધિ માટે મિચ્છામિ દુક્કડ નથી આપતા તેમનાથી ધર્મ દૂર-સુદૂર છે. શાસ્ત્રના પરમાર્થને પામવાનું, સમ્યગ્દર્શન પામવાનું કામ કેટલું દુષ્કર છે તે આના ઉપરથી સમજી શકાય છે ને ? આજે તો અમારાં સાધુસાધ્વી પણ અવિરતિનો બચાવ કરતા થઈ ગયા છે. સાધુપણામાં આવીને મને આચાર નથી પળાતાં એનું દુઃખ છે – એવું કહે એ ચાલે? મને ખ્યાલ ન હતો – એમ કહે – એ ય ચાલે? સાધુપણામાં આવનારને જ્ઞાન તો પૂરેપૂરું આપવામાં આવે છે, કચાશ શ્રદ્ધાની છે. આપણી ભૂલ ખ્યાલમાં આવી જાય અથવા કોઈ બતાવે ત્યારે એમ કહે કે જ્ઞાન તો ચોક્કસ હતું પણ પ્રમાદના કારણે ભૂલ થઈ છે. આપે જોયું, બતાવ્યું તો સારું થયું. હવે એ ભૂલ સુધારી લઈશ, બીજી વાર ન થાય તેની કાળજી રાખીશ. એ પ્રમાણે કહે તો સમજવું કે સમ્યમ્ દર્શન છે, સમ્યજ્ઞાન છે અને સમ્યક્યારિત્રનો ખપ છે. - અધ્યયનની છેલ્લી ગાથામાં નહીં રે પુરસુરમો કહયું છે. તેમાં કોઈ એવી શંકા કરે કે – “શ્રી રથનેમિજીને વિષયનો અભિલાષ થયો હતો તેથી તેમને પુરુષોત્તમ નહિ કહેવા જોઈએ... તો એ પ્રમાણે કહેવું બરાબર નથી. શ્રી રહનેમિળને વિષયનો અભિલાષ થયો હતો તેની ના નહિ, પરંતુ તેમ છતાં તેઓશ્રીએ એવી પ્રવૃત્તિ કરી નથી. ઉપરથી તેઓ વિષયાભિલાષથી પણ નિવૃત્ત બન્યા હતા. બોધ પામેલા કોને કહેવાય? જે વિષયમાં આસક્ત હોય તે? જે વિષયનો છૂટથી ઉપભોગ કરે છે? કે જે વિષયથી નિવૃત્ત થાય તે ? કાયર પુરુષો તો આવા વખતે અભિલાષાને તાબે થઈને વિષયમાં પ્રવૃત્ત થાય છે. શ્રી રનેમિશ તેવા ન હતા. તેઓશ્રી વિષયથી પાછા ફરી, ભગવાન પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્તની શુદ્ધિ કરી અંતે સિદ્ધ થયા હતા. તેથી “નહીં તે પુત્તમો” આ પ્રમાણે જે કહ્યું તે ઉચિત જ છે, તેમાં કશું જ અનુચિત નથી : એ યાદ રાખવું. (૧૪૫)

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162