________________
પ્રાગભાવખંડન
૧૨૩ . વળી, યુગપ ઉત્પન્ન એકદેરાવૃત્તિ વસ્તુઓના પ્રાગભાવ અનેક નથી પણ એક છે. તેમ જ યુગપદ્ વિનષ્ટ એકદેશવૃત્તિ વસ્તુઓના ધ્વસાભાવો પણ અનેક નથી પણ એક છે. એકાવચ્છેદે યુગપદ્ ઉત્પન્ન કે યુગપ વિનષ્ટ વસ્તુઓના પ્રાગભાવો કે પ્રäસાભાવો અનેક નથી પણ એક છે. આમ અનેક વસ્તુઓના પ્રાગભાવો અને અનેક વસ્તુઓના ધ્વસાભાવો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મના અનેકત્વને કારણે અનેક સિદ્ધ થતા નથી. ભિન્નાવચ્છેદે યુગપુદ્દ ઉત્પન્ન વસ્તુઓના પ્રાગભાવો કે યુગપવિનષ્ટ વસ્તુઓના ધ્વસાભાવો ભિન્ન છે, અનેક છે. એક વૃક્ષના મૂલાવચ્છેદે અને અગ્રાવચ્છેદે યુગપદ્ ઉત્પન્ન સંયોગોના પ્રાગભાવો ભિન્ન છે. તેવી જ રીતે એક વૃક્ષના મૂલાવછેદે અને અગ્રાવચ્છેદે યુગપ વિનષ્ટ સંયોગોનાāસાભાવો પણ ભિન્ન છે. કેમ? કારણ કે તેમના ભેદની પ્રતીતિ થાય છે. પરંતુ એકવચ્છેદે યુગપદ્દ ઉત્પન્ન વસ્તુઓના પ્રાગભાવો ભિન્ન નથી કે એકાવછેદે યુગપ વિનષ્ટ વસ્તુઓના પ્રવ્રુસાભાવો ભિન્ન નથી. તેમના ભેદની પ્રતીતિ થતી નથી. તે અભિન્ન છે, એક છે. વળી, જેઓ વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવને સ્વીકારે તેમના મતે આવા એક અભાવની પ્રતિયોગિતા બધા જ સમાનાધિકરણો સાથેના સંબંધોથી અને બધા જ વ્યધિકરણો સાથેના સંબંધોથી અવચ્છિન્ન થાય. અવછેદક સંબંધોના ભેદને કારણે અભાવભેદ થતો નથી. એ જ રીતે એક ગગનાભાવને સર્વવિધસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક ગણી સ્વીકારી શકાય તેમ જ સર્વવિધ વ્યધિકરણધર્માવચ્છિન્ન ગણીને સ્વીકારી શકાય. માટે જ પ્રતિયોગિતાવચ્છેદકભેદે અભાવભેદ થતો નથી. વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની પ્રતિયોગિતા બધા સમાનાધિકરણો સાથેના સંબંધો અને બધા વ્યધિકરણો સાથેના સંબંધો વડે અવચ્છિન્ન હોઈ શકે. અને આ અભાવ એક ગગનાભવ ઘટે. નિષ્કર્ષ એ કે પ્રતિયોગિતાવચ્છેદકભેદે અભાવભેદ થતો નથી." - આની સામે પ્રતિયોગિતાવ છેદકભેદે અભાવભેદ માનનાર કહે છે કે જો આ રીતે અનેક અભાવોને એક સ્વીકારવામાં આવે તો પૃથ્વીમાં માત્ર એક અભાવ સ્વીકારીએ તો ચાલી શકે.
એક જ અભાવ હોવા છતાં દેશકાલાદિઅવચ્છેદકભેદ અભાવભેદના વ્યવહારનો ખુલાસો કરી • શકે. એક જ અભાવ દેશકાલાદિઅવચ્છેદકભેદે અભાવભેદના વ્યવહારનો જનક બની શકે.
પરિણામે એકથી વધારે અભાવ માનવાની જરૂર રહે જ નહિ. વળી, આમાં અભાવકલ્પના અંતિલઘુ બને.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે માત્ર એક અભાવના સ્વીકાર દ્વારા જ જો • અભાવોના ભેદનો વ્યવહાર ઘટી શક્તો હોય તો ભલે તેમ થાય, એમાં અમને શું આપત્તિ? પરંતુ પ્રતિયોગિતાવચ્છેદકભેદે અભાવભેદ થતો નથી એ સત્ય છે, એમાં કોઈ પણ બાધક નથી."
વળી, અદ્વૈતસિદ્ધિકાર અવિદ્યા (અજ્ઞાન) અભાવવિલક્ષણ છે એ સિદ્ધાન્તના સમર્થનમાં નીચે મુજબ જણાવે છે. વેરોષિકોએ સર્વાધાર કાલ પદાર્થ સ્વીકાર્યો છે. જો એ કાલને જ ચિરૂપ સ્વીકારીએ તો એકમાત્ર કાલ દ્વારા જ સર્વવ્યવહાર ઘટી શકે, કાલથી અતિરિક્ત બીજો કોઈ પદાર્થ સ્વીકારવાની આવશ્યક્તા રહે નહિ, કાલથી અતિરિક્ત બધી જ વસ્તુઓ ચિપકાલ દ્વારા જ ભાસ્ય બને અને ચિહ્માસ્ય બધી જ વસ્તુઓ તો મિથ્યા છે શુક્તિરજતની જેમ. માટે, વૈશેષિક મતસિદ્ધ કાલને ચિરૂપ સ્વીકારીએ તો કાલાતિરિક્ત અન્ય કોઈ પદાર્થને