Book Title: Dashvaikalik Sutra Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 38
________________ પાણી આપવાનું. તમે તમારા દીકરાના ભલે બાપ હો પણ તમારા બાપાના તો દીકરા ખરા ને ? તમને બાપાની ભક્તિ કરતા જોઈ ડાહ્યો દીકરો એની મેળે જ તમારી ય ભક્તિ કરતો થઈ જશે કે “બાપુજી ! તમે રહેવા દો, હું જ દાદાજીને પાણી આપું છું અમારે ત્યાં પણ કહ્યું છે કે ઉપાધ્યાય ભગવન્ત વિનયના ભંડાર હોય. છતાં કોઈને વિનયના પાઠ શીખવવા ન બેસે. પોતે જાતે આચાર્ય ભગવન્તનો વિનય જ એ રીતે કરે કે જેથી નાના સાધુને થાય કે આમના જેવા જ્ઞાની, પદસ્થ પણ જો આ રીતે આચાર્યભગવન્તની ભક્તિ કરતા હોય તો આપણે કેટલા અપ્રમત્તપણે આપણા વડીલોની ભક્તિ કરવી જોઈએ ! જે યોગ્ય હોય તે જોઈ-જોઈને શીખે, જે અયોગ્ય હોય તેને કીધા પછી પણ અસર ન થાય. આજે તો તમે સંસ્કાર ઝીલવાના બદલે સંસ્કાર આપવાની શરૂઆત કરી તેથી ન તો તમે સંસ્કારી બન્યા ને ન તો બીજાને સંસ્કારી બનાવી શક્યા. સંસ્કાર આપવા ઘરમાં રહેવાના બદલે મહાપુરુષોએ આપેલા સંસ્કાર ઝીલીને નીકળી ગયા હોત તો આજે ઠેકાણું પડી જાત. સંસ્કાર ઝીલવાની કેટલી તકો જતી કરી ? સૌથી પહેલાં આઠમા વરસે દીક્ષા લેવાનું કહ્યું હતું, તે તક ગુમાવી ને? બીજી તક વીસમા વરસે સંસાર માંડવા પહેલાં હતી તે પણ ગુમાવી ને ? હવે ત્રીજી તક છે કે પહેલાં છોકરાના લગ્ન થતાંની સાથે ઘરની જવાબદારી તેને સોંપીને નીકળી જવું. આ તક પણ જતી કરવી છે કે લગભગ ગઈ જ છે- એમ સમજે? હજુ પણ સંસ્કાર આપવા માટે સંસારમાં જ રહેવું છે? . સ. આ ઉમરે આવીને શું કરીશું ? ગુરુભગવન્તનું કહ્યું માનીશું ! સ. ઘરમાં કોઈનું નથી માનતા તો અહીં શું માનવાના ? ઘરમાં કોઈનું ન માનો છતાં મુસાફરીમાં ડ્રાઈવરનું માનો ને ? માંદગીમાં ડોકટરનું માનો ને ? જ્યાં તમારી ગરજ હોય ને જ્યાં તમે લાચાર હો ત્યાં બીજાનું માનતાં આવડે છે ને? જેનું અર્થપણું હોય તેમાં આપણા કરતાં જાણકાર મળે તો તમારું ડહાપણ ન ચલાવો ને ? તેમ અહીં પણ ગુણનું અર્થીપણું જાગે, પોતાના અજ્ઞાનનું "ભાન થાય અને ગુરુભગવન્તના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા જાગે તો ગુરુનું માનવાનું અઘરું નથી. પોતાના સ્વભાવને સુધારે અને ગુરુનું કહ્યું માને તેવાને સાધુપણામાં કોઈ મુશ્કેલી નથી. અમારે ત્યાં મોટી ઉંમરે દીક્ષા લીધેલ એક સાધુભગવન્ત હતા, પોતાનો કાપ પણ કાઢી ન શકે. પણ બેઠાં બેઠાં ઘણાં કામ કરે. બીજા મહાત્માઓના કાપ કાઢેલા (૩૫)Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162