Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 125
________________ રાજીમતીજીએ તેમની ચેષ્ટા ઉપરથી તેમના ભાવને જાણી તેમને પ્રતિબોધ પમાડવા માટે એક વાર મધુર ખીર વાપરીને મીંઢળના પ્રયોગથી એક પાત્રમાં તેનું વમન કર્યું અને જ્યારે શ્રી રહનેમિ આવ્યા ત્યારે તેમને તે વસેલું પીવા માટે કહ્યું. ત્યારે શ્રી રહનેમિએ કહ્યું કે - આ વસેલું તો કેવી રીતે પિવાય. ત્યારે શ્રી રામતીજીએ કહયું. કે – જો વમેલું ન પિવાય તો હું પણ શ્રી નેમિનાથ ભગવાન વડે વમન કરાયેલી છું તો મને પીવા (પરણવા) કેમ ઈચ્છે છે?... આ જ અનુસંધાનમાં આગળની ગાથા धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा। वंतं इच्छसि आवेडे, सेयं ते मरणं भवे ॥२-७॥ .. શ્રી રામતીજી પોતાને પરણવા ઈચ્છતા શ્રી રહનેમિને પ્રતિબોધ પમાડવા માટે તિરસ્કારપૂર્વક કહે છે કે, “હે યશની (અપયશની) ઈચ્છા કરનાર ! તને ધિક્કાર થાઓ, જે તે જીવવા માટે, વમેલી (પરમાત્મા દ્વારા ત્યજાયેલી) એવી મને પીવા (પરણવા) ઇચ્છે છે. આવું અકાર્ય કરવા કરતાં તો તારે મરવું સારું !' આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. કુલીન આત્માઓ પોતાની મર્યાદાનું કોઈ પણ રીતે અતિક્રમણ કરતા નથી. મર્યાદાનું અતિક્રમણ કરવું એના કરતાં મરવું શ્રેયસ્કર છે. તે જ ભવમાં કેવળજ્ઞાન જેમને થવાનું છે તેમને પણ જો આવા પરિણામ જાગવાની સંભાવના હોય તો જેને સંસારમાં ભવ બાકી છે તેણે તો કેટલી સાવધાની રાખવી જોઈએ ? આપણને તો ડગલે ને પગલે વમેલાની ઈચ્છા થાય છે ને ? પાંચે ઈન્દ્રિયના વિષયોનો ત્યાગ કરી ફરી તેને ઈચ્છે તે સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય, બધા જ ગંધનકુળના બનવાના. જે છોડ્યું છે તે પાછું ગ્રહણ નથી કરવું. આ પ્રમાણે દઢ નિશ્ચય જેનો હોય તે શાસન મજેથી આરાધી શકે. ધર્મનું સ્વરૂપ સમજાવ્યા પછી એ ધર્મનું સેવન કરતી વખતે વિષયમાં મન ખેંચાવાના કારણે અધૃતિ થાય છે, તેને દૂર કરવાનો ઉપાય આ બીજા અધ્યયનમાં જણાવ્યો છે. દર્દ થઈ જાય એનો વાંધો નથી પણ તેનો ઉપાય સેવવામાં પાછી-પાની ન કરે તે દર્દથી બચી શકે. દર્દનું કારણ નાબૂદ કર્યા વિના દર્દને દૂર કરવા મહેનત કરે તો તે દર્દી સાજે ન થાય ને? અને કદાચ દર્દી પથ્ય પાળવા રાજી ન હોય તો કડકાઈ કરીને પણ તેને અપથ્યથી દૂર કરવો પડે ને ? તેવી રીતે અહીં પણ વિષયના કારણે જેને સંયમમાં અરતિ થઈ હોય અને તેથી વિષય ટાળવાના બદલે સંયમને ટાળવા જે (૧૨૨)

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162