________________
સ. માત્ર વહેલું માગ્યું – એમાં શું?
તેમાં જ ઘણું છે. આ તો સૂવનતિ મૂત્રમ્ છે. એક સૂચનાની સાથે બીજી ઘણી સૂચનાઓ અંદર સમાયેલી હોય. વહેલા જવાના કારણે ગરમાગરમ મળે, પૂરતા પ્રમાણમાં મળે અને સમયસર વાપરવા મળે..... આ બધું શું છે ? જે છોડીને આવ્યા તેની જ ઈચ્છા છે ને ? ગરમાગરમ સમયસર ભોજન ઘરમાં મળતું હતું તેના બદલે ઠંડું અંતરાંત વાપરવા માટે જ સાધુપણામાં આવ્યા હતા ને ? અગ્નિમાં બળી મરવું સારું પણ વમેલા ભોગોની ઈચ્છા કરવી સારી નહિ.
સ. અગ્નિ એક ભવ મારે, ભોગો તો ભવોભવ મારે ને? . .
બોલવું સહેલું છે, ભોગોથી બચવાનું કામ તમે ધારો છો એટલું સહેલું નથી. એક ભવ નજર સામે આવે તો ય પાપથી દૂર થવાય એમ છે, તો ભવોભવ નજર સામે આવે તેનું જીવન કેવું થાય ? પેલા શ્રેષ્ઠપુત્રની વાત સાંભળી છે ને ? નાસ્તિક જેવો હોવાથી તેને સુધારવા માટે રાજાએ ખોટા ગુનામાં સપડાવી ફાંસીની સજા ફરમાવી. અને એક શરત કરી કે કાંઠા સુધી તેલનો કટોરો હાથમાં લઈ આખા નગરમાં ફરવાનું, આજુબાજુ ખુલ્લી તલવારવાળા સૈનિકો ઊભા હશે, એક ટીપું પણ નીચે જાય તો તરત માથું છેદી નાંખશે અને જે તેલનો કટોરો અકબંધ લઈને આવે તો ફાંસીની સજા માફ. એ સાંભળીને મોતના ભયથી અને જીવિતની આશા થી સાવધ બનેલો તે શ્રેષ્ઠિપુત્ર આખા નગરમાં નાચગાન વગેરે ચાલુ હોવા છતાં તેમાં ચિત્ત રાખ્યા વિના તેલનો કટોરો અકબંધ લઈને પાછો આવ્યો. ત્યારે છેલ્લે રાજાએ તેની ફાંસીની સજા માફ કરતાં જણાવ્યું કે “મોત તો હજુ પણ માથે ભમે જ છે. હું નહિ મારું તોપણ યમરાજા ઊભો જ છે' આ લોકના રાજાથી કદાચ બચી જઈએ પણ પરલોકના રાજાનો ભય તો કાયમ માટે છે જ. આ રીતે મોત નજર સામે દેખાવાથી પાપ કરતાં કંપારી છૂટી અને એ શ્રેષ્ઠ પુત્ર પાપથી પાછો ફર્યો. આજે મોત નજર સામે દેખાતું નથી માટે જ વમેલું પાછું ભોગવવા તૈયાર થઈએ છીએ ને ? ત્યાગ કર્યા પછી ભોગ તરફ નજર જાય તો ત્યાગમાં ભલીવાર ન આવે. ત્યાગ તો સાધુઓએ કરવાનો ને શ્રાવકોએ પણ કરવાનો ને ? આજે તમારો ત્યાગ કેવો છે – એ તમે પણ વિચારી લો. એક તો ત્યાગ કરવાનું મન ન થાય અને કદાચ કરો તોપણ ભોગનો પરિણામ જ એમાં દેખાયા કરે ને ? સાથિયા માટે પાટલા પર ચોખા મૂકો તે ય વધારે લાગે તો પાછા વાટવામાં નાખી દો ને? ભંડારમાં પૈસા નાંખવા માટે ખીસામાંથી નોટ કાઢો
(૧૨૦)