Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 136
________________ સમ્યક્ત્વ પણ ગુમાવી દેવું પડતું હોય તો તે એટલા કાળમાં ચારિત્ર ન પામી શકે માટે જ ને ? જે સમ્યગ્દર્શન પામ્યા પછી અન્તર્મુહૂર્તમાં મોક્ષે પહોંચાય, એના બદલે અર્ધપુદ્ગલપરાવર્ત કાળ આ સંસારમાં કાઢવો પડે એ પ્રભાવ આ ચારિત્રની અપ્રાપ્તિનો જ છે ને ? બધા જીવો માટે આવું નથી બનતું પણ જેના માટે આવું બને તેના માટે સમ્યગ્દર્શન-જ્ઞાન કામ ન લાગ્યાં એમ કહેવું પડે ને ? સમ્યગ્દર્શન-જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મેળવવા મહેનત કર્યાં વિના નહિ ચાલે. અત્યારે તો આપણે જેણે સાધુપણું લીધું છે તેની વાત કરી રહ્યા છીએ. સર્વથા પાપથી વિરામ પામેલા પોતાની પ્રતિજ્ઞા તરફ નજર ન નાંખે તો મળેલા ચારિત્રના પણ ભૂકા બોલાવ્યા વિના ન રહે અને પરિણામે સંસારમાં રખડવાનો વખત આવે. ચારિત્ર ગુમાવ્યા પછી સમ્યક્ત્વને ટકાવવાનું કામ સહેલું નથી. ઉત્તમ સાધન હાથમાંથી સરી ગયા પછી સમ્યગ્દર્શન ટકી રહ્યાનો આનંદ હોય ? માટે જ કહેવું છે કે સમ્યગ્દર્શન કરતાં પણ ચારિત્રની કિંમત કંઇકગણી અધિક છે. સ. હંસણભટ્કો ભટ્યો.... એવી વાત આવે છે ને ? (સળમટ્ટો મઠ્ઠો, વંશળમદ્રસ્સ નથિ નિવ્વાĪ | सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ॥ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલો ભ્રષ્ટ છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાને મોક્ષ નથી મળતો, ચારિત્રથી રહિત હોય તેનો મોક્ષ થાય, પણ સમ્યક્ત્વ વિનાનાનો મોક્ષ ન થાય). એ વાત તો પડતાને બચાવવા માટે હતી તેનો ઉપયોગ તમે ચઢવા માટે કરો એ ચાલે ? ચારિત્રથી ભ્રષ્ટ થયેલો સમ્યક્ત્વને પણ ગુમાવી ન બેસે તે માટેની એ વાત હતી. સમ્યગ્દર્શન મળી ગયા પછી ચારિત્ર ન મેળવે તો ચાલે એવું જણાવનારી એ ગાથા નથી. તમને લોકોને સમ્યક્ત્વની વાતમાં બહુ રસ પડે ને ચારિત્રની વાતમાં રસ ન પડે ને ? કારણ કે ચારિત્રમાં પાપ છોડવું પડે છે અને સમ્યક્ત્વમાં પાપ ચાલુ હોવા છતાં નડે નહિ અને ધર્મીમાં ગણાઇએ... ખરું ને ? સ. સમકિતીને અલ્પબંધ કહ્યો છે ને ? તેના આશ્રવ પણ સંવર થાય ને ? સમ્યગ્દર્શનનો પરિણામ તમે ધારો છો એવો નથી. જેને આશ્રવમાં આનંદ આવતો હોય તે આશ્રવને સંવર ન બનાવી શકે. આશ્રવને સંવર તે બનાવી શકે જેના (૧૩૩)

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162