________________
છીએ ને કે “એ આપણું નથી, ફલાણાનું છે.' ? અને એનાથી એ માની પણ જાય છે, શાંત પણ થઈ જાય છે.
સ. બાળકમાં એટલી બુદ્ધિ હોય?
બાળકને કહેવાથી એ શાંત થાય અને તમે શાંત ન થાઓ તો બુદ્ધિ તેની પાસે છે – એમ કહેવાય કે તમારી પાસે ? તેમની બુદ્ધિ કરતાં પણ તેમની સરળતા અને આજ્ઞાંકિતતા દાદ માંગે એવી છે. આપણે મોટા થયા એટલે ખોટા થયા, વાંકા થયા. દુષ્ટ વિચાર આવ્યા પછી કે અપ્રશસ્ત ઈચ્છાઓ થયા પછી એ સંકલ્પને સફળ બનાવવા માટે મહેનત કરો કે ટાળવા માટે ? ઈચ્છાઓ થયા પછી ક્યારે મળે ?' એવું વિચારવાના બદલે ‘ક્યારે આ સંકલ્પ ટળે?' એવું વિચારે તો શાસ્ત્ર પણ કામ લાગે, ગુરુ પણ કામ લાગે, ભગવાન પણ કામ લાગે. કામની દસ દશાને આધીન થનારા પોતાની દશા બેસાડે છે. આથી આ કામની આધીનતા ટાળ્યા વિના સાધુપણું કઈ રીતે પળાય ? જેની પ્રત્યે રાગ થાય તેનાં દર્શન, સ્મરણ, ચિંતન, મનનથી દૂર રહેવું. માત્ર સ્ત્રીસંબંધી વિષય માટે આ ઉપાય છે – એવું નથી, કોઈ પણ વિષયનો રાગ ટાળવા માટે તેનાથી દૂર થયા વિના ચાલે એવું નથી. જે મેળવવાની ઈચ્છા થાય તેનું દર્શન-સ્મરણ-ચિંતન-મનન કરવું નથી : આટલો જે નિયમ લો તો બે ભવમાં નિસ્તાર થઈ જાય. ગમે તેટલા ખરાબ વિચારો આવે પણ જો એનો અમલ નથી કરવો, એ વિચારોને ચાલના નથી આપવી અને ઈચ્છાઓને સફળ નથી કરવી તો એની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આજે રાગ થયા પછી રાગનું પાત્ર મેળવવા પ્રયત્ન ચાલુ કરીએ કે રાગ દૂર કરવા? ઈષ્ટવિયોગની અરતિને ઇષ્ટપ્રાપ્તિની રતિ દ્વારા ટાળવાનો પ્રયત્ન કરવો-એ ખોટું છે. આજે માત્ર અરતિ ટાળવા પ્રયત્ન કરાય છે, રતિ ટાળવા પ્રયત્ન નથી કરાતો. બોલે ખરા કે રતિ-અરતિ પરિહરું અને ટાળે માત્ર અરતિ, રતિ ન ટાળે એ ચાલે? આવા પ્રકારની ઈચ્છા થઈ જ કેમ – એવું વિચારે તો ક્યાંકને ક્યાંક ભૂલ થઈ છે – એ સમજાયા વિના ન રહે. પ્રામાણિકતાથી આત્માને પૂછી જોજો કે – રાગ થયા પછી તેને દૂર કરવાનું મન થયું છે ખરું? રાગ સફળ થાય તો આનંદ થાય કે દુઃખ થાય? રાગનો સંકલ્પ ભોગવીને પૂરો કરવો છે કે ટાળીને ?
સ. વિષયના ત્યાગથી સંકલ્પ દૂર થાય ખરો ? નાના છોકરાઓનો સંકલ્પ ત્યાગથી જ દૂર કરાવો છો ને ?
(૧૦૩)