________________
સ. એ તો બાળબુદ્ધિ છે એટલે માની જાય.
આપણી પણ બાળબુદ્ધિ જ છે ને? અનન્તજ્ઞાનીઓની અપેક્ષાએ આપણે મહાબાળ છીએ. તેમની આજ્ઞા મુજબ આપણને ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં, ચાલતાં, ઊંઘતાં, કે સ્પંડિલ-માગું કરતાં ય ક્યાં આવડે છે? ભગવાને ત્રીજા પ્રહરે વાપરવાનું, વિહાર કરવાનું અને સ્પંડિલ ભૂમિએ જવાનું કહ્યું છે – એના બદલે સવારે ઠંડા પહોરે બધું પતાવી દે અને બપોરે આરામ કરે ! બપોરના ત્રણ કલાકમાં વહોરવા, વાપરવા અને સ્પંડિલભૂમિ જવાનું કામ કરે તો ઊંઘ તો ક્યાંય ઊડી જાય. સ. સાધુભગવન્તો બપોરે આરામ ન કરે ?
. ' જે સાધના કરે તે સાધુ, આરામ કરે તે સાધુ નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે સંયમનૌકાથી ભવસરિતાને તરવા પ્રયત્ન કરે તે યતિ. આરામ તો માત્ર તેમના દેહમાં જ હોય. બીજા કોઈ યોગમાં આરામ ન હોય. રાત્રિના બે પ્રહર સિવાય સાધુભગવન્ત. ઊંઘે નહિ. કોઈ વાર ગંભીર માંદગી આદિના કારણે અપવાદપદે આરામ કરે તો પણ તેમની સંયમની સાધના ચાલુ હોય. વિહાર કલાક-એ-કલાક કરે બાકી મકાનમાં રહ્યા હોય છતાં વિહારમાં છે એમ કહેવાય ને? તેમ ભગવાનની આજ્ઞા મુજબ દિવસે કે રાત્રે નિદ્રા લેનારા સાધુભગવન્તની સાધના ચાલુ જ છે – એમ કહેવાય. ભગવાનની આજ્ઞા મુજબ જો ન સૂએ તો જ્યારે જાગતા હોય ત્યારે ય સાધુભગવન્ત સૂતેલા છે. એમ કહેવું પડે. આજે તો છ કલાકની નિદ્રા થઈ ગઈ હોય તો પણ કેટલા વાગ્યા છે- એ જોઇને પાછા શાંતિથી પોઢી જાય. કેટલા વાગ્યા છે – એ જોવાને બદલે કેટલું અંતર બાકી છે - તે જોઈએ તો ઊંઘ ઊડી જાય ને ? કેટલું છે એ જોવાનું કે કેટલું બાકી છે એ જોવાનું? તમે બુદ્ધિશાળી છો ને ?.
સ. અક્કલ વગરના છીએ.
તમે જાતે બોલ્યા એ સારું થયું. પણ સાથે એટલું ધ્યાન રાખો કે કોઇ તમને અક્કલ વગરના કહે તો ગુસ્સો ન કરતા. અનન્તજ્ઞાનીની અપેક્ષાએ અક્કલ નથી જ - એ યાદ કરાવ્યું, તે સારું થયું - એમ સમજીને તેના તિરસ્કારને ખમી લેવો. અત્યાર સુધી આપણી જાતને બુદ્ધિશાળી માનીને ચાલ્યા તેના કારણે જ ઠેકાણું પડ્યું નથી. હવે આપણી જાતને બાળ માનીને વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જીવતાં શીખી લેવું છે. ભગવાન જે જે કહે, જે જે ઉપાયો બતાવે તેને આપણી અક્કલ ચલાવ્યા
(૧૦૪)