________________
સ. આ ભવમાં કેવળજ્ઞાન ક્યાં મળવાનું છે ?
આ ભવમાં કરોડપતિ - અબજોપતિ થવાની કોઈ શક્યતા નથી, તો તેનો પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું? જો અત્યારે કેવળજ્ઞાન મળવાનું નથી તો કેવળજ્ઞાનનું નામ શા માટે લો છો ? “મોક્ષ દૂર છે એવું બોલનારાએ “સિદ્ધા સિદ્ધિ મમ હિરતું બલવાનું પણ માંડી વાળવું જોઈએ ને? આજે કેવળજ્ઞાનનું અર્થપણું નાશ પામ્યું છે માટે “આ ભવમાં ક્યાં મળવાનું છે?' એમ કહીને તેની ઠેકડી ઉડાડવાનું શરૂ કર્યું છે. બાકી જેને કેવળજ્ઞાન જોઈતું હોય તેને તો વારંવાર તેની વાત સાંભળવી ગમે ને ? રાગ કોને કહેવાય? વારંવાર એની વાતો સાંભળવાનું મન થાય - તે જ ને ? આપણે
ત્યાં તો કેવળજ્ઞાનની વાત સાંભળતાં કેવળજ્ઞાન પામનારા મહાપુરુષો થઈ ગયા છે. શ્રી પૃથ્વીચંદ્ર તથા શ્રી ગુણસાગરનું કથાનક સાંભળ્યું છે ને ? શ્રી ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થયું તે જોઈને આશ્ચર્ય પામેલા સુધન નામના શ્રાવકને કેવળી ભગવંતે કહ્યું કે આના કરતાં ય અદ્ભુત અયોધ્યામાં જોવા મળશે. આ પ્રમાણે કેવળીભગવન્તનું વચન સાંભળીને તે શ્રાવક અયોધ્યાનગરીમાં ગયો. અને રાજસભામાં શ્રી પૃથ્વીચંદ્રરાજા સામે મસ્તક નમાવીને ઊભો રહ્યો. રાજાએ તેને પૂછ્યું કે દેશદેશાંતરમાં ફરતાં કાંઈક નવું-આશ્ચર્યકારક જોયું હોય તો કહો. ત્યારે સુધનશ્રાવકે શ્રી ગુણસાગરના કેવળજ્ઞાનનો વૃત્તાંત જણાવ્યો. એ સાંભળતાં શ્રી ગુણસાગરને ધન્ય કહેતાં કહેતાં શ્રી પૃથ્વીચંદ્રરાજાને ત્યાં જ રાજસિંહાસન પર કેવળજ્ઞાન થયું. આનું નામ પ્રભાવકતા ! પ્રભાવકતા ક્યાં ગણાય ? જ્ઞાન મળે તેમાં કે પૈસો મળે તેમાં ? માત્ર જાહોજલાલીમાં પ્રભાવકતા નથી સમાઈ, કેવળજ્ઞાનની નજીક જવામાં અને બીજાને લઈ જવામાં પ્રભાવકતા સમાઈ છે. કેવળજ્ઞાન પામવું હોય તે શાસ્ત્રજ્ઞાન પામવા મહેનત કરે કે કરોડોના પ્રોજેક્ટ પૂરા કરવા ? આજે તમને પણ શાસ્ત્રની વાતો કરનારા ગમે કે તમને ગમે એવી વાતો કરનારા ગમે? આજે તમે તો મુહપત્તી આડી રાખીને બોલે તેની ભાષા નિરવધ માનો ને ? મુહપત્તી આડી રાખે, હાથ આડો રાખે પણ શાસ્ત્રને આડું ન રાખે એવાની ભાષા સાવધ છે – એવું તમે માનવા તૈયાર થાઓ ખરા ?
જે છોડે તે ત્યાગી નથી, છોડ્યા પછી પાછું માંગે નહિ તે ત્યાગી છે. સાધુપણું લેતી વખતે શું શું છોડ્યું છે તે બરાબર જોઈ લેવાનું. વિષયો છોડ્યા, તો હવે ભોગવવા નથી. કષાય છોડ્યા, તો હવે કરવા નથી. પાપ છોડ્યું, તો ફરી પાપ કરવું નથી. મળેલું પુણ્ય પણ છોડી દીધું, તો હવે નવું ભેગું નથી કરવું. અનુકૂળતા મૂકીને
(૧૧૮)