Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 56
________________ કારણે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજને તેમના ગુરુએ આ પ્રાયશ્ચિત્ત આ પાંચમા આરામાં આપ્યું.હતું અને તેમણે પૂરું પણ કર્યું હતું. પ્રાયશ્ચિત્ત નાશ નથી પામ્યા, ગુના નાશ નથી પામ્યા પણ યોગ્યતા નાશ પામી છે: ગણધરભગવન્તોએ જે ભાષામાં સૂત્રો રચ્યાં છે તેનું ભાષાન્તર નથી કરવું. વર્તમાનમાં જે સમશ્લોકી અનુવાદ થાય છે તે યોગ્ય નથી. સ. મહાપુરુષો જે કરી ગયા હોય તેમાં ફેરફાર ન કરાય. અને એમ છતાં જે ફેરફાર કરે તેને મહાપુરુષ ન મનાયઃ એ પણ ભેગું યાદ રાખવું. ગણધરભગવન્તોને ગુજરાતી આવડતું હતું છતાં તેમણે આવશ્યકસૂત્રો ગુજરાતીમાં ન રચ્યા. તેમના પછી પણ ઘણા સમર્થ મહાપુરુષો થઇ ગયા. તેમણે ટીકાઓ રચી, ગ્રંથો રચ્યા પણ સૂત્રોનો સમશ્લોકી અનુવાદ ન કર્યો, તો આપણે એવો પ્રયત્ન શા માટે કરવો ? શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે આ પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું, તો આજે અમારા જેવા સખણા રહ્યા. આ રીતે એ મહાપુરુષની ભૂલ પણ આપણને ઉન્માર્ગથી બચાવનાર છે. સ. આજે નવકારમાં NAMO નમો લખે તે ચાલે ? એ તો લીપીનો ભેદ છે, ભાષાનો નહિ. પરંતુ એમાંય વાંધો છે જ. કારણ કે ત્યાં ‘ત’ ના બદલે ‘ટ’ નો ઉચ્ચાર કરે, ‘ણ’ ના બદલે ‘ન’ નો ઉચ્ચાર કરે - એ ન ચાલે. છોકરાને અંગ્રેજીમાં નવકાર શીખવવાને બદલે તેમને ગુજરાતી આગળ વધીને સંસ્કૃતપ્રાકૃત શીખવીને નવકારાદિ સૂત્રો ભણાવવાની જરૂર છે. આ રીતે આપણે દશેય પ્રાયશ્ચિત્તનું વર્ણન પૂરું કર્યું. આ પ્રાયશ્ચિત્તોનું સ્વરૂપ જેને સમજાય તેને પાપની ભયંકરતા અને પાપશુદ્ધિની મહત્તા સમજાયા વિના ન રહે. પાપ ખટક્યા વિના સાધના થઇ શકવાની જ નથી. આત્માને શુદ્ધ બનાવવાના-પાપરહિત બનાવવાના ઉપાયો જાણવા છતાં આડેધડ પ્રવૃત્તિ કરે અને એનો કોઇ રંજ ન હોય તેવાઓ પોતાનું આત્મહિત કઇ રીતે સાધી શકવાના ? અયોગ્ય જીવોની ઉપેક્ષા કરાય, પણ યોગ્યની ઉપેક્ષા ન કરાય. તેથી યોગ્યને સુધરવા માટે આ પ્રાયશ્ચિત્તના પ્રકાર જણાવ્યા છે. વીતરાગપરમાત્માના શાસનમાં કર્મનિર્જરા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હોય તો આ તપ જ છે. શ્રી તીર્થંકરપરમાત્માના આત્માઓ પણ તે જ ભવમાં નિશ્ચે કરી કેવળજ્ઞાન અને મોક્ષ પામવાના છે એવું જાણવા છતાં તપ કર્યા વિના રહેતા નથી. જ્યારે આપણે તો અનેક ભવોથી સુખના રાગે પાપોનો ઢગલો કર્યો છે (૫૩)

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162