Book Title: Dashvaikalik Sutra Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 44
________________ કરવા વર્તમાનના પાપથી વિરામ પામવા સ્વરૂપ સંયમધર્મ બતાવ્યો અને ભૂતકાળનાં પાપોને દૂર કરવા તપધર્મ બતાવ્યો. પાપરહિત તે જ બની શકે જે સહનશીલ હોય. અસહનશીલતા ગયેલાં પાપોને પણ પાછાં નોંતરી લાવે છે. પાપના ત્યાગ પછી પણ જીવનમાં પ્રચ્છન્ન(ગુપ્તપણે)પાપતા પેસતી હોય તો તેમાં મોટો ફાળો અસહનશીલતાનો છે. અસહિષ્ણુતાનો પ્રતિકાર એ જ સાધના છે. એ સિવાયનો પ્રયત્ન સાધનાને વેરવિખેર કરી નાખશે. અરતિનું મૂળ અસહનશીલતા છે. તેને ટાળવા માટે જ સકલ શાસ્ત્રોની રચના છે. સહનશીલતા કેળવવા માટે જ તપધર્મ છે. મનને મારવા માંડીએ અને સામાન્ય ટેવ પાડીએ તો અસહનશીલતા ટાળવાનું કામ કપરું નથી. આચાર્યભગવન્તે એક વાર કહયું હતું કે ‘દુ:ખ વેઠવા માંડો, વેઠતાં વેઠતાં દુ:ખ કોઠે પડી જશે....’ સમર્થજ્ઞાની ભગવન્તો પણ પાછા પડતા હોય તો તે પ્રમાદપ્રિયતા અને સુખની લાલચમાંથી જન્મેલી અસહનશીલતાના કારણે જ પાછા પડે છે. ‘હું કેમ ન કરી શકું ?' એમ વિચારે તેના માટે સહનશીલતા દુ:સાધ્ય નથી. ‘આપણું કામ નહિ !' એવું વિચારવાના કારણે અસહિષ્ણુતા વધવા માંડે છે. ‘મારાથી કેમ ન બને ?’, ‘હું કરી શકીશ’... એવું વિચારીએ તો સહનશીલતા આવ્યા વગર ન રહે. સંયોગો વિપરીત હોય તો તે સંયોગોને આધીન બનવાને બદલે તેને હઠાવવા પ્રયત્ન કરીએ અથવા મળેલા સંયોગોનો ઉપયોગ કરી લઇએ તો સિદ્ધિને નજીક બનાવી શકાય. ન જ અનાદિકાળથી અનેક ભવોમાં સુખના રાગે અને દુઃખના દ્વેષે જે કર્મો બાંધ્યાં છે તે; સુખ છોડવાનો અને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડ્યા વિના दूर કરી નહિ શકાય. આથી જ એ અભ્યાસ પાડવા માટે ભગવાને, છ પ્રકારે બાહય અને છ પ્રકારે અભ્યન્તર : એમ બાર પ્રકારનો તપ બતાવ્યો છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહય તપ છે. તેમ જ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અભ્યન્તર તપ છે. આ બારમાંથી આપણે તો માત્ર એક જ તપને તપ માનીએ ને ? અનશન સિવાયનો તપ એ તપ છે- એવું માનીએ ખરા ? અશન એટલે ખાવું, અનશન એટલે ન ખાવું. નવકારશીથી માંડીને છ મહિનાના ઉપવાસ સુધીનો તપ અનશનમાં આવે. સૂર્યોદયથી માંડીને બે ઘડી સુધી આહારપાણી ન લેવાનું પચ્ચક્ખાણ તેને નવકારશી કહેવાય, એનો અર્થ એ નથી કે રાત્રે સૂર્યોદય સુધી ખાવાની છૂટ છે. જે નવકારશી કરે તે રાત્રિભોજન ટાળે ૪. (૪૧)Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162