________________
પ્રાગભાવખંડન
વૈશેષિકો મુખ્યપણે પ્રાગભાવનું સમર્થન કરે છે. પ્રાગભાવનું લક્ષણ અને પ્રમાણ વૈશેષિકદર્શનમાં નિરૂપિત છે. નૈયાયિકો વૈશેષિકદર્શનને અનુસરે છે. પરંતુ અદ્વૈતવેદાન્તીઓ પ્રાગભાવનો સ્વીકાર કરતા નથી. અદ્વૈતવેદાન્તના ગ્રંથોમાં કોઈક સ્થળે પ્રાગભાવનો વ્યવહાર કરવામાં આવેલો જોવા મળે છે, એટલે ત્યાં વૈશેષિક મતનોં અભ્યપગમ કરીને જ પ્રાગભાવનો વ્યવહાર અદ્વૈતવાદીઓ કરે છે એ ધ્યાનમાં રાખવું. પ્રાગભાવની સિદ્ધિ થાય તો ભાવરૂપ અવિઘાની સિદ્ધિ થઈ શકે જ નહિ એમ સમજીને જ અદ્વૈતવાદીઓ પ્રાગભાવના ખંડનમાં પ્રવૃત્ત રહ્યા છે. વિદ્યાનો પ્રાગભાવ જ જો અવિદ્યા હોય તો ભાવરૂપ અવિદ્યાની સિદ્ધિ થઈ શકે જ નહિ. જે ભાવરૂપ અવિદ્યાનો સ્વીકાર કરતા નથી તે વિદ્યાના પ્રાગભાવને અર્થાત્ પ્રમાના પ્રાગભાવને - જ અવિદ્યા કહે છે. ભાવરૂપ અવિદ્યાની સિદ્ધિને માટે જ પ્રાગભાવનું ખંડન અદ્વૈત વેદાન્તીને અપેક્ષિત છે. વેદાન્તપરિભાષા, સિદ્ધાન્તાસંગ્રહ વગેરે અદ્વૈતવાદના ગ્રંથો હોવા છતાં એ બધામાં અવિદ્યાની આલોચના થઈ નથી. અવિદ્યાનું નિરૂપણ ર્યા વિના અદ્વૈતવાદનું સમર્થન એ અદ્ભુત બાબત છે. આ બધા ગ્રંથોમાં પ્રાગભાવનું સમર્થન કે ખંડન બને નિરર્થક છે. ભાવરૂપ અવિદ્યાની સિદ્ધિને માટે જ પ્રાગભાવનું ખંડન નિતાન્ત અપેક્ષિત છે. અદ્વૈતસિદ્ધિના પ્રકરણમાં પ્રાગભાવનાં ખંડન માટે અનેક તર્કો આપવામાં આવ્યા છે. અદ્વૈતવાદના જુદા જુદા ગ્રંથોમાં પ્રાગભાવના ખંડન માટે બહુવિધ યુક્તિઓ આપી છે. પ્રાગભાવનાં સાધક પ્રમાણો ન જાણીએ તો પ્રાગભાવના ખંડનમાં આપવામાં આવેલી યુક્તિઓ સમજી શકાય નહિ, એટલે પ્રાગભાવની સમર્થક યુક્તિઓ જણાવીને પછી પ્રાગભાવનો નિરાસ કરતી યુક્તિઓ આપીએ છીએ. • પ્રાગભાવને સ્વીકારનારા પ્રાગભાવની સિદ્ધિ કરવા માટે ચાર પ્રમાણો આપે છે : (૧) પટોત્પત્તિ પહેલાં તંતુસમૂહમાં ‘પટ નથી એવું પ્રત્યક્ષજ્ઞાન થાય છે. આ અબાધિત પ્રત્યક્ષાન જ પ્રાગભાવમાં પ્રમાણ છે. (૨) પટોત્પત્તિની પછી તખ્તસમૂહમાં ‘આટલા સમય સુધી તખ્તસમૂહમાં ૫ટ હતો નહિ એવું અબાધિત જ્ઞાન થાય છે, જે પ્રાગભાવમાં પ્રમાણ છે. - (૩) પ્રાગભાવન સ્વીકારીએ તો આ ન થાઓ એવી કામના ઘટે નહિ. અને આવી કામના તો.અનુભવસિદ્ધ છે. તેથી આવી કામનાની અનુપપત્તિ જ પ્રાગભાવમાં પ્રમાણ છે. (૪) પટોત્પત્તિની પહેલાં તડુસમૂહમાં ‘આ તખ્તસમૂહમાં પટ ઉત્પન્ન થશે એવો અબાધિત અનુભવ થાય છે, જે અનુભવ પ્રાગભાવમાં પ્રમાણ છે.'
(૧) પ્રથમ પા તર્કસંગત નથી કારણ કે ‘પટ નથી એવું પ્રત્યક્ષજ્ઞાન પ્રાગભાવવિષયક હોઈ શકે જ નહિ. જેમ “ઘટમાં પટ નથી (ટે પટો નાસ્તિ)' એ જ્ઞાનનો વિષય પટનો સામાન્યાભાવ છે તેમ ‘તતુસમૂહમાં પટનથી (તડુસમૂદેપટો નાતિ)' એ જ્ઞાનનો વિષય પણ પટનો સામાન્યાભાવ જ છે. “પટનથી” એ અભાવની પ્રતિયોગિતા પટમાં છે. એ પ્રતિયોગિતા પઢત્વસામાન્યધર્મથી અવચ્છિન્ન છે. સામાન્યધર્મવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ જ