________________
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર સુષુપ્તિવૃત્તિને અર્થાત્ નિદ્રાવૃત્તિને પતંજલિની જેમ સ્વીકારે છે. પતંજલિના મતે ચિત્તવૃત્તિના પાંચ પ્રકાર છે - પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. પતંજલિ આ પાંચ પ્રકારના જ્ઞાનનામના ચિત્તપરિણામોને વૃત્તિ કહી સ્વીકારે છે. જ્ઞાનભિન્નઈચ્છા, દ્વેષ વગેરે ચિત્તપરિણામોને પતંજલિવૃત્તિ કહેતા નથી. વિષયપ્રકારરૂપ ચિત્તપરિણામને તેવૃત્તિ કહે છે. ઇચ્છા, દ્વેષ વગેરે વૃત્તિ વિષયપ્રકારરૂપ નથી પરંતુ પ્રકાશિત વિષયમાં ઇચ્છા વગેરે ઉત્પન્ન થાય છે. તેથી વિષયપ્રકાશરૂપ પાંચ વૃત્તિનો નિરોધ થતાં જ અપ્રકાશિત વિષયનાં ઈચ્છા, દ્વેષ વગેરેની નિવૃત્તિ પણસિદ્ધ થઈ જ જાય છે. તેથી ઈચ્છાદિવૃત્તિનો વિરોધ કરવા માટે યોગીએ પ્રયાસ કરવાની જરૂર નથી. એટલે જ ઇચ્છાદિવૃત્તિની વૃત્તિમાં ગણના કરવામાં આવી નથી પણ રાગાદિ ક્લેરામાં તેમની ગણના કરવામાં આવી છે. સુષુપ્તિદશામાં નિદ્રાવૃત્તિ સિવાયની બીજી ચાર વૃત્તિઓનો અભાવ હોય છે. આ ચાર વૃત્તિના અભાવનું કારણ ઉદ્રિત તમોગુણ છે. યોગસૂત્રમાં ‘અભાવપ્રત્યય’ શબ્દ દ્વારા આ જ વાત કહેવામાં આવી છે. નિદ્રાવૃત્તિ સિવાયની વૃત્તિઓના અભાવનો પ્રત્યય (= કારણ) ઉદ્રિત તમોગુણ છે. તમોગુણનો ઉદ્રક થતાં ઈતર ચાર વૃત્તિઓનો અભાવ થાય છે. તમોગુણાલંબના વૃત્તિને નિદ્રા કહેવામાં આવે છે. યોગસૂત્રમાં જે‘પ્રત્યય’ શબ્દ છે તેનો અર્થ અહીં કારણ થાય છે. પ્રતીય પ્રાથતે વાર્ય અને આ વ્યુત્પત્તિ અનુસાર આ અર્થ પ્રાપ્ત થાય છે. તમોગુણનો ઉદ્રક થતાં સત્ત્વગુણના પરિણામરૂપ સુષુપ્તિવૃત્તિ (નિદ્રાવૃત્તિ) થાય છે. આ , સુષુપ્તિવૃત્તિ (નિદ્રાવૃત્તિ) તમોગુણનો પરિણામ નથી પણ સત્ત્વગુણનો પરિણામ છે. ‘ત્તાત્ હંના જ્ઞાનમ્' આ ગીતાવચન (૧૪/૧૭) છે. સુષુપ્તિતામસી વૃત્તિ છે. એનો અર્થ એ નથી કરવાનો કે તે તમોગુણના પરિણામરૂપ છે. પરંતુ એનો અર્થ તો એ કરવાનો છે કે તેનો વિષય (આલંબન) ઉદ્રિkતમોગુણ છે. તેનો વિષય તમોગુણ હોવાથી તેને તામસી વૃત્તિ કહેવામાં આવે છે. આમ નિદ્રાવૃત્તિ કે સુષુપ્તિવૃત્તિ તમોગુણનો પરિણામ નથી. નિદ્રાવૃત્તિ પણ જ્ઞાન છે, અને જ્ઞાન તમોગુણનો પરિણામ હોઈ શકે નહિ. સઘળાં જ્ઞાન સત્ત્વગુણનો પરિણામ છે. બ્રહ્માસ્ત્રમાં ઐક્ષત્યધિકરણમાં (૧.૧.૫) ભામતીટીકામાં સુષુપ્તિનો આવો જ અર્થદર્શાવવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે અદ્વૈત વેદાન્ત મતે સ્મૃતિ, સંપાય, વિપર્યય વગેરે અપ્રમા જ્ઞાનમાત્ર અવિદ્યાનો પરિણામ છે, જ્યારે પ્રભાવૃત્તિમાત્રનું ઉપાદાનકારણ અન્તઃકરણકે ચિત્ત છે. અદ્વૈત વેદાન્તના મતે અપ્રમાવૃત્તિમાત્રનું ઉપાદાનકારણ અવિદ્યા હોઈ, વિપર્યય, નિદ્રા અને સ્મૃતિ અદ્વૈતવેદાન્તના મતે અવિદ્યાવૃત્તિ છે, અન્તઃકરણવૃત્તિનથી યોગદર્શનમાં અવિઘાવૃત્તિ સ્વીકારવામાં આવી નથી. અમારૂપવૃત્તિયાજ્ઞાનાભાસ પણ ચિત્તની વૃત્તિ છે એવું યોગદર્શનમાં સ્વીકારવામાં આવ્યું છે. આ વિષયની સવિસ્તર આલોચના અદ્વૈતસિદ્ધિના દશ્યત્વ હેતુના વ્યાખ્યાનમાં લઘુચન્દ્રિકા વગેરે ગ્રંથોમાં કરવામાં આવી છે.
આપણે જોયું તેમ, પ્રાતંજલ મતાનુસાર વિવરણાચાર્યે નિદ્રાવૃત્તિ સ્વીકારી છે. તે વૃત્તિ સુષુપ્તિકાલમાત્રસ્થાયી છે અને અવિદ્યા જ તેનું ઉપાદાનકારણ છે. અજ્ઞાનવિષયક આ સુષુપ્તિવૃત્તિ ઉત્પન્ન થતાં અજ્ઞાનોપહિત સાક્ષિચેતન્ય પણ આ વૃત્તિથી ઉપરક્ત થાય છે. આ વૃત્તિથી ઉપરક્ત ચૈતન્ય જ સુષુપ્તિજ્ઞાન છે. અદ્વૈતવેદાન્તમતમાં પ્રમાણ જન્ય ઘટાકારવૃત્તિથી ઉપરક્તચેતન્યને જ ઘટજ્ઞાન કહેવામાં આવે છે. તેવી જ રીતે, નિદ્રારૂપ વૃત્તિથી ઉપરક્તચૈતન્યને જ નિદ્રાજ્ઞાન કહેવામાં આવે છે. આ વૃત્તિનો નારા થતાં વૃન્યુપરક્ત ચૈતન્યનો નાશ થાય છે. તેથી