Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 124
________________ તે પણ વધારે લાગે તો તે મૂકીને બીજી કાઢો ને? ભોગો વિષજેવા છે, જ્યારે ત્યક્ત ભોગો વમેલા આહારજેવા છે. વમેલું ચોખ્ખા પાત્રમાં હોય, તાજું હોય ને પ્રાણ કંઠે આવ્યા હોય તો પણ કોઈ ગ્રહણ ન કરે ને ? એવી જ રીતે અવિરતિ-ભોગો જુગુપ્સનીય છે. જુગુપ્સનીય વસ્તુ નજર સામે આવે તો ય આંખો મીંચી દો ને ? તેની બાજુમાંથી પસાર થવું પડે તોપણ નાક મરડીને જાઓ ને? શ્રી સ્થૂલભદ્ર મહારાજા કોશ્યાને ત્યાં બાર વરસથી રહેલા હતા. તેમના પિતા શાકડાલમંત્રીનું અકાળે મૃત્યુ થવાથી તેમની મંત્રી મુદ્રા આપવા નંદરાજાએ શ્રી સ્થૂલભદ્રને કોશ્યાને ત્યાંથી તેડાવ્યા. રાજાના આદેશથી આવેલ શ્રી સ્થૂલભદ્રજી, રાજકારણના કાવતરામાં પિતાનું અકાળ મૃત્યુ થયેલું જાણી વૈરાગ્ય પામ્યા, અશોકવાટિકામાં જ રત્નકંબલનું રજોહરણ બનાવી દીક્ષા લીધી અને રાજસભામાં આવીને રાજાને ધર્મલાભ આપ્યો. રાજાને શંકા પડી કે – કોશ્યાને ત્યાં પાછા જવું છે તેથી મંત્રી મુદ્રા ન લેતાં દીક્ષાનું નાટક કર્યું લાગે છે. આથી તેમની પરીક્ષા માટે રાજા અગાસીમાં ચઢ્યા. જ્યારે કોશ્યાના મહેલ પાસેથી પસાર થયા ત્યારે જાણે સડેલા મડદાની ગંધ આવતી હોય તે રીતે મોટું આડું કરીને સડસડાટ ત્યાંથી ચાલ્યા ગયા. સ. બાર વરસની પ્રીતિની સ્મૃતિ તાજી ન થઈ? તમે બાર વરસ ભાગીદારી કરી હોય અને પછી ભાગીદારે નુકસાની કરવાથી એ ભાગીદારી તૂટે તો શું કરો ? તેનું મોટું પણ ન જુઓ ને? તેવી રીતે અહીં પણ એક વાર સમજાઈ જાય તો વૈરાગ્ય જ નહિ, કેવળજ્ઞાન આવતાં ય વાર ન લાગે. ભોગો વમેલા આહાર જેવા લાગવા જોઈએ. આજે અમારાં સાધુસાધ્વી ભગતના ઘરેથી આધાકર્માદિ દોષથી દૂષિત ગોચરી લાવે અને પાછા ક્યું કે આપણા માટે જ બનાવ્યું છે – ખબર હતી છતાં એના ભાવને આઘાત લાગે એવું હતું માટે લાવ્યો. ભગવાનની આજ્ઞા પાળવા માટે દીક્ષા લઈને આવેલા, ભગતના ભાવને સાચવવા આશાને આઘાત પહોંચાડે તો માનવું પડે ને કે – વમેલાની ઈચ્છા જાગી છે? એક વાર ભોગોનો ત્યાગ કર્યા પછી પાછી એની ઈચ્છા કરવી એના કરતાં તો મરવું સારું આ વિષયમાં અહીં શ્રી રામતીજી અને શ્રી રહનેમિનું દષ્ટાન જણાવ્યું છે. શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યારે તેઓશ્રીના ભાઈ રહનેમિ, શ્રી રામતીજી પ્રત્યે આસક્ત હોવાથી તેમના માટે ભેટ-સોગાદ વગેરે આપવાના બહાને વારંવાર આવવા-જવા લાગ્યા. ભગવાનની દીક્ષા બાદ કામભોગથી નિર્વેદ પામેલાં શ્રી (૧૨૧)

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162