Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 220
________________ પરિશિષ્ટ જયન્ત ભટ્ટની ન્યાયમંજરીમાં અદ્વૈતવેઠાન્તનું ખંડન 1. યદુ....અદ્વૈતર્શન તમિથ્યાજ્ઞાનમેવેતિ ન નિશ્રેયસસાધનમિતિ 1. નૈયાયિક – અદ્વૈતદર્શન મિથ્યાજ્ઞાન જ છે, એટલે તે મોક્ષનું સાધન નથી. 2. ननु कथमद्वैत दर्शनं मिथ्या कथ्यते तत् ? प्रत्युत द्वैतदर्शनमविद्या मायाऽपि मिथ्याज्ञानमिति युक्तम् । तथा हि प्रत्यक्षमेव तावन्निपुणं निरूपयतु भवान् । तत्र हि यदन्यानपेक्षतया झगिति पदार्थस्वरूपभवभासते तत् पारमार्थिकमितरत् काल्पनिकमिति गम्यते, सद्रूपमेव च तत्राभिन्नमन्यनिरपेक्षमवभाति । भेदस्त्वन्यापेक्षयेति नाक्षजविज्ञानविषयतामुपयाति, तत्र यथा मृद्रूपतातः प्रभृति यावत्कुम्भावस्थेत्यस्मिन्नन्तराले आविर्भवतां तिरोभवतां च घटकपालशकलशर्करांकणादीनां कार्याणां रूपमपरमार्थसदेव व्यवहारपदवीमवतरति । परमार्थतस्तु मृत्तिकैव । यथाऽऽहुः 'मृत्तिकेत्येव सत्यम्' इति (छान्दोग्य ६.१.४.) । एवं तदपि मृत्तिकारूपं सत्तापेक्षया न परमार्थसदिति सत्तैव सर्वत्र परमार्था । तदेव सल्लक्षणं ब्रह्मेत्याहुः । आगमश्च 'एकमेवाद्वितीयम्' इत्यादिः (छान्दोग्य ६. २.१.) अभेदमेव दर्शयति 'नेह नानाऽस्ति किञ्चन । मृत्योस्स मृत्युमाप्नोति 'य इह नानेव पश्यति' इति च । वेदस्य च सिद्धेऽर्थे प्रामाण्यमुपवर्णितमेव भवद्भिः । न च • प्रत्यक्षविरुद्धत्वमभेदशंसिनो वक्तुं शक्यमागमस्य । न ह्यन्यनिषेधे प्रत्यक्षं प्रभवति, स्वरूपमात्रग्रहणे परिसमाप्तव्यापारत्वात् । पररूपनिषेधमन्तरेण च भेदस्य दुरुपपादत्वाद् भेदे कुण्ठमेव प्रत्यक्षमिति कथमभेदग्राहिणमागमं विरुन्ध्यात् ? तदुक्तम् - हुर्विधातृ प्रत्यक्षं न निषेध विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण विरुध्यते ॥ 2. અદ્વૈતવેદાન્તી – તે અદ્વેતદર્શનને મિથ્યા કેમ કહો છો ? ઊલટું, દ્વૈતદર્શન અવિદ્યા છે, માયા પણ છે, મિથ્યાજ્ઞાન છે, એમ કહેવું યોગ્ય છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષને જ નિપુણ રીતે આપ નિરૂપો કારણ કે પ્રત્યક્ષમાં બીજાની અપેક્ષા રાખ્યા વિના એકાએક પદાર્થનું જે સ્વરૂપ પ્રકાશે છે તે પારમાર્થિક સ્વરૂપ છે, બીજું બધું કાલ્પનિક છે એમ સમજાય છે. પ્રત્યક્ષમાં સપ જ અભિન્ન અને અન્યનિરપેક્ષ પ્રકારો છે. પરંતુ ભેદ અન્યાપેક્ષ પ્રકારો છે,-એટલે ભેદ પ્રત્યક્ષ જ્ઞાનની વિષયતાને પામતો નથી. ત્યાં મૃદૂપતાથી માંડી છેવટે કુંભાવસ્થા સુધીમાં વચ્ચે આર્વિભાવ અને તિરોભાવ પામતાં ઘટ, કપાલ, કલ, શર્કરા, કણ વગેરે કાર્યોનું રૂપ અપરમાર્થ સત્ જ હોઈ વ્યવહારની કક્ષામાં સરી પડે છે. પરમાર્થતઃ સત્ તો મૃત્તિકા જ છે. કહ્યું પણ છે કે ‘મૃત્તિકા જ સત્ છે’ (છાંદોગ્ય. ૬.૧.૪). એજ રીતે, તે મૃત્તિકરૂપ પણ સત્તાની અપેક્ષાએ પરમાર્થસત્ નથી, સત્તા જ સર્વત્ર પરમાર્થસત્ છે. તે સત્તાને જ સત્લક્ષણ બ્રહ્મ કહેવાયું છે. ‘એક જ છે, અદ્વિતીય છે' (છાંદોગ્ય. ૬.૨.૧) ઇત્યાદિ આગમ અભેદનું જ દર્શન કરાવે છે અને કહે છે કે ‘અહીં કંઈ નાના નથી. જે અહીં નાના જુએ છે તે મૃત્યુથી મૃત્યુ પામે છે.' (તે એક જ છે, અદ્વિતીય છે’ એ આગમવચન સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરતું હોઈ અપ્રમાણ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે) વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે એમ તમે તૈયાયિકોએ નિરૂપ્યું છે.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234