Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 142
________________ તારી સ્ત્રી વ્યભિચારિણી છે. એ સાંભળીને પુત્રે ગુસ્સે થઈને કહ્યું કે એક તો ઝાંઝર કાઢયું અને ઉપરથી એને ખરાબ કહો છો ? અમે જ વાટિકામાં સૂતા હતા. ત્યારે પિતાએ પુત્રને કહ્યું કે મેં પરપુરુષને નજરે જોયો છે. છતાં તેમની વાત કોઈ માનતું જ નથી. પિતાપુત્ર વચ્ચે ઘણો વિવાદ થયો. ત્યારે વચ્ચે પડી પુત્રવધૂએ કહ્યું કે હું દિવ્ય કરીશ, મારે અપવાદવાળું જીવન જીવવું નથી. તરત જ સસરાએ કહ્યું કે તો દિવ્ય કરો. કારણ કે તેમને તો ખાતરી જ હતી. દિવ્ય માટે સ્નાન વગેરે કરીને ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરી, પૂજાની સામગ્રી લઈને નગરજનોની સાથે યક્ષના મંદિરમાં ચાલવા માંડી. દિવ્યમાં યક્ષમંદિરમાં યક્ષની મૂર્તિના પગ વચ્ચેથી નીકળવાનું હતું. જે અપરાધી હોય તે નીકળી ન શકે, જે શુદ્ધ હોય તે નીકળી જાય. આ બાજુ આ સ્ત્રી દિવ્ય કરવા નીકળી છે એવી જાણ થવાથી પેલો યુવાન ગાંડાનો ઢોંગ કરીને તેણીના રસ્તે સામેથી આવ્યો અને એને વળગી પડ્યો. લોકોએ તેને છૂટો કર્યો. ત્યાર બાદ તે સ્ત્રીએ યક્ષના મંદિરમાં જઈને તેની પૂજા કરીને યક્ષને કહયું કે મારા પતિ અને રસ્તામાં મને વળગી પડેલો પેલો ગાંડો માણસ : આ બે પુરુષને છોડીને બીજા કોઈ પણ પુરુષને જો જાણતી હોઉ (અર્થાત્ તેનો સ્પર્શ મેં કર્યો હોય, તો તું મને જાણી લે અર્થાત્ તારે જે કરવું હોય તે તું કરી લે. તે સ્ત્રીની આ કુટિલતાથી વિલખો પડી ગયેલો યક્ષ પણ વિચારમાં પડી ગયો કે - આ ધૂર્ત છે, આણે તો મને પણ છેતર્યો. આ તો સતી નથી છતાં અસતી નહિ ગણાય ... વગેરે વિચારે છે ત્યાં તો તે સ્ત્રી યક્ષના પગ નીચેથી આબાદ નીકળી ગઈ. આથી સર્વ લોકોએ તેને સતી માનીને તેના સસરાનો તિરસ્કાર કર્યો. આ બનાવ બનવાથી એ સ્થવિર પુરુષને પારાવાર દુઃખ થયું જેને લઈને તેને દિવસે કે રાત્રે ઊંઘ જ આવતી નથી. - આ વાત ધીરે ધીરે રાજાના કાને ગઈ. આ સ્થવિરને ઊંઘ નથી આવતીએ સાંભળીને ખુશ થયેલા રાજાએ તેને અન્તઃપુરની રક્ષાની જવાબદારી સોંપી. રાજાનો પટહસ્તી રાજગૃહની નીચે બંધાયેલો રહેતો હતો. આ બાજુ એક રાણી એ હાથીના મહાવતમાં આસક્ત હતી. રાત્રે એ રાણીને ઉપરના માળેથી હાથી નીચે ઉતારે અને સવારે પાછી ઉપર ચઢાવે. આ રીતે કેટલાય વખતથી ચાલતું હતું. આ નવો અંતઃપુરનો રક્ષક સૂતો ન હોવાથી એ દિવસે રાણી બેત્રણ વાર આવી અને તેને જાગતો જોઈ-જોઈને પાછી ફરી. એ જોઇને પેલા રક્ષકે સૂવાનો ડોળ કર્યો. આથી તેને સૂતેલો સમજીને રાણી રોજના ક્રમે હાથી ઉપરથી નીચે ઊતરી. રોજ કરતાં વિલંબ થવાથી તેની રાહ જોઇને બેઠેલા મહાવતે આવતાંની સાથે તેણીના પીઠ પર ગુસ્સાથી (૧૩૯)

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162