________________
-
તૈયાર થયો હોય તેને આચાર્યભગવન્ત કડક શબ્દોમાં અનુશાસન કરે. આ જ આશયથી શ્રી શય્યભવસૂરિ મહારાજે, શ્રી રાજીમતીજીએ શ્રી રહનેમિને કઠોર શબ્દોમાં જે હિતશિક્ષા આપી હતી તેનો અહીં સંગ્રહ કર્યો છે. ક્ષણિક સુખ ખાતર અનન્તા સુખને ઠોકર મારીએ તો માનવું પડે ને કે આપણામાં અક્કલ નથી ? આપણા નુકસાનને આપણે જોઇ નથી શકતા જ્યારે અનન્તજ્ઞાની ભગવન્તો જાણે છે. આથી જ તેઓ આ રીતે કઠોર અનુશાસન કરે છે. જેને સંયમ ગમતું હોય તે સંયમમાં થયેલી અતિ સહેલાઇથી ટાળી શકે. પણ જેને સંયમ ગમતું ન હોય તે અતિ ટાળવાના બહાને સંયમ ટાળવા તૈયાર થઇ જાય - એવા વખતે ક્ષણિક સુખ ખાતર સંયમ ગુમાવી ન બેસીએ તે માટે જ્ઞાનીઓ હિતશિક્ષા આપે ને ? હિતશિક્ષાના શબ્દો કેવા છે તે નથી જોવું, કેવી રીતે આપે છે – એ ય નથી જોવું, કેવી આપે છે – એ માત્ર વિચાર્યા વગર નથી રહેવું. અનન્યું સુખ ક્યાં અને આ ક્ષણિક સુખ ક્યાં ? એ સુખ પણ પાછું મળશે કે નહિ – તેની ખબર નથી, કેટલું મળશે- એ ય ભગવાન જાણે ! જેના ખાતર સંયમ મૂકવા તૈયાર થયા હોઇએ તે સામી વ્યક્તિને રાગ કેટલો છે – એની ય ખબર નથી. જે મળવાની ખાતરી નથી, ટકવાની ખાતરી નથી તેના માટે નિશ્ચિત પ્રાપ્તિ જેની છે એવા સુખને લાત મારવી એ મૂર્ખાઇ નહિ તો બીજું શું છે ? સાધુપણામાં આવેલાએ કયાંય પણ રાગ બંધાઇ ન જાય તેની ખાસ કાળજી રાખવી. જે ગુરુભગવન્તના યોગે તરવાનું છે તેમની પ્રત્યે પણ રાગ નથી કરવાનો તો બીજાની વાત જ ક્યાં રહી ? આજે તો રાગને અને બહુમાનને એક કરીને બહુમાનના નામે રાગની પુષ્ટિ કરે - એવાઓનો વૈરાગ્ય કઇ રીતે ટકે ? રાગના કારણે દીક્ષા કદાચ મળી જાય પણ એ દીક્ષા પળાય તો બહુમાનના યોગે જ પળાય.
-
સ. રાગ થાય તો બહુમાન પ્રગટે ને ?
રાગ થાય તો નહિ, રાગ જાય તો બહુમાન પ્રગટે. રાગ ઔયિકભાવનો છે. બહુમાન ક્ષયોપશમભાવનું છે. રાગ ગળે લગાડવાનું મન કરાવે, બહુમાન આંગળી પણ અડાડવા ન દે. ગુરુ પ્રત્યે બહુમાન હોય તો દર્શન-વંદન કરે પણ સાડા ત્રણ હાથની અંદર ન જાય. જ્યારે રાગના કારણે સાડા ત્રણ હાથની અંદર જઇને પ્રવૃત્તિ શરૂ થાય. બહુમાન આશાતના ટાળવાનું કામ કરાવે, રાગ આશાતના કરાવવાનું કામ કરે. બહુમાન આજ્ઞા ઝીલવાનું શીખવે, રાગ આજ્ઞા મનાવવાનો આગ્રહ રાખે. ‘મારું પણ માનતા નથી ?' આવું દુઃખ રાગના યોગે થાય. જ્યારે બહુમાનના યોગે ‘એમનું પણ હું માનતો નથી ?’ એનું દુઃખ હોય. ગુરુભગવન્ત સહવર્તી સાથે બેાલવાની ના
(૧૨૩)