________________
બતાવે ને ? એમ અમારી પણ ઇચ્છા તમને સાધુ બનાવવાની છે. વિષયેચ્છા થતાંની સાથે જ ક્યાં મળશે – એ નથી પૂછવું. કેવી રીતે જશે, કેવી રીતે ટાળી શકાશે – તે જેવું છે, વિચારવું છે.
સ. આવી ઈચ્છા પાપના ઉદયે થાય ને?
આવી ઈચ્છા થયા પછી તેને હઠાવવાનું મન નથી એ મહાપાપોદય કહેવાય. આગ લાગે, સર્પ કરડે કે રોગ થાય તો પાપોદયે જ થાય ને? ત્યારે શું કરો ? કાઢવા માટે પ્રયત્ન કરો ને ? તે પણ કેવો? આગ લાગે તો ઉપરથી પણ કૂદીને નીચે પડો ને ? રોગ થાય તો કરોડોનો ફૂલેટ-બંગલો છોડીને પણ હૉસ્પિટલમાં જાઓ ને? તેવી રીતે અહીં પણ નક્કી કરવું છે કે શરીરનું જે થવાનું હોય તે થાય પણ વિષયાસક્તિને પરિપુષ્ટ નથી કરવી.
સ. વિષયાસક્તિથી મોહનીયકર્મ નડે પણ આતાપના લેવાથી તો અશાતા વેદનીય નડે ને? - અશાતાદનીય નડે નહિ, ભોગવાઈ જાય. અશાતા વેદનીયને ભોગવીને પૂરી કરવી એ જ ઉપાય છે. સમસ્ત દ્વાદશાંગી ફેંદી વળો, અશાતા ભોગવવી નહિ એવો પાઠ ક્યાંય નહિ મળે. અને નાનામાં નાનો ગ્રંથ હાથમાં લેશો તો પણ તેમાં મોહનીયને મારવાની જ વાત હશે. મોહનીયને મારવાના ઉપાય શાસ્ત્રમાં મળશે પણ અશાતાને દૂર કરવાના-ટાળવાના ઉપાય શાસ્ત્રમાં ન મળે. કેવળીભગવન્તને પણ અશાતાનો ઉદય હોઈ શકે, તો આપણને હોય એમાં આટલી હાયવોય શું? જે અશાતા માર્ગાનુસારિતા, સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ કે કેવળજ્ઞાનને ન અટકાવે તેની પાછળ હાથ ધોઈને પડ્યા છીએ ને ? અશાતાનો ઉદય થાય તો ચિંતા કરવાની જરૂર નથી, પુણ્યનો ઉદય થાય તો ચિંતા કરવાની જરૂર છે. સમકિતીને દુઃખ આવે એની ચિંતા ન હોય, સુખ મળે ત્યારે ચિંતા થાય. વિષયો મળ્યા પછી તેના વિકાર સાથે મનને ન જોડે એ સમ્યકત્વનો પ્રભાવ છે. આનું જ નામ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર. આપણી ઇન્દ્રિયોની લગામ આપણા હાથમાં છે ખરી? સારથિ અવદમન જેટલી કડકાઈથી કરે તે રીતે અહીં ઇન્દ્રિયોનું દમન કરવું પડશે. જેને મોક્ષ તરફ રથ લઈ જવો હોય તેણે ઈન્દ્રિયો પર લગામ રાખવી પડે ને? વિષયોનું સ્મરણ થાય અથવા - પુણ્યથી વિષયો મળી જાય તો તેનો ત્યાગ કરવા, તેની ઇચ્છાને નિષ્ફળ બનાવવા જે કરવું પડે તે કરવાની છૂટ છે, પણ વિષયોનો ભોગવટો નથી જ કરવો.
(૧૯)