________________
થાય છે
એવું જાણીને ગામ છોડીને જંગલમાં જતા રહ્યા. ત્યાં ખાવાનું કોણ આપશે, નિર્દોષ આહાર કેવી રીતે લઇશું.... વગેરે કોઇ પણ જાતની ચિંતા ન કરી. કેવળ રાગને દૂર કરવા માટે પ્રયત્ન કરી લીધો. સુકુમારતાના કારણે બીજાને પણ કામેચ્છા થાય માટે તેનો ત્યાગ કરવો છે.
-
સ. ભૂલ સ્ત્રીની અને દંડ આપણને ?
જ
ગરમ સ્વભાવ અગ્નિનો છે પણ સાવધાની આપણે રાખવાની ને ? સ્ત્રી તો અગ્નિ કરતાં ય ભયંકર છે. વિષયો ઠારે નહિ, વિષયો તો ભવોભવ બાળવાનું કામ કરે. કુલવાલક મુનિએ કેવું કામ કર્યું ? આચાર્યભગવન્ત પ્રત્યે દ્વેષ હોવાથી પર્વત ઉપરથી ઊતરતી વખતે પાછળથી તેમને મારવા માટે તેમની પર શિલા ગબડાવી. એનો અવાજ સાંભળતાં જ આચાર્યભગવન્ત સાવધ થઇ ગયા, બે પગ પહોળા કરી નાંખ્યા તેની વચ્ચેથી શિલા જતી રહી, પોતે બચી ગયા. તે વખતે કુલવાલક મુનિને કહ્યું કે – તારું સ્ત્રીથી પતન થશે. આચાર્યભગવન્તનું વચન ખોટું પાડવા માટે સ્ત્રીનું દર્શન પણ ન થાય તેવી જગ્યાએ જઇને રહ્યા. છતાં છેવટે વેશ્યાના યોગે પતન પામ્યા ને ? કારણ કે વિષયોનો સ્વભાવ છે કે આપણે સાવધ ન રહીએ તો બાળ્યા વગર ન રહે.
સ. મયણાએ ઠાર્યા ને ?
1
મયણાસુંદરીએ ઠાર્યા તે પોતાની અને શ્રીપાળ મહારાજાની ઉત્તમતાના યોગે. આવી સ્ત્રી મળ્યા પછી પણ તેને જતી કરવા તૈયાર થયા, પોતાની રોગિષ્ઠ કાયાના સંસર્ગથી એનું સૌંદર્ય હણાય નહિ તે માટે સામેથી આવેલી સ્ત્રીને જતી કરે – એ શ્રીપાળમહારાજાની મહત્તા કેવી હશે ? ભગવાનના માર્ગમાં સ્થિત થયેલા હોય તો સ્ત્રીય ઠારે અને પુરુષય ઠારે. બાકી તો પુરુષ પણ બાળે અને સ્ત્રી પણ બાળે. ધર્મ પામેલાં, વિષયની ભયંકરતા સમજેલાં સ્ત્રી-પુરુષ પરસ્પરને ઠારે. પરંતુ એટલામાત્રથી વિષયોની મારકતા નાશ નથી પામતી. આથી વિષયોની ઇચ્છા નાશ પામે તે માટે આકરા ઉપાયો સેવવા જ પડશે. શરીર જોતાંની સાથે કાંતિ કે ઓજસ વગરનું લાગે એવું બનાવવું છે. વિષયની આસક્તિ દૂર કરવા શરીરને એવી રીતે કેળવવું છે કે જેથી વિષયો ઉપર કોઇ જાતનો રાગ ન રહે. શરીરને એવું કુરૂપ બનાવવું છે કે જેથી સંયમ સચવાઇ જાય. સનત્યુમાર ચક્રવર્તી જેવું રૂપ હોય તો સંયમ સચવાય કે ધન્નાકાકંદી જેવું બનાવીએ તો સંયમ સચવાય ?
(૧૦૭)