Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 141
________________ તો અમારે શું કરવું ? તમારી અજ્ઞાનદશા આગળ તો અમારું જ્ઞાન પણ સાવ બૂઠું થઈ જાય એવું છે. આજે અમે ભલે ગમે તેમ વર્તીએ, ભગવાનનાં સાધુસાધ્વી આ રીતે ન વર્તે. સંન્યાસિની પૂછે છે કે સેવાનું ફળ શું કરું? જ્યારે અહીં ગૃહસ્થને સાધુસાધ્વી પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાધુને અને ગૃહસ્થને અરસપરસ ઉપકારની ભાવના હોતી નથી. ઉપકાર થઈ જાય એ જુદી વાત. આથી તો શ્રાવકોને મુધાદાયી અને સાધુઓને મુધાજવી કહ્યા છે. પેલા યુવાને તો સંન્યાસિનીને કહ્યું કે પેલી સ્ત્રી અને અનુકૂળ વર્તે-એવું કરી આપ. આથી પેલી સંન્યાસિનીએ પેલી પુત્રવધૂને ત્યાં જઈને કહ્યું કે ': અમુક યુવાન તને ઈચ્છે છે. તે વખતે તે સ્ત્રી વાસણ માંજતી હતી. સંન્યાસિનીની વાત સાંભળી બનાવટી ગુસ્સો કરીને રાખવાળા હાથથી તે સંન્યાસિનીના પીઠ પર હાથના પંજાની છાપ ઊઠે એ રીતે ધબ્બો મારીને પાછળના બારણેથી સંન્યાસિનીને કાઢી મૂકી. એના કારણે ડઘાઈ ગયેલી સંન્યાસિનીએ યુવાનને આવીને બધી વાત જણાવી અને કહ્યું કે તું તે સ્ત્રીને ભૂલી જા, એ તારું નામ પણ સાંભળવા રાજી નથી. પરંતુ ચાલાક યુવાન એ બનાવ ઉપરથી સમજી ગયો કે રાખવાળા હાથે પંજો મારીને પાછલે બારણેથી કાઢી છે તેથી કૃષ્ણ (વદ) પંચમીની અંધારી રાતે પાછલે બારણેથી મને આવવા માટે તેણીએ સંકેત કર્યો છે. સંકેત પ્રમાણે તે યુવાન પાછલે બારણેથી ગયો. ઘરની બહાર અશોકવાટિકામાં જઈને પોતાની ઈચ્છા મુજબ વિષયક્રીડા કરીને બંને જણા ત્યાં જ સૂઈ ગયા. તે વખતે તે પુત્રવધૂના સસરા લઘુનીતિ માટે બગીચામાં ગયા. ત્યાં પોતાની પુત્રવધૂને પરપુરુષ સાથે સૂતેલી જોઈ. એ પુરુષ પોતાનો પુત્ર નથી એની ખાતરી કરીને સસરાએ પુરાવા માટે તેના પગમાથી નૂપુર (ઝાંઝર) ધીરેથી કાઢી લીધું. છતાં પણ પુત્રવધૂને ખ્યાલમાં આવી ગયું. આથી તરત યુવાનને કહ્યું કે અહીંથી જલદી જતો રહે અને આપત્તિ વખતે સહાય કરજે. પોતે પુરાવા સાથે પકડાઈ ગઈ હોવાથી.... હવે રમખાણ મંડાશે, એમ સમજીને ચાલાક એવી વધૂએ બીજું નાટક કર્યું. યુવાનને રવાના કરીને એ સ્ત્રી ઘરમાં આવીને પોતાના પતિ પાસે આવીને સૂઈ ગઈ. થોડી વાર પછી પતિને જગાડીને કહે છે કે – અહીં બહુ ગરમી લાગે છે – ચાલો ને! આપણે અશોકવાટિકામાં જઈને સૂઈ જઈએ. પતિએ પણ તે પ્રમાણે કર્યું. ત્યાં પણ થોડી જ વારમાં પતિને જગાડીને કહ્યું કે – શું આ તમારા કુળને ઉચિત છે કે – સસરા મારા પગમાંથી નૂપુર કાઢી લે છે ? એ સાંભળીને ધણીએ કહ્યું કે – અત્યારે ઊંઘી જા ! સવારે મળશે. સવારે તેણીના સસરાએ પોતાના પુત્રને બધી વાત કરી અને કહ્યું કે (૧૩૮)

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162