Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 138
________________ અર્ધપુદ્ગલપરાવર્તમાં ભાવચારિત્ર સ્પર્યા પછી પણ ટકાવતાં ન આવડે તોદ્રવ્યચારિત્ર કામ ન લાગે. માટે નક્કી છે ને કે ભાવ હોય કે ભાવને લાવી આપે તેવું હોય તો તે દ્રવ્યચારિત્ર કામનું છે. સ. વર્તમાનમાં જે દીક્ષા અપાય છે તે દ્રવ્યથી કે ભાવથી ? દીક્ષા દ્રવ્યથી જ અપાય પણ તે ભાવનો આરોપ કરીને અપાય. સ. અંદરના ભાવ કેવી રીતે જણાય? શાસ્ત્રમાં ભાવ જાણવા માટે પ્રશનપરીક્ષા કરવાનું, પ્રવૃત્તિ વગેરેની પરીક્ષા કરવાનું જણાવેલું છે. પ્રશ્નપરીક્ષા ઉપરથી તે દુઃખથી કંટાળીને આવ્યો છે કે સંસારથી કંટાળીને આવ્યો છે તે સમજી શકાય. તેનાં પગલાં પરથી પણ પારખી શકાય. કાચા પાણીમાં પગ કેવી રીતે મૂકે છે અને કાચવાળી જગ્યામાં પગ કેવી રીતે મૂકે છે-એના પરથી પણ ખ્યાલ આવે ને ? દીક્ષાની ક્રિયામાં ઓઘો આપ્યા પછી મુંડન કરાવીને વેષ પહેરીને પાછો મંડપમાં આવે ત્યારે રસ્તામાં ફૂલ વગેરે પડ્યા હોય ત્યાં કેવી રીતે ચાલે છે, ફોટો પાડનારની સામે જુએ છે કે નહિ – એ બધા પરથી પણ ખબર પડે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે મુંડાપન કરી વેષ પહેરીને આવ્યા પછી પણ જો અયોગ્ય જણાય તો આગળની ક્રિયા અટકાવી દેવી. સ. વેષપલટો થયા પછી હું કોણ ?' એનું ભાન ન થાય ? વેષપલટાથી જ નહિ, માત્ર સાંભળવાથી પણ હું કોણ ?’ આવું ભાન તમને થાય છે ને ? પણ તે ટકે છે ખરું ? તેમ અહીં પણ વેષ પલટાવ્યા પછી જો વેષ ભજવવા માંડે તો ભાન ગયું છે એમ જ માનવું પડે ને ? માટે નક્કી છે કે ઉત્તમ સાધન મળવામાત્રથી નિસ્તાર ન થાય એ સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કલ્યાણ થાય. ચારિત્ર જેવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન નહિ જેવા સુખની લાલચના યોગે હાથમાંથી સરી ન પડે – એ માટે આ શ્રી દશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનની રચના છે. સંસારના સુખ ઉપરથી નજર નહિ ઊઠે ત્યાં સુધી દીક્ષા લેવાશે પણ નહિ, પળાશે પણ નહિ. જેની નજર સુખ ઉપર જ ઠરી છે તેના માટે આ સૂત્રની રચના નથી. એવા લોકો આગળ આ સૂત્ર વાંચવું એ તો બહેરા આગળ ગાન છે. જેણે દીક્ષા લીધી છે, જેને દીક્ષા પાળવી છે અને જેને દીક્ષા લેવાની ભાવના છે તેના માટે આ સૂત્રની રચના છે. તમારે દીક્ષા લેવી છે ને? (૧૩૫)

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162