Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 131
________________ કબૂલ કરે તે મહામાનવ. એવું એવું બોલવાનું મન થાય ? ગુરુભગવન્તનું અનુશાસન હિતબુદ્ધિથી જ કરાય છે, આપણી પ્રત્યેના દ્વેષથી નહિ – આટલી શ્રદ્ધા નહિ જાગે ત્યાં સુધી તેની પાત્રતા નહિ આવે. શ્રી રહનેમિ ઉત્તમ પાત્ર હતા. આથી જ શ્રી રાજીમતીજીની હિતશિક્ષા પ્રેમથી સાંભળી. પોતાને ‘વમેલું ઈચ્છનાર’ કહીને શ્વાન (કૂતરા)ની સાથે સરખાવ્યો છતાં તેને સ્વીકારી લીધું. આ તો શ્રી રામતીજી હિતશિક્ષા આપી શકે અને શ્રી રથનેમિજી ઝીલી શકે ! આપણું કામ નહિ ને? કે આપણે પણ અહીં સુધી પહોંચવું છે ? આ રીતે શ્રી રામતીજીનાં વચનોથી પ્રતિબોધ પામી શ્રી રથનેમિજીએ શ્રી નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને શ્રી રાંજીમતીજીએ પણ તેને પ્રતિબોધીને ભગવાન પાસે દીક્ષા લીધી. પચ્ચખાણ પાર્યા પછી, ગોચરી લઈને આવ્યા હોવા છતાં પણ આહાર વાપરવાનું મન ન થાય તેવી આ ગાથાઓ છે ને ? સાધુસાધ્વી આવા અર્થવાળી સત્તર ગાથા રોજ પચ્ચખાણ માર્યા પછી બોલવાના કારણે વિષય તરફ ખેંચાતા નથી. આ શ્રી દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય માત્ર બે ઘડીમાં થાય એવો છે ને ? તો આજે દરેક સાધુસાધ્વીને નિયમ આપી દઉ કે આ શ્રી દશવૈકાલિક સૂત્રનો મોઢે સ્વાધ્યાય કર્યા વિના અથવા તેનું વાંચન કર્યા વિના મોઢામાં પાણી નાંખવું નહિ. આટલું તો બની શકે ને? સ. વિહારમાં ૯ વાગે સ્થાને પહોંચે, પછી શું કરે ? તમને ખબર નથી. બાવીસ કિ.મિ.નો વિહાર કરનારા પણ એક કલાક સુધી મંત્રજાપ કરીને પછી નીકળે છે. તો શ્રી દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય કરીને પછી નીકળાય ને? અને છતાં તમે કહેતા હો તો વિહારમાં છૂટ, પણ જે દિવસે વિહાર ન હોય, સ્થાયી મુકામમાં હોય ત્યારે તો આ નિયમનું પાલન મજેથી થઈ શકે ને ? આ અનુશાસન કઠોર છે કે ગમે એવું છે? સ. મોક્ષે જવું હશે તો ગમાડવું પડશે. જવું હશે કે જવું છે? જવું હોય તો આવું અનુશાસન ઝીલ્યા વિના નહિ ચાલે. આ ધિસ્થ ગાથામાં અનુશાસન કેવું છે? શ્રી દશવૈકાલિકસૂત્રની બારમી જ ગાથામાં કેવા શબ્દો વાપર્યા છે ? અને તે પણ માત્ર આઠ વરસની ઉમરના શ્રી મનકમુનિ માટે આ અનુશાસન હતું. આજે તો કહે કે-નાના છોકરાઓને લાડથી સમજાવીએ તો બાલમુમુક્ષુ તૈયાર થાય, પરિવાર કાંઈ એમને એમ ન થાય. શ્રી (૧૨૮)

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162