Book Title: Dashvaikalik Sutra Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 40
________________ રાજલોકમાં રહેલા કોઇપણ જીવને હું દુઃખ પહોંચાડીશ નહિ. અને ચૌદ રાજલોકમાં રહેલા બધા ય જીવો દુઃખ દેશે તો ય હું મજેથી વેઠી લઈશ....” આ પરિણામસ્વરૂપ અહિંસાધર્મ છે. આ અહિંસાનું સ્વરૂપ, સમજવા માટે ખૂબ જ સરળ છે. મનને ગમી પણ જાય એવું છે. પરન્તુ આત્મસાત્ કરવાનું ઘણું જ અઘરું છે. બીજાને દુઃખ પહોંચાડીને પણ સુખ ભોગવવાની વૃત્તિને દૂર કર્યા વિના અને દુઃખ મારા જ પાપનું ફળ છે માટે ભોગવી જ લેવું જોઈએ-એવી વૃત્તિ કેળવ્યા વિના અહિંસાનું પાલન શક્ય નથી. આ અહિંસાધર્મ પછી અહિંસાના પાલનમાં કારણરૂપ સંયમધર્મ બતાવ્યો છે. જેને અહિંસા પાળવી હશે તેણે સંયમ લીધા વિના નહિ ચાલે. સંયમ શબ્દનો અર્થ નિયંત્રણ રાખવું - એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ છે. અહીં સંયમ એટલે સારી રીતે વિરામ પામવું. હિંસાદિ સર્વ પાપોથી સારી રીતે વિરામ પામવું તેનું નામ સંયમ, આ રીતે અહિંસા અને સંયમ પરમાર્થથી એક જ જણાય છે, છતાં બંન્નેને જુદા બતાવ્યા છે તેનું કારણ એ છે કે અહિંસા એ સાધ્ય છે અને સંયમ તેનો ઉપાય છે. કોઈપણ જીવને દુઃખી બનાવવા નથી- એ આપણું ધ્યેય છે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે તે તે જીવોની જયણા-પાળવી, રક્ષા કરવી – તે સંયમ છે. સંયમ પાળ્યા વિના અહિંસા સાચવી શકાય - એવું નથી. જ્યણા પાળવા માટે સૌથી પહેલાં પ્રવૃત્તિ ઉપર કાપ મૂકવો જ પડશે. જે ઘણી પ્રવૃત્તિ કરે તે અસંયમ ર્યા વગર નહિ રહે. જે પ્રવૃત્તિ કર્યા વિના ચાલે એવું હોય તેમાં હાથ નાંખવો જ નથી અને જે કર્યા વિના ચાલે એવું નથી તે પ્રવૃત્તિ એ રીતે કરવી છે કે જેમાં જ્યણા સચવાય. આચાર્યભગવન્ત કહેતા કે ભગવાનની આજ્ઞા મુજબ ઈર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક ચાલવું હોય તો એક કે બે કિલોમિટરનો વિહાર માંડ કરી શકે-આને જ ઉગ્રવિહાર કહેવાય. એક દિવસમાં માઈલોના માઈલો કાપવા તે ઉગ્રવિહાર નથી. કપડાં-કામળીના છેડા લબડતા હોય તો ફરક્યા કરે તેથી વાયુકાયની તેમ જ પૃથ્યાદિની વિરાધના થાય. માટે તે છેડા સાચવીને-દબાવીને ચાલવું, યુગપ્રમાણ ભૂમિ ઉપર નજર સ્થિર રાખવાની, આજુબાજુ જોતાં કે વાતો કરતાં ન ચાલવું, તે ઉગ્રવિહાર. સ. આ રીતે ચાલે તો સામે ગામ ક્યારે પહોંચે ? " આપણે સામે ગામ નથી પહોંચવું, મોક્ષે જવું છે. મોક્ષે જે રીતે પહોંચાય તે રીતે સામે ગામે પહોંચવું છે. સામું ગામ નજીક આવે અને મોક્ષ દૂર થાય- એ વિહાર કેવો? થોડી પ્રવૃત્તિ હોય તો સંયમ સાચવી શકાય. ઢગલાબંધ પ્રવૃત્તિ હોય તો (૩૭)Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162