________________
૧૬૨
શાંકર વેદાન્તમાં અવિઘાવિયાર સ્મૃતિના સમાનવિષયકત્વનો નિયમ છે. ભિન્નવિષયક અનુભવથી ભિન્નવિષયક સ્મૃતિ થઈ શકે નહિ. સુષુપ્તિમાં અજ્ઞાન જે રૂપે અનુભૂત થતું નથી તે રૂપે અજ્ઞાનની સ્મૃતિ થાય કેવી રીતે?
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે સુપ્લોન્ધિત પુરુષની સ્મૃતિ પણ સવિકલ્પક સ્મૃતિ નથી. ‘ક્રિશ્વિતિષમ્’ એવી સ્મૃતિના અવશમાં સ્મૃતિત્વ નથી. સુષુપ્તિમાં સ્વરૂપતઃ અનુભૂત કેવળ અજ્ઞાનાંશમાં જ સ્મૃતિત્વ છે. સુખોસ્થિત પુરુષની સ્મૃતિમાં જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વ ભાસમાન હોવા છતાં સ્મર્યમાણ નથી પણ અનુભૂયમાન છે. સુષુપ્તિકાલીન દ્રષ્ટામાં અન્તઃકરણતાદામ્યાધ્યાસ ન હોવાથી તે દ્રષ્ટી સુષુપ્તિમાં “અહમ્ એ રૂપે ભાસતો નથી. અધ્યસ્ત અન્તઃકરણ જ અહંકાર છે. અહંકારાધ્યાસ ન હોવાથી સુષુપ્તિમાં દ્રષ્ટા “અહમ્ રૂપે ભાસતો નથી. અને સુપ્નોસ્થિત પુરુષને તો અહંકારાધ્યાસ હોય છે, એટલે અહમુલ્લેખ હોય છે. તેથી જ સુખોતિ પુરુષને હું કંઈ જાણતો નહતો’ એ જાતનું ‘અહમ્'નું પ્રતિસંધાન હોય છે, અદંરક્રિશ્વિરિષમ્' એવા, સુખોત્યિત પુરુષના પરામમાં અહમર્થ પણ સ્મર્યમાણ હોય છે એમ કહી શકાય જ નહિ. ખરેખર તો અહમર્થ સુખોસ્થિત પુરુષને અનુભૂયમાન હોય છે, સ્મર્યમાણ હોતો નથી. સુષુપ્તિમાં જે દ્રષ્ટા હોય છે તે દ્રષ્ટત માં (અર્થાત્ સુષુપ્તિકાલીન જે સાક્ષિચેતન્ય હતું તેમાં) ઉત્પાનદશામાં અહંકારનો અભેદાધ્યાસ થાય છે, એટલે ટા અને અહમર્થનો ભેદ ભાસતો નથી પણ તેમનો અભેદ જ ભાસે છે. સુષુપ્તિમાં જે દ્રષ્ટા, સાક્ષી હોય છે તે જ સુષુપ્તિ પછી અહમર્થ બને છે. એટલે જે સુષુપ્તિમાં અન્ય પુરુષે અશાન દેખેલું, હવે સુખોસ્થિત હું તેનું (અજ્ઞાનનું) સ્મરણ કરું છું – આમ સુષુપ્તિકાલીન દ્રષ્ટા અને સુખોસ્થિત સ્મર્તા એ બેના ભેદનું પ્રતિસંધાન થતું નથી. સુષુપ્તિમાં જે દ્રષ્ટા હતો તે જ જાગ્રતદશામાં અહમર્થ છે એમ અભેદાધ્યાસથી મનાય છે. વસ્તુતઃ સુપ્નોસ્થિત પુરુષ જે અહમર્થનો ઉલ્લેખ કરે છે તે ઉલ્લિખ્યમાન અહમર્થ ઉત્થાનકાળે સ્મર્યમાણ નથી પણ અનુભૂયમાન છે. તેવી જ રીતે અજ્ઞાનના જ્ઞાનવિરોધિત્વ અને સવિષયત્વ ધર્મ પણ ઉત્થાનકાળે સ્મર્યમાણ નથી પણ અનુભૂયમાન છે. સુપ્નોસ્થિત પુરુષને સુષુપ્તિકાલીનદ્રષ્ટાનું જ સ્મરણ થાય છે જ્યારે અહમર્યનો તો અનુભવ જ થાય છે, અહમર્થનું સ્મરણ થતું નથી. સુષુપ્તિમાં અન્તઃકરણતાદાભ્યાધ્યાસન હોવાને કારણે સવિકલ્પક વૃત્તિ હોતી નથી. સુષુપ્તિમાં તો અજ્ઞાનને સ્વરૂપઃ વિષય કરતી (જાણતી) નિર્વિકલ્પક અવિદ્યાવૃત્તિ જ હોય છે. જ્ઞાનવિરોધિત્વ-સવિષયકત્વપ્રકારક અને અજ્ઞાનવિશેષ્યક અવિદ્યાવૃત્તિ સુષુપ્તિમાં હોતી નથી. જ્ઞાનવિરોધિત્વ-સવિષયકત્વપ્રકારક અને અજ્ઞાનવિશેષ્યક અવિદ્યાવૃત્તિ સવિકલ્પક વૃત્તિ છે. તેથી મધુસૂદન સરસ્વતી દશશ્લોકીની ટીકા સિદ્ધાન્તબિંદુમાં કહે છે કે સુષુપ્તિકામાં અહંકાર ન હોવાથી વિશિષ્ટવૃત્તિ સુષુપ્તિમાં અસંભવ છે. (જુઓ આઠમા શ્લોકની ટીકા)
અહીં લઘુચન્દ્રિકાકાર કહે છે કે જો કે અદ્વૈતસિદ્ધિકાર સુષુપ્તિમાં સવિકલ્પક અવિદ્યાવૃત્તિ સ્વીકારતા નથી તથાપિ વિશેષ વિચાર કરતાં જણાય છે કે સુષુપ્તિમાં પણ અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિ સવિકલ્પક જ હોય છે એમ સ્વીકારવું જોઈએ. અહીં લઘુચન્દ્રિકાકાર જણાવે છે કે જ્ઞાનનું પ્રત્યક્ષ જેમ સવિકલ્પક હોય છે તેમ અજ્ઞાનનું પ્રત્યા પણ તે જ રીતે સવિકલ્પક જ હોય છે. જ્ઞાનના પ્રત્યક્ષમાં જ્ઞાન જ્ઞાન અને સવિષયસ્વરૂપે જ ભાસે છે. તે બે રૂપે જ્ઞાન ન ભાસે તો તેને જ્ઞાનનું પ્રત્યક્ષ કહી શકાય નહિ. તેવી જ રીતે, અજ્ઞાનના અનુભવમાં પણ અજ્ઞાન