________________
ઉપરનો રાગ અને દુઃખનો દ્વેષ છે. આથી જ ગાથાના ઉત્તરાર્ધમાં દ્વેષને છેદવાનો અને રાગને દૂર કરવાનો ઉપદેશ આપ્યો છે. પ્રતિકૂળ વિષયો પ્રત્યેનો દ્વેષ અને અનુકૂળ વિષયો પ્રત્યેનો રાગ જ આપણા સમગ્ર સંસારનું મૂળ છે. એ દ્વેષ અને રાગનો અન્ત કરવાથી આપણા દુ:ખનો અન્ત આવે છે અને તેથી આ સંસારમાં જ સુખના અનુભવનો પ્રારંભ થાય છે-એ વાત ‘Ë મુઠ્ઠી હોહિતિ સંવરણ' આ ગાથાના છેલ્લા પાદથી જણાવી છે. દ્વેષ એ અમૂર્ત વસ્તુ હોવાથી તેનું તલવારાદિથી છેદન કરી શકાય એમ નથી. આથી અહીં દ્વેષના પરિણામને દૂર કરવો – એ જ દ્વેષનું છેદન છે. દુ:ખમાં જે અસમાધિ થાય છે તે દુઃખના કારણે નથી થતી, દુઃખ ઉપરના દ્વેષના કારણે થાય છે. આથી અસમાધિ ટાળવા માટે દુ:ખને ટાળવાની જરૂર નથી, દ્વેષને ટાળવાની જરૂર છે. અને દ્વેષ ટાળવા માટે નજીક જવું પડે. જેની સાથે સમાધાન કરવું હોય તેની પાસે જવું પડે ને ? દુ:ખની સાથે સમાધાન કરવું હશે તો તેની પાસે જવું પડશે. મોક્ષે જવું હશે તો દુઃખની પ્રીતિ કેળવ્યા વગર નહિ ચાલે. દુઃખની પ્રીતિ મોક્ષે પહોંચાડે છે અને સુખની પ્રીતિ નરકાદિમાં લઇ જાય, સંસારમાં રખડાવે. ભગવાનને ચંડકૌશિકની પાસે જવાની લોકોએ ના પાડી તોપણ ભગવાન ગયા, અનાર્યદેશમાં પણ સામે ચાલીને ભગવાન ગયા. ઉપસર્ગો અને પરીષહોની સામે ગયા. સામે ચાલીને જવું તેનું જ નામ દ્વેષ ટાળવો. સાધુચર્યા કહો કે કષ્ટ કહો બન્ને એક જ છે. આથી જ કહ્યું છે કે ‘ષ્ટાય રીક્ષા ।’ દુ:ખમાં અસમાધિ દ્વેષના કારણે થાય છે. આમ છતાં આજે દ્વેષને દૂર કરવા માટે ઉપાય બતાવવાના બદલે દુઃખ ટાળવા દ્વારા અસમાધિ ટાળવાનો ધંધો સાધુસાધ્વી લઇ બેઠા છે. સાધુના વાસક્ષેપથી જો તાવ જતો હોય તો એ સાધુ પોતાનો જ તાવ ન કાઢે ? આજે મંત્રતંત્ર દોરાધાગા કરનારા સાધુઓ પોતાની અને પોતાની પાસે આવેલાની રાગદ્વેષની પરિણતિને વધારવાનું કામ કરે છે. દ્વેષ ટાળવા માટે દુ:ખનો પ્રતીકાર નથી કરવો. દુ:ખ સામેથી ઊભું ન કરી શકાય એ બને, આવેલું દુઃખ ભોગવી ન શકાય તો તેને હળવું કરીને ભોગવીએ – એ ય બને, પણ દુ:ખનો પ્રતીકાર નથી કરવો. ઉનાળામાં સવારે ગોચરીએ જાય અને શિયાળામાં બપોરે ગોચરીએ જાય – એ ન ચાલે. આ રીતે દ્વેષ ન ટળે. ઉનાળામાં બપોરે જવાની ટેવ પાડે અને શિયાળામાં સવારે જવા માટે તૈયાર થાય તો દ્વેષ જીતી શકાય.
ન
જે સુખ છોડીને દુઃખ વેઠવા તૈયાર થાય તે ધર્મ કરી શકે. એના બદલે આજે ધર્મ કરતી વખતે પણ દુઃખ પડવું ન જોઇએ અને સુખ મળવું જોઇએ : આવી અપેક્ષા પડી છે ને ? ખેડૂતો પણ આપણા કરતાં ડાહ્યા છે, કારણ કે તેઓ બીજ વાવ્યા પછી
(૧૧૩)