Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 108
________________ વિના સ્વીકારી લેવા છે–આટલું જો સમજાઇ જાય તો અલ્પ સમયમાં પણ ઘણું સાધી શકાય – એવું છે. સાધુધર્મની શરૂઆતમાં જ અધૃતિ થઇ જાય અને તેથી ધર્મમાર્ગથી પાછા ફરી ન જવાય એ માટે આ અધ્યયનમાં અધૃતિને જીતવાનો ઉપાય વિસ્તારથી બતાવ્યો છે. ઉત્કટ કોટિના આચાર પાળતી વખતે અધીરાઇ થાય એવું નવા માટે બની શકે એવું છે. આ અધ્યયન એવું છે કે જેમાં આચારનું વર્ણન નથી, ચારિત્રધર્મમાં સ્થિર કેવી રીતે થવું તે માટેની જ વાત આમાં જણાવી છે. અનાદિથી આ સંસારમાં દુ:ખ જ વેઠેલું હોવા છતાં એનો અભ્યાસ પડ્યો નથી અને સુખ લગભગ ભોગવવા મળતું ન હોવા છતાં તેનો અભ્યાસ જળવાઇ રહ્યો છે આ વિચિત્રતા સુખના રોગ અને દુઃખના દ્વેષના પ્રભાવે સર્જાઇ છે. દુઃખમાં અરતિ ટાળવા માટે દુઃખ વેઠી લેવા સિવાય બીજો ઉપાય નથી. શ્રી અરણિક મુનિનું દૃષ્ટાન્ત યાદ છે ને ? ઉષ્ણપરિષહથી અકળાઇને ઘરે ગયા. એના કારણે માતાને ગાંડી થઇને ફરતી જોઇને પોતાના અકૃત્યનો ભારે પરચાત્તાપ થયો. માતાના કહેવાથી ફરી દીક્ષા લીધી. લાંબા કાળ સુધી દીક્ષા પાળી શકવા સમર્થ ન હોવાથી દીક્ષા લેતાંની સાથે અણસણ કર્યું. તે પણ વૃક્ષની છાયામાં નહિ, ધગધગતી શિલા પર ! જે ઉષ્ણપરિષહથી હાર્યા તે જ પરિષહને જીતી કેવળજ્ઞાન પામ્યા. દુ:ખ સમજીને ભોગવતાં દુઃખમાં સમાધિ મળે છે, દુઃખ ટાળીને નહિ. જ્યાં સુધી ધર્માત્માઓ આટલું નહિ શીખે ત્યાં સુધી તેમનો કરેલો ધર્મ એળે જવાનો. આ ગાથા રોજ ગોખાવીએ છતાં સંયમમાં અરતિની ફરિયાદ ચાલુ જ છે ને ? નવાને અધૃતિ થાય – એ તો સમજ્યા, પરંતુ જૂના પણ દુઃખમાં આંસુ પાડે અને સુખની આશામાં જીવે તો આટલાં વરસોમાં કર્યું શું - એમ પૂછવું પડે ને ? સાધુભગવન્તોનું મન કોઇ કારણે સંયમમાર્ગમાંથી બહાર જાય તો તરત જ તેને માર્ગમાં લઇ આવવા માટે અભ્યન્તર - આન્તરિક ઉપાય ચોથી ગાથામાં બતાવીને હવે તે માટેના બાહ્ય ઉપાય પાંચમી ગાથાથી જણાવે છે आयावयाहि चय सोगमल्लं कामे कमाहि कमियं खु दुक्खं । छिंदाहि दोसं विणएज रागं एवं सुही होहिसि संपराए ॥२-५॥ સંયમમાર્ગમાંથી બહાર નીકળેલા મનને માર્ગે સ્થાપન કરવા માટે ‘આતાપનાને ગ્રહણ કર !, સુકુમારતાનો ત્યાગ કર ! કામોનું અતિક્રમણ કર ! તેથી દુ:ખ અતિક્રાન્ત જ છે. દ્વેષને છેદી નાંખ ! અને રાગને દૂર કર !.... આ પ્રમાણે કરવાથી તું સંસારમાં (૧૦૫)

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162