________________
૧૦૨
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર
છતાં જો કાર્યની ઉત્પત્તિ થાય નહિ તો સામગ્રીમાંથી કાર્યની પ્રથમ ઉત્પત્તિ પણ કેવી રીતે થાય ? તેથી ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિની આપત્તિનો પરિહાર કરવા માટે પ્રાગભાવનો સ્વીકાર જરૂર કરવો જ જોઈએ.૨૮
આની સામે અદ્વૈતવેદાન્તી નીચે મુજબ કહે છે ઃ પ્રાગભાવવાદીઓમાં પણ બે વર્ગ છે (૧) કેટલાક કહે છે કે પ્રતિયોગી પ્રાગભાવનો નિવર્તક છે. (૨) બીજા કહે છે કે પ્રતિયોગી પ્રાગભાવનો નિવર્તક નથી પરંતુ પ્રતિયોગી પોતે જ પ્રાગભાવનિવૃત્તિસ્વરૂપ છે. સામાન્ય રીતે નૈયાયિકો માને છે કે પ્રતિયોગી પ્રાગભાવનો નિવર્તક છે. નિવર્તક એટલે નિવૃત્તિનો જનક. પ્રતિયોગી પ્રાગભાવની નિવૃત્તિનો જનક છે. જેઓ પ્રતિયોગીને પ્રાગભાવનો નિવર્તક કહે છે તેમના મતમાં ઉત્પન્ન કાર્યની પુનરુત્પત્તિની આપત્તિ કેમ ન આવે ? પ્રતિયોગીની ઉત્પત્તિની ક્ષણે પ્રાગભાવ તો નિવૃત્ત થતો નથી. પ્રતિયોગી પ્રાગભાવનો નિવર્તક હોઈ પ્રતિયોગીની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે પ્રાગભાવની નિવૃત્તિ થાય. પ્રતિયોગીની ઉત્પત્તિની ક્ષણે તો પ્રાગભાવ રહે જ. તેથી પ્રતિયોગીની ઉત્પત્તિની ક્ષણે સામગ્રી હોવાથી ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે કાર્યની પુનરુત્પત્તિની આપત્તિ અવશ્ય આવી પડે. જે પુનરુત્પત્તિની આપત્તિના પરિહાર માટે પ્રાગભાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે આપત્તિ તો પ્રાગભાવસ્વીકારપક્ષમાં એમની એમ જ રહે છે. વસ્તુતઃ પ્રતિયોગી પ્રાગભાવનો નિર્દક છે એ મત નિતાન્ત અસંગત છે., કાર્યની ઉત્પત્તિની ક્ષણે કાર્ય અને કાર્યનો પ્રાગભાવ બંને હોઈ .કાર્યની ઉત્પત્તિની ક્ષણ કાર્યની વર્તમાન ક્ષણ અને ભાવિક્ષણ પણ છે. એકની એક ક્ષણને જ વસ્તુની વર્તમાન ક્ષણ અને ભાવિક્ષણ સ્વીકારતાં કાલવ્યવહારનો ઉચ્છેદ થઈ જાય. વર્તમાનકાલ કદી ભવિષ્યત્કાલ નથી. તેથી પ્રાગભાવ અને પ્રાગભાવનો પ્રતિયોગી એક જ ક્ષણે હોય છે એમ કોઈ પણ બુદ્ધિમાન પુરુષ સ્વીકારી શકે નહિ.
જેઓ પ્રતિયોગીને પ્રાગભાવનિવૃત્તિસ્વરૂપ સ્વીકારે છે તેમના મતમાં પ્રદર્શિત દોષ આવતો નથી એ ખરું, પરંતુ તેઓ પણ પ્રાગભાવનો સ્વીકાર ન કરનાર અદ્વૈતવેદાન્તીને ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિની આપત્તિ આપી શકે નહિ. તેઓ માને છે કે પ્રાગભાવ ન સ્વીકારીએ તો ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિની આપત્તિ આવે. પરંતુ અદ્વૈતવેદાન્તી દર્શાવે છે કે પ્રાગભાવન સ્વીકારવા છતાં એ આપત્તિ આવતી નથી. નિયતપૂર્વવર્તિત્વ કારણમાં હોવું જ જોઈએ. કારણ સદા કાર્યની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વ ક્ષણે નિયતપણે અસ્તિત્વ ધરાવતું હોય જ. પરંતુ ઘટની ઉત્પત્તિની ક્ષણે તો દંડ, ચક્ર વગેરે નિયતપણે હોવા જ જોઈએ એવો કોઈ નિયમ નથી. ઘટની ઉત્પત્તિની ક્ષણે દંડ, ચક્ર વગેરે ન પણ હોય. તેથી ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિને અનુલક્ષી દંડ, ચક્ર વગેરેનું નિયતપૂર્વવર્તિત્વ છે જ નહિ, તો પછી ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિમાં દંડ, ચક્ર વગેરેની કારણતા હોય જ ક્યાંથી ? અને ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિ અકારણ દંડ, ચક્ર આદિ વડે કેવી રીતે સંભવે ? આમ ઉત્પન્ન ઘટની પુત્પત્તિની આપત્તિ નિતાન્ત અસંગત છે. °
આની સામે પ્રાગભાવવાદી નીચે મુજબ કહે છે. ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિને અનુલક્ષી દંડ, ચક્ર વગેરેનું નિયતપૂર્વવર્તિત્વ ભલે ન હો પરંતુ ઘટની ઉત્પત્તિને અનુલક્ષીને તો તેમનું નિયતપૂર્વવર્તિત્વ છે જ. એટલે ઉત્પન્ન ઘટની પુનરુત્પત્તિની આપત્તિ ભલે ન આવે પરંતુ ઉત્પન્ન ઘટની અનન્તર ઉત્તર ક્ષણે ઘટની ઉત્પત્તિની આપત્તિ તો આવે જ. સામગ્રીની અવ્યવહિત ઉત્તર ક્ષણે કાર્ય ઉત્ખ ન થાય જ. સામગ્રીની અવ્યવહિત ઉત્તર ક્ષણે કાર્ય ઉત્પન્ન ન થાય તો તે