Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 132
________________ શäભવસૂરિ મહારાજે લાડ ન લડાવ્યા ને ? સામાની પાત્રતા જોઈને કહેવાનું હોય, અવસરે કહેવાનું હોય અને એ પણ પરિણામ પામે એ રીતે કહેવાનું હોય - એની ના નહિ. પણ જે અનુશાસન કરવાનું હોય તે અહિતના માર્ગથી ખસેડનારું હોવું જોઈએ અને હિતમાં પ્રવર્તાવનારું હોવું જોઈએ. શ્રી રામતીજીના વચનથી પ્રતિબોધ પામીને સાધુ થયેલા શ્રી રહનેમિજી એક વાર દ્વારિકા નગરીમાં ભિક્ષા માટે ગયા હતા. પાછા વળતાં વરસાદ આવતો હોવાથી એક ગુફામાં પેસ્યા. શ્રી રામતી પણ તે વખતે શ્રી નેમનાથ ભગવાનને વંદન કરવા માટે ગયાં હતાં, વંદન કરીને ઉપાશ્રયમાં પાછાં ફરતાં હતાં ત્યારે વરસાદના કારણે તેઓ પણ કુદરતી રીતે એ જ ગુફામાં પ્રવેશ્યાં. શ્રી રામતીનાં વસ્ત્રો વર્ષમાં ભીંજાઈ ગયેલાં હોવાથી તેમણે પોતાનાં વસ્ત્રો સૂકવવા માટે મૂક્યાં. શ્રી રહનેમિજી ત્યાં આવેલા છે એની જાણ ન હોવાથી શ્રી રામતીજીએ અષ્કાયના જીવોની જયણાના નિમિત્તે વસ્ત્રો સૂકવ્યાં હતાં. પરંતુ તે વખતે વસ્ત્રરહિત એવી શ્રી રાજીમતીજીનાં સુંદર અંગોપાંગના દર્શનથી શ્રી રહનેમિજીને પૂર્વનો પરિણામ પાછો જાગૃત થયો. શ્રી રામતીજી ઈંગિતાકારને જાણવામાં કુશલ હોવાથી તેમને જોતાંની સાથે તેમના ભાવને કળી ગયાં. આથી પોતે તરત વસ્ત્રોને ધારણ કરી લીધાં અને તે વખતે આર્યા શ્રી રામતીજીએ ફરી શ્રી રહનેમિજીને જે હિતશિક્ષા આપી તે આગળની ગાથાઓથી જણાવે છે : अहं च भोगरायस्स, तं चऽसि अंधगवण्हिणोः। मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥२-८॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। વાવિધુત્ર ડો, કિMા વિસિ પાર હું ઉગ્રસેન રાજાની પુત્રી છું તું સમુદ્રવિજયરાજાનો પુત્ર છે. તેથી આપણા બન્નેનાં શ્રેષ્ઠ એવાં કુળોમાં આપણે ગન્જનજાતિના સર્પજેવા ન થઈએ – એ માટે વ્યાક્ષિપ્તચિત્તવાળો બન્યા વિના તું સંયમનું પાલન કર. બીજું, જે જે સ્ત્રીઓને તું જોઇશ તે તે સ્ત્રીઓને વિષે ‘આ સુંદર છે માટે તેને સેવું આવા ભાવને કરીશ તો પવનના કારણે જે મૂળમાંથી હણાઈ ગઈ હોય તેવી હડો નામની વનસ્પતિની જેમ અસ્થિર સ્વભાવવાળો થઈને અહીંથી ત્યાં અટવાયા કરીશ. આ પ્રમાણે આ બે ગાથાનો સામાન્ય અર્થ છે. (૧૨૯)

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162