________________
આશ્રવ ટાળ્યા ટળી શકે એવા ન હોય. જેણે આશ્રવ ચાલુ રાખ્યા હોય તેના આશ્રવ સંવર ન બને. યુદ્ધમાં જતી વખતે જે હાથમાં આવે તે શસ્ત્ર બનાવવાની વાત ન હોય. જતી વખતે તો યુદ્ધનાં જ શસ્ત્રો જોઈએ. જ્યારે કશું જ પાસે રહ્યું ન હોય ત્યારે મુગટ વગેરેને શસ્ત્ર બનાવવાનો વખત આવે. તે રીતે અહીં પણ સંવર માટે પૂરતો પ્રયત્ન કરી લીધા પછી જે આશ્રવ રહી ગયા હોય તે સંવરમાં પરિણમે. સમકિતીને અલ્પબંધ એટલા માટે કહ્યો છે કે તેનું ચિત્ત કાયમ માટે વિરતિમાં જ હોય છે. ચારિત્ર માટે જે તલસે તેનું નામ સમક્તિી. ચારિત્રની અભિલાષા વિના સમ્યકત્વ ટકે જ નહિ. છતાં અહીં સામો... માં જે વાત કરી છે તે ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને સ્થિર કરીને પાછા વાળવા માટેની છે, તમે ચારિત્રને ગૌણ બતાવવા માટે તેનો ઉપયોગ કરો તે કેમ ચાલે ? અને એમાં જે ચારિત્રની વાત છે તે દ્રવ્ય-અપ્રધાન ચારિત્રની વાત છે. “સિન્હેતિ ચરણરહિયા' નો અર્થ એ છે કે – દ્રવ્યચારિત્રથી રહિતને મુક્તિ મળે છે. બાકી જે ભાવચારિત્રથી ભ્રષ્ટ થાય તેને મુક્તિ ન જ મળે. તમને સમ્યગ્દર્શનનો મહિમા બતાવનારો આ શ્લોક યાદ આવ્યો પણ “ચારિત્ર વિણ નહિ મુક્તિ...' એ યાદ ન આવ્યું ને ? એ પદ ઉપરથી પણ સમજાય ને કે ભાવચારિત્ર વિના મુક્તિ નથી ? જેને ભાવચારિત્ર એક વાર પણ સ્પર્શે તેની અલ્પ કાળમાં મુક્તિ થયા વિના ન રહે. અનન્તી વાર જે ચારિત્ર લીધાની વાત આવે છે તે દ્રવ્ય-ચારિત્રને આશ્રયીને આવે છે. બધા જીવો પ્રાય: અનન્તી વાર રૈવેયકમાં જઈ આવેલા છે - એ પ્રમાણે શ્રી પંચસૂત્રમાં જણાવ્યું છે તે આ દ્રવ્યચારિત્રની જ વાત છે. કારણ કે દ્રવ્યથી પણ ચારિત્ર લીધા વિના નવમા રૈવેયક સુધી ન જવાય.
સ. દ્રવ્યચારિત્રી પણ નવમા રૈવેયક સુધી જઈ શકે ?
તમારી નજર પાછી ત્યાં ક્યાં ગઈ? તમારી આગળ શાસ્ત્રોની વાતો સમજાવવામાં જોખમ ઘણું છે. કારણ કે શાસ્ત્રની વાતોમાંથી પણ “સુખ કયાંથી મળે?’ એટલું જ યાદ રહે ને? ભાવચારિત્રની મહત્તા અને દુર્લભતા જણાવવા માટે જે કહ્યું હોય તેમાંથી પણ દ્રવ્યચારિત્રની ઉપાદેયતા સમજીને જાઓ તો શું કરવું? દ્રવ્યચારિત્ર પ્રધાન નથી. જે અપ્રધાન હોય તેનાથી શું મળે એ જોવાની જરૂર ખરી ? આપણે તો એ કહેવું છે કે જેને ભાવચારિત્ર સ્પર્શે તેને અનન્તો કાળ સંસારમાં ભટકવું જ ન પડે. દ્રવ્યચારિત્ર મળે એટલે ભાવ-ચારિત્ર આવી જ જાય: એવો નિયમ નથી. અચરમાવર્તકાળમાં ગમે તેટલી વાર દ્રવ્યચારિત્ર લે તોપણ ભાવ સ્પર્શે નહિ. ચરમાવર્તામાં પણ અર્ધપુદ્ગલપરાવર્ત કાળ સુધી ભાવ ન સ્પર્શે. બાકીના
(૧૩૪)