________________
આવ્યા, તો હવે પાછી અનુકૂળતા માંગવી નથી. સ્વજનવર્ગ છોડી આવ્યા તો હવે ભક્તવર્ગ ઊભો કરવો નથી... જે નીચ કુળના હોય તેઓ વસેલાને પાછું ગ્રહણ કરે. ઉત્તમકુળના તો અગ્નિમાં બળી મરે પણ વમેલું પાછું ન ગ્રહણ કરે. જે છોડી દીધું છે તે પાછું ઇચ્છે નહિ તેના માટે ખાનદાન કુળની જરૂર પડે. છોડવા પહેલાં સત્તર વાર વિચાર કરવો પણ છોડ્યા પછી પાછું લેવાનો વિચાર કોઈ કાળે નથી કરવો. તમારે પણ દાન આપતી વખતે સત્તર વાર વિચારવાનું પણ આપ્યા પછી પાછું નહિ માંગવાનું. તમે પ્રભાવના કરો અને ભૂલમાં ડબલ જાય તો પાછું માંગો ને ? લેનાર પાછું આપે તો લેવાનું, પણ પાછું માંગવાનું નહિ.
સ. લેનારને દોષ ન લાગે ?
લેનાર તો અજાણ હોય, તો દોષથી બચી જાય પણ આપનારને કૃપણતાનો દોષ લાગે છે તેનું શું?
સ. સામુદાયિક પ્રભાવના હોય તો ?
એવી સામુદાયિક પ્રભાવના કરવી નહિ. જો કરવા લીધી હોય તો પછી ઉદારતાપૂર્વક કરી લેવાની. જેઓ કામ સોંપ્યા પછી હિસાબ માંગે તેવાનું કામ હાથમાં ન લેવું. સામુદાયિક પ્રભાવનામાં પ્રભાવના કર્યાનો યશ બધાને મળે અને તમે પણતા દાખવો તો આબરૂ તમારી જાય. જે વિશ્વાસથી કામ સોંપે તેનું જ કામ હાથમાં લેવું, અને ઉદારતાપૂર્વક કરવું. “ઓછા પડે તો લઈ જજે પણ ઉદારતાપૂર્વક આપજો, હિસાબ મારે જોવો નથી.' આવું કહીને આપે એવાનું જ કામ હાથમાં લેવું. અને જેની પાસે હિસાબ પણ માંગવો ન પડે એને જ કામ સોંપવું. શ્રાવક તો ઉઘરાણી માંગવી પડે એવો ધંધો ન કરે. રોકડે ધંધો કરે. ભગવાનની આજ્ઞા મુજબ ધંધો કરે તો ક્યારે ય દેવાળું ન નીકળે. કારણ કે જેટલા ધંધામાં રોક્યા હોય એટલા પાસે જમા હોય જ. સહાય કરી હોય તો પાછું મળે એવી અપેક્ષા ન રાખે. મેળવવાની ઈચ્છાથી આપ્યું હોય તે આપ્યું ન કહેવાય. વમેલાની ઈચ્છા પાપ કરાવ્યા વગર નથી રહેતી. છોડેલી અવિરતિ જો સાધુપણામાં પાછી આવતી હોય તો આ વમેલાની ઈચ્છાના પાપે જ, આજે ધર્મ કરનારાઓ અનુકૂળતાનો ત્યાગ કરતા તો કરી નાંખે પણ પાછી એની ઈચ્છા એવી કરે કે સામેવાળા મુશ્કેલીમાં મુકાય અને એમને કહેવું પડે કે આના કરતાં તો તપ ન કર્યો હોત તો સારું થાત. “અનુકૂળતા માંગવી, એ પાપ છે' - એટલે તમારા મગજમાં બેસે ખરું ? સાધુભગવન્તો આઠમચૌદસના દિવસે એકાસણું - આયંબિલ કરે અને ગોચરીવાળાને સૂચના આપે કે વહેલા જજો.
(૧૧૯)