________________
આ ગાથામાં ‘તે હૈં પતિ વુન્નરૂ' આ પ્રમાણે છેલ્લે હૈં પદથી તે જણાવ્યું છે કે આ રીતે, છતા ભોગોનો જે ત્યાગ કરે તેવા ભરતમહારાજા વગેરે જ ત્યાગી કહેવાય છે, બીજા નહિ. આ સાંભળીને ફરી શિષ્ય શંકા કરે છે કે જો ભરતમહારાજા, જંબૂસ્વામી વગેરેની જેમ વિદ્યમાન ભોગોનો ત્યાગ કરે તેઓ જ ત્યાગી કહેવાતા હોય તો જેઓ દરિદ્ર હોવા છતાં દ્રમકની જેમ ભાવથી દીક્ષા અંગીકાર કરી શ્રમણપણાના પાલનમાં ઉદ્યત થયા હોય તેમને અત્યાગી માનવા પડશે... આવી શંકાના નિરાકરણમાં જણાવે છે કે એ દ્રમકે પણ ત્રણ કરોડ રત્નોને છોડ્યા હતા. આ અનુસંધાનમાં અહીં રંકની કથા જણાવી છે. શ્રી સુધર્માસ્વામીજીની દેશના સાંભળીને એક કઠિયારો દીક્ષા લેવા તૈયાર થયો હતો. ભગવાનના સાધુ શ્રીમંત અને રંકને એકસરખી રીતે દેશના આપનારા હોય. શ્રીમંતની પાસે જે હોય તે પણ છોડાવે અને નવું ન મેળવવાનું શીખવે. જ્યારે રંકને જે મળ્યું નથી એની ઇચ્છા પણ મૂકી દેવાનું શીખવે. આવી વૈરાગ્યભીની દેશના સાંભળી કઠિયારાએ વૈરાગ્યપૂર્વક શ્રી સુધર્માસ્વામીજી પાસે દીક્ષા લીધી. દીક્ષા કોણ લે ? કઠિયારો જ લે ને ? કે કઠિયારો પણ લે ? આ તો પોતે લેવા તૈયાર ન થાય અને કદાચ આવા કોઇ તૈયાર થાય તો પાછા તેની ટીકા કરતાં કહે કે બિચારાના બે ભવ સુધર્યાં. આ ભવમાં ખાવાપીવાની ચિંતા ટળી અને પર ભવમાં પણ લહેર છે. જેને દીક્ષા પ્રત્યે બહુમાન હોય તે આવી ટીકા ન કરી શકે. કોઇના પરિણામ જાણ્યા વગર તેના વિષયમાં બોલવાનો આપણને કોઇ અધિકાર નથી. અહીં પણ લોકોએ સારા પરિણામ ન જોયા અને માત્ર પ્રવૃત્તિ જોઇને નિંદા કરવાનું શરૂ કરી દીધું. એ સાધુ ભિક્ષા લેવા જતા ત્યારે લોકો ગોચરીપાણી વહોરાવવાના બદલે કહેતા કે-ખાવાનું હતું નહિ માટે દીક્ષા લીધી. આ સાધુ શૈક્ષ(નવા) હોવાના કારણે આ અરતિપરિષહ સહી ન શક્યા આથી તેમણે આચાર્યભગવન્તને કહ્યું કે આ પરાભવ મારાથી સહન નથી થતો, આથી આપણે બીજે જતા રહીએ... આ રીતે રંક સાધુની અસહનશીલતા જાણીને શ્રી સુધર્માસ્વામીજીએ ત્યાંથી વિહાર કરવાનું નક્કી કર્યું. કોઇ સંઘના આગેવાનનેં બોલાવ્યા નથી કે કોઇને ફરિયાદ કરી નથી. માત્ર અભયકુમાર મંત્રીશ્વર આવ્યા ત્યારે તેમને કહ્યું કે-અમે અહીંથી વિહાર કરીને જઇએ છીએ. ત્યારે અભયકુમાર મંત્રીશ્વરે પૂછ્યું કે-ભગવન્ ! માસક‚પ્રાયોગ્ય આ ક્ષેત્ર છે તો આમ અચાનક અહીંથી વિહાર કરી જવાનું પ્રયોજન શું છે ? ત્યારે શ્રી સુધર્માસ્વામીજીએ કારણ જણાવ્યું. ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે–ભગવન્ ! આપ કોઇ જાતની ચિંતા કર્યા વિના અહીં બિરાજો. લોકોના અપવાદનું હું કોઇક ઉપાય વડે
(૯૭)