Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 130
________________ અપયશનો કામી હોય તે જ ભોગને ઇચ્છે. સ્ત્રીનું સેવન તો હમણાં પતી જશે પણ અપયશની ટીલી તો આખી જિંદગી સુધી માથે લાગવાની. સાધુભગવન્ત ઉદયમાં આવેલા અપયશનો પ્રતિકાર ન કરે પણ સાથે અપયશના અર્થી ન હોય. એટલે કે અપયશ થાય એવું કાર્ય ન કરે. ઝાંઝરિયા મુનિ, સુદર્શન શેઠ આદિને અપયશ ઉદયમાં આવ્યો તો વેઠી લીધો પણ અપયશ થાય તેવું કાર્ય ન કર્યું. કરોડો રૂપિયા કરતાં પણ કીમતી એવી આપણી આબરૂ વેચીને કોઇ કામ નથી કરવું. આથી જ કહે છે કે સેયં તે મળ મવે અસંયમથી જીવવું તેના કરતાં તો મરવું સારું ને ? આજે તો કહે કે સાધુપણામાં અસંયમથી જીવવું તેના કરતાં ગૃહસ્થપણામાં જવું સારું – આવાઓ પ્રતિજ્ઞા કઈ રીતે પાળી શકે ? માત્ર સાધુ-સાધ્વીની જ નહિ તમારી પણ ભેગી વાત છે. તમારા જીવનમાં પણ નાની-મોટી પ્રતિજ્ઞા હોય ને ? તેનું પાલન પણ આ રીતે જ કરવાનું. મરી જઉં તે બને પણ લીધેલી પ્રતિજ્ઞા નહીં છોડું-એટલું સત્ત્વ હોય તો જ પ્રતિજ્ઞા પળાય. આમ રાત્રિભોજનનો ત્યાગ કરે ને માંદગીમાં રાત્રે દવા લે -એ ચાલે ? નાની પ્રતિજ્ઞા પણ જો પ્રાણના ભોગે પાળવાની તૈયારી નહિ કેળવાય તો સાધુપણા સુધી કઇ રીતે પહોંચાશે ? શ્રી રાજીમતીજી કહે છે કે અસંયમ જીવનમાં જીવવા કરતાં મરવું સારું. આજે ગુરુભગવન્ત એમ કહે કે – ‘સંયમજીવનનો ઘાત કરીને અસંયમજીવન ર્જીવવું તે તમારા માટે શોભાસ્પદ નથી, આના કરતાં તો અનશન કરી લેવું સારું !' તો શું થાય. જોકે અત્યારે કોઇ અનશન કરવાની વાત કરવાનું નથી. છતાં પણ જો આવું કહે તો શું વિચાર આવે ? ગુરુને તો પોતાની આબરૂની પડી છે, આપણા પ્રાણની કાંઇ પડી નથી !' એવો વિચાર આવે કે ‘પ્રાણ કરતાં પણ ધર્મની કિંમત વધારે છે માટે આ પ્રમાણે જ કહે – એ બરાબર છે,' એવો વિચાર આવે ? પ્રાણ કરતાં પ્રતિજ્ઞા કીમતી છે એ નહિ સમજાય ત્યાં સુધી પ્રતિજ્ઞાપાલનનું સત્ત્વ નહિ આવે. કોઇ પણ રીતે સ્થિર કરવા એનો અર્થ એ નથી કે સુખની લાલચ આપીને સ્થિર કરવા. સુખની લાલચ છોડાવીને સ્થિર કરવા તે સાધુપણામાં સ્થિર કરવાનો શાસ્ત્રીય ઉપાય છે. માત્ર વેષમાં સ્થિર કરવાના ઉપાયની અહીં વાત નથી. વેષમાં ટકવાનું કામ તો ગમે તે ઉપાયથી થઇ જાય. સાધુપણામાં ટકવા માટે શાસ્ત્રીય ઉપાય કામ લાગે. પહેલેથી ગુરુભગવન્તનું અનુશાસન ઝીલવાની ટેવ પાડી હોય તો આ રીતે પરિણામ બગડ્યા પછી પણ બચી જવાય. સૌથી પહેલાં તો ગુરુભગવન્તને બોલવું પડે એવું કામ જ નથી કરવું. કોઇ વાર ભૂલ થાય અને ગુરુમહારાજને બોલવું પડે તો ભૂમિમાં સમાવાનું મન થાય ને ? કે ‘ભૂલ ન કરે તે દેવ, ભૂલ કરે તે માનવ અને ભૂલ (૧૨૭)

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162