________________
પ્રાગભાવખંડન
૧૨૧ ધર્મ છે પૂર્વકાલીન તત્વટત્વ. તે ઘટના ધ્વસનો પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ છે અપરકાલીન તત્વટત્વ. તે ઘટના અત્યંતાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક છે સંયોગાદિ સંબંધ. અને તે ઘટના અન્યોન્યાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક છે તાદામ્ય સંબંધ. આમ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ કે પ્રતિયોગિતાવચ્છેદક સંબંધનો ભેદ જ એક ઘટજેમનો પ્રતિયોગી છે તે ચારેય અભાવોના ભેદને સિદ્ધ કરે છે. તે ચારે અભાવોનો પ્રતિયોગી એક હોવા છતાં તે ચારે અભાવો અભિન્ન નથી પરંતુ ભિન્ન છે."
આની સામે ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ કહે છે. સામાન્યાભાવને સ્વીકારનારે આમ કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રતિયોગિતાવચ્છેદકભેદે અભાવભેદ થાય છે એમ કહેનાર તે સંસર્ગ (સંબંધ) અને પ્રતિયોગીના વિશેષણભૂત ધર્મ એ બંનેને પ્રતિયોગિતાવચ્છેદક કહે છે. પરંતુ સંસર્ગમાં અને પ્રતિયોગીના વિશેષણમાં જે વિચ્છેદકત્વ ધર્મ છે તેનું નિર્વચન કરવું અસંભવ છે. સંયોગ, તાદામ્ય, વગેરે સંસર્ગ છે અને પ્રતિયોગીનું વિશેષણ છે ઘટત્વ ધર્મ. આ સંસર્ગ અને પ્રતિયોગીના વિરોષણ બંનેમાં સમાનપણે રહેલી એક અવચ્છેદતાનું નિરૂપણ કરી શકાતું નથી. પ્રતિયોગીનું વિરોષણ જે પ્રતિયોગિતાવચ્છેદક બને છે તે પ્રતિયોગિતાથી ન્યૂનવૃત્તિ કે અધિકદેશવૃત્તિવાળું હોતું નથી, જ્યારે સંસર્ગ જે પ્રતિયોગિતાવચ્છેદક બને છે તે તો પ્રતિયોગિતાથી જૂનાધિવૃત્તિવાળો હોય છે. તેથી (પ્રતિયોગીના વિરોષણભૂત) ધર્મ અને સંસર્ગ બંનેમાં એક સાધારણ અવચ્છેદક્તા હોય નહિ. તેવી જ રીતે ભેદની પ્રતિયોગિતાનો અવચ્છેદક તાદામ્ય છે અને પ્રાગભાવ તેમ જ ધ્વસની પ્રતિયોગિતાનો અવચ્છેદક તત્તવ્યક્તિત્વ છે એમ માનવામાં પણ કોઈ પ્રમાણ નથી. તેથી તાદાભ્ય અને તત્તવ્યક્તિત્વનું પ્રતિયોગિતાવચ્છેદત્ત્વ અસિદ્ધ છે. ભાવ વસ્તુઓના પરસ્પર ભેદની સિદ્ધિને માટે વિરુદ્ધધર્મસંબંધને જ તેમના ભેદક ધર્મ તરીકે માનવો જોઈએ. જેમ ભાવ વસ્તુઓનો પરસ્પર ભેદ વિરુદ્ધ ધર્મના સંબંધને કારણે સિદ્ધ થાય છે તેમ અભાવ વસ્તુઓનો પરસ્પર ભેદ પણ વિરુદ્ધ ધર્મના સંબંધને કારણે સિદ્ધ થઈ શકે છે. અભાવોના ભેદની સિદ્ધિને માટે પ્રતિયોગિતાવચ્છેદકોનો ભેદ માનવાની કોઈ જરૂર નથી. જેઓ પ્રતિયોગિતાવછેદકભેદે અભાવભેદ સ્વીકારે છે તેઓ પણ એમ કહી શક્તા નથી કે પ્રતિયોગિતાવચ્છેદકભેદથી અભાવભેદ ઉત્પન્ન થાય છે. ભેદ અનાદિ વસ્તુ છે. તે ઉત્પન્ન થાય નહિ. તેથી ભેદનું જનક કારણ અપ્રસિદ્ધ છે. તેથી તેમણે કહેવું જોઈએ કે અવછેદકભેદ અભાવભેદનો જ્ઞાપક છે. જેમ વ્યાપ્ય લિંગ વ્યાપક સાધ્યનું જ્ઞાપક અર્થાત્ અનુમાપક થઈ શકે છે તેમાં વ્યાપ્ય અવચ્છેદકભેદ વ્યાપક અભાવભેદનું જ્ઞાપક થઈ શકે એમ કહીં શકાતું નથી. કેમ? કારણ કે અવચ્છેદકભેદ અભાવભેદનું વ્યાપ્ય જ નથી અને તેથી અવચ્છેદકભેદ અભાવભેદનું જ્ઞાપક છે એમ કહી શકાતું નથી. આમ વિચ્છેદકભેદ અભાવભેદનું જ્ઞાપક પણ નથી. વળી, અવચ્છેદકભેદ વ્યાપ્ય અને અભાવભેદ વ્યાપક છે એમ કહેવાનો અર્થ એ થાય કે અવચ્છેદકભેદમાં અભાવભેદની વ્યાપ્તિ છે. પરંતુ વિપક્ષબાધક તર્ક ન હોવાના કારણે તેમ જ સામાનાધિકરણ્ય ન હોવાના કારણે આ વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. જે જે સ્થળે અવચ્છેદકોનો ભેદ હોય છે તે સ્થળે અભાવોનો પણ ભેદ હોય જ એવી આ વ્યાપ્તિનો અભાવમાં જ વ્યભિચાર છે. ભૂતલે ઘટનો અભાવ છે. આ અભાવના પ્રતિયોગિતાવચ્છેદકો બે છે – એક છે ઘટવ ધર્મ અને બીજો છે સંયોગસંબંધ. અહીં પ્રતિયોગિતાવચ્છેદકો ભિન્ન હોવા