________________
કાળજી સૌથી પહેલાં રાખવાની, કદાચ કોઇ ભટકાઇ જાય તો પડી ન જવાય તેની કાળજી રાખવી અને તે પછી પણ પડી જ જવાય તો વાગે નહીં તેની કાળજી રાખો ને ? તે જ રીતે અહીં સમજી લેવું. તમે પણ અહીં એવું જ કરો છો ને ? સાધુ પાસે જવું જ નહિ. કદાચ જઇએ તો પણ દીક્ષાની વાત કાઢવી જ નહિ. અને જો દીક્ષાની વાત નીકળી તો આપણે ઉપેક્ષાપૂર્વક સાંભળીને આંખ આડા કાન કરીને ઊભા થઈ જવું. આના કારણે જ સાધુ પાસે જવા છતાં દીક્ષા ન પામ્યા ને ? તમે સાધુ પાસે જાઓ તો કઇ વાત કરો ? તમે કયા ગામના ? ક્યાં ચોમાસુ કર્યું છે ?હવે ક્યાં જવાના ? આવું આવું જ પૂછો ને ? આજે તમને નિયમ આપી દઉં કે સાધુભગવન્ત પાસે જઇને આડી-અવળી વાતો નહિ કરવાની ? સાધુ પાસે જઇને ચારિત્રની વાત કરી હોત તો અત્યાર સુધીમાં ચારિત્ર પામી ગયા હોત. એના બદલે તો આજે અમારા જેવા કદાચ પૂછે કે બાવીસ પરિષહ કે દસ યતિધર્મ સમજવા છે તો શું કહો? કાલે આવીશ, આજે ટાઇમ નથી-એમ જ ને ? તમે સાધુથી ને સાધુપણાથી જેટલા અળગા રહો તેટલા અળગા વિષયથી અને વિષયના પરિણામથી રહે તે સાધુ કહેવાય.
.....
આ બીજી ગાથામાં એ જણાવ્યું છે કે વિષયો પાસે ન હોય માટે ન ભોગવે તે ત્યાગી નથી કહેવાતા. અમને જે બ્રાહ્મણપંડિતજી ભણાવવા આવતા હતા તેમને અમે કહીએ કે આ સાધુને દૂધ કાયમ માટે બંધ છે, આ સાધુને મિઠાઇ કાયમ માટે બંધ છે, આ સાધુને શાકભાજી કાયમ માટે બંધ છે, ત્યારે અમારા પંડિતજી કહેતા કે અમારા બિહારમાં તો માણસો માત્ર સક્કુ અને મરચું ખાઇને પગે રીક્ષા ચલાવે છે. દૂધ-મિઠાઇ તો એમણે જિંદગીમાં જોયાં નથી. આમ છતાં પણ પાછા પંડિતજી કહેતા કે ‘એમને તો મળતું નથી માટે ખાતા નથી. જ્યારે તમને તો મળે છે છતાં પણ તમે લેતા નથી માટે તમે ત્યાગી કહેવાઓ – એ બરાબર છે'. એ લોકો પણ એમ સમજતા હતા કે છતી વસ્તુને ન ભોગવવામાં ત્યાગનો પરિણામ સમાયેલો છે. આયંબિલમાં બે ચાર કે પાંચ-સાત દ્રવ્ય વાપરે – એમાં નવાઇ નથી. પારણે કેટલાં દ્રવ્ય વાપર્યાં
-
એ પૂછવું પડે ને ? ભગવાન પારણું કરે તો કેટલાં દ્રવ્યોથી કરે ? એક જ ને ? આપણને પારણામાં કેટલાં દ્રવ્યો જોઇએ ? એકથી ફાવે તો બે દ્રવ્ય નથી કરવાં અને બે દ્રવ્યથી ચાલે તો ત્રણ નથી લેવાં આટલું નક્કી કરવું છે ? વિષયોનો ત્યાગ નકામો છે – એમ નથી કહેવું. પરંતુ વિષયના ત્યાગ માત્રથી નિસ્તાર થતો નથી -એ સમજાવવું છે. ત્યાગ, ત્યાગના પરિણામવાળો જોઇએ.
(૮૮)